શાયર મુનવ્વર રાણા બોલ્યા- હું મારા નિવેદન પર અફર, જેલમાં મરવાનું પસંદ કરીશ

શાયર મુનવ્વર રાણા બોલ્યા- હું મારા નિવેદન પર અફર, જેલમાં મરવાનું પસંદ કરીશ
મુનવ્વર રાણા.

શાયર મુનવ્વર રાણાએ (Munawwar Rana) આતંકી હુમલાને યોગ્ય ગણાવીને તેનો બચાવ કર્યો હતો.

 • Share this:
  અજીત સિંહ, લખનઉ: ફ્રાંસ (France)ના બહાને ઇસ્લામિક આતંકવાદીઓના સમર્થકો પર ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ની સરકાર કડક વલણ અપનાવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર શાયર મુનવ્વર રાણા (Munawwar Rana) વિરુદ્ધ લખનઉના હઝરતગંજ પોલીસ મથકમાં FIR દાખલ કરવામાં આવી છે. કેસ દાખલ થયા બાદ શાયર મુનવ્વર રાણાએ કહ્યુ છે કે અમારી પાસે જે કલમ છે તે સત્ય લખવા માટે છે. પાયજામામાં નાડું નાખવા માટે નથી. તેમણે કહ્યુ કે હું જેલ જવાનું પસંદ કરીશ અને જેલમાં જ મરવાનું, પરંતુ મારા નિવેદન પર કાયમ રહીશ.

  મુનવ્વર રાણાએ કહ્યુ કે, મને આ ફરિયાદ અંગે જાણકારી નથી, જો મને ખબર હોતી તો હું સામેથી પોલીસ સ્ટેશન ચાલ્યો જતો. મને ખબર ન હતી. હાલમાં જ મને કોઈએ કહ્યું છે કે, કોઈ દીપક પાંડે નામના ઇન્સ્પેક્ટરે મારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી છે. હું કોઈ દીપક પાંડે નામના ઇન્સ્પેક્ટરને નથી ઓળખતો. જે પણ ઇન્સ્પેક્ટરે મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે, મને જાણ છે કે તે હાઇસ્કૂલમાં નકલ કરીને પાસ થનાર ઇન્સ્પેક્ટર છે. હું મારા નિવેદન પર હંમેશા કાયમ છું, મેં રાજનીતિ પર ક્યારેક પક્ષ નથી બદલ્યો.  મુનવ્વર રાણા આગળ કહે છે કે અમુક શાયર જેમને સરકાર તરફથી વાહવાહી કે પૈસા જોઈએ છે તેઓ આવા નિવેદનની નિંદા કર્યા કરે છે. મારે તો સરકાર પાસેથી કંઈ નથી જોઈતું. હકીકતમાં મુનવ્વર રાણાએ ફ્રાંસ પર થયેલા આંતકી હુમલાને યોગ્ય ગણાવીને તેનો બચાવ કર્યો હતો.

  આ પણ વાંચો: VIDEO: માતા રડતી રહી અને પાક. કોર્ટે 13 વર્ષની ક્રિશ્ચિયન બાળકીને અપહરણકારને સોંપી દીધી

  મુનવ્વર રાણાએ કહ્યુ કે, પૈગંબર મોહમ્મદ સાહેબનું કાર્ટૂન બનાવીને તે યુવાનને એટલો મજબૂર કરવામાં આવ્યો કે તે દરેકની હત્યા કરી બેઠો. જો તે વિદ્યાર્થીની જગ્યાએ હું હોત તો હું પણ હત્યા કરી બેસતો. વાત પૈગંબર સાહેબની નથી, કોઈ જો ભગવાન રામનું વિવાદિત કાર્ટૂન બનાવતો તો પણ હું એ જ કરતો.

  આ પણ વાંચો-

  ઉલ્લેખનીય છે કે લખનઉના હઝરતગંજ કોતવાલીમાં મુનવ્વર રાણા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમની વિરુદ્ધ ગંભીર કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:November 02, 2020, 17:22 pm

  ટૉપ ન્યૂઝ