કાઝીરંગા નેશનલ પાર્કમાં રાહીનોને મારી શિકારીઓ શીંગડા કાપી લઇ ગ્યા

રાહીનો પ્રાણી

શિકારીઓ આસામમાં આવેલા પ્રસિદ્ધ કાઝીરંગા નેશનલ પાર્કમાં રાહીનો (Rhino)ને મારીને તેના શીંગડા કાપીને ભાગી છૂટ્યાનાં સમાચાર આવ્યા છેવન્યપ્રાણી પ્રેમીઓ માટે આ ખુબ ચિંતાનજક સમાચાર છે. એક વર્ષમાં છ રાહીનોનાં શિકારની ઘટનાઓ બની છે.

  • Share this:
    શિકારીઓ આસામમાં આવેલા પ્રસિદ્ધ કાઝીરંગા નેશનલ પાર્કમાં રાહીનો (Rhino)ને મારીને તેના શીંગડા કાપીને ભાગી છૂટ્યાનાં સમાચાર આવ્યા છે. આ નેશનલ પાર્કમાં એક પ્રવાસીઓનાં એક ગ્રુપે નર રાહીનોનો મૃતદેહ પડેલો જોયો હતો અને વન વિભાગને જાણ કરી હતી.

    પ્રવાસીઓનાં એક ગ્રુપે કાઝીરંગા નેશનલ પાર્કમાં આવેલા બાગોરી રેન્જમાં રાહીનોનો મૃતદેહ પડેલો જોયો હતો. આ ઘટનાની સાથે જ, આ વર્ષમાં રાહીનોનાં શિકારની સંખ્યા વધીને છ સુંધી પહોંચી ગઇ છે.

    ડિવીઝન ફોરેસ્ટ ઓફિસર રોહોની બલ્લવ સાઇકિયાએ જણાવ્યું કે, પ્રવાસીઓને રાહીનોનાં હાડકા દેખાયા હતા. પ્રવાસીઓ વર્લ્ડ હેરિટેજ સાઇટ જોવો ગયા હત્યા ત્યારે પ્રવાસીઓનાં રસ્તામાં જ આ હાડકા પડ્યા હતા. શુક્રવારે રાત્રે ભડાકાનો અવાજ સંભળાયો હતો પણ અમને એમ લાગ્યુ હતું કે, એ એવાજ આજુ-બાજુ ચાલતા લગ્નોમાં કદાચ ફટાકડા ફોડવાનો હશે.”

    આ પહેલા 11 મેનાં રોજ, કાઝીરંગા નેશનલ પાર્કમાં બ્રહ્મપુત્રા નદી પાસેથી નર રાહીનોનાં હાડકા મળ્યા હતા. તેના શીંગડા ગૂમ હતા. શિકારીઓ રાહીનોનો શિકાર કરી શીંગડા લઇ નાશી છૂટ્યા હતા.

    આવી જ રીતે. 3 માર્ચનાં રોજ, માદા રાહીનોનો શીંગડા વગરનો મૃતદેહ મળ્યો હતો. શિકારીઓ શીંગડા લઇને ભાગી ગયા હતા. વન્યપ્રાણી પ્રેમીઓ માટે આ ખુબ ચિંતાનજક સમાચાર છે. એક વર્ષમાં છ રાહીનોનાં શિકારની ઘટનાઓ બની છે.
    Published by:Vijaysinh Parmar
    First published: