Home /News /national-international /N18 Health Special: ન્યુમોનિયા પણ છે ગંભીર રોગ! ભારતમાં 23 ટકા કેસ, જાણો લક્ષણ અને સારવાર
N18 Health Special: ન્યુમોનિયા પણ છે ગંભીર રોગ! ભારતમાં 23 ટકા કેસ, જાણો લક્ષણ અને સારવાર
pneumonia
Pneumonia Symptoms Treatment: ન્યુમોનિયા હળવો હોઈ શકે છે. પરંતુ તે ખૂબ જ ગંભીર પણ હોઈ શકે છે, ખાસ કરીને જો તમે તેની ઝડપથી સારવાર ન કરાવો તો તે ધાતક સાબિત થઈ શકે છે.
ન્યુમોનિયા (Pneumonia)એ ફેફસાંનો ચેપ છે, જે સામાન્ય રીતે બેક્ટેરિયા અને વાયરસને કારણે થાય છે. ન્યુમોનિયાનું સૌથી સામાન્ય બેક્ટેરિયલ કારણ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા (Streptococcus pneumoniae) નામના બેક્ટેરિયાનો એક પ્રકાર છે, જ્યારે ઈન્ફલ્યુએન્ઝા અથવા ફ્લૂ એ ન્યુમોનિયાનું સામાન્ય વાયરલ કારણ છે. સમુદાય-હસ્તગત ન્યુમોનિયાના અંદાજિત વિશ્વવ્યાપી બનાવો દર 1000 વ્યક્તિ-વર્ષે 1.5થી 14 કેસોની વચ્ચે બદલાય છે અને ભારત વૈશ્વિક ન્યુમોનિયાના બોજમાં 23 ટકા હિસ્સો ધરાવે છે, જેમાં મૃત્યુ દર 14થી 30 ટકા વચ્ચે છે.
પુખ્ત વયના લોકોમાં ન્યુમોનિયાના સામાન્ય લક્ષણોમાં તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, શ્વાસ લેતી વખતે છાતીમાં દુ:ખાવો, હૃદય અને શ્વાસની ગતિમાં વધારો, ઉબકા, ઉલટી, ઝાડા અને ઉધરસ કે જે ઘણીવાર લીલા કે પીળા ગળફા વગેરે હોય છે. જો કે, બાળકોમાં ડિહાઇડ્રેશન, શ્વાસ લેવામાં તકલીફ, યોગ્ય રીતે ખાવાનું ટાળવું, ખાંસી, તાવ, ચીડિયાપણું અને ઉધરસ પછી ઉલ્ટી જેવા વિવિધ લક્ષણો હોઈ શકે છે.
ન્યુમોનિયા હળવો હોઈ શકે છે. પરંતુ તે ખૂબ જ ગંભીર પણ હોઈ શકે છે, ખાસ કરીને જો તમે તેની ઝડપથી સારવાર ન કરાવો તો તે ધાતક સાબિત થઈ શકે છે.
જો તમારામાં નીચે જણાવેલા કોઈપણ લક્ષણો દેખાય તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો:
- કફ સાથે તાવ અને ખાંસી સમયાંતરે સુધરી કે બગડતી નથી. - રોજિંદા કાર્યો કરતી વખતે અથવા આરામ કરતી વખતે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. - જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમને છાતીમાં દુખાવો થાય છે. - શરદી અથવા ફ્લૂથી સારી થયા પછી તમારી સ્થિતિ અચાનક બગડે છે. - તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે, તમે અંગ ટ્રાન્સપ્લાન્ટ અથવા સ્ટેમ સેલ (બોન મેરો) ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, અથવા જો તમે રોગપ્રતિકારક શક્તિને ઓછી દવાઓ લો છો. - તમને પહેલાથી જ અંતર્ગત તબીબી સમસ્યાઓ છે, જેમ કે હૃદય રોગ, ડાયાબિટીસ અથવા ફેફસાની લાંબી બિમારી - તમે નાનું બાળક છો અથવા 65 વર્ષથી વધુ ઉંમરના પુખ્ત વયના છો. - શ્વસન સંબંધી લક્ષણો સાથે મૂંઝવણ છે, ખાસ કરીને વૃદ્ધોમાં આવું જોવા મળે છે.
નિદાન:
ન્યુમોનિયાનું નિદાન સામાન્ય રીતે તબીબી ઇતિહાસ અને શારીરિક તપાસ તેમજ છાતીના એક્સ-રે દ્વારા કરવામાં આવે છે. બ્લડ ટેસ્ટ, સ્પુટમ તપાસ વગેરે આમાં સામેલ હોય છે. દર્દીઓના અમુક સબસેટમાં સીટી સ્કેન અને બ્રોન્કોસ્કોપી જરૂરી છે.
સારવાર:
શરૂઆતમાં સામુદાયિક હસ્તગત ન્યુમોનિયા ધરાવતા લોકોને તેના પ્રકાર પર આધારિત મૌખિક એન્ટિબાયોટિક્સ વડે ઘરે સારવાર આપવામાં આવે છે.
જે લોકો ગંભીર રીતે બીમાર હોય અથવા વધુ જોખમ ધરાવતા હોય તેઓને હૃદયના ધબકારા, શ્વાસના દર, તાપમાન અને ઓક્સિજન સ્તરની દેખરેખ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. જે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તેઓને સામાન્ય રીતે નસમાં એન્ટિબાયોટિક્સ આપાવામાં આવે છે છે. મોટાભાગના લોકો એન્ટિબાયોટિક સારવારના ત્રણથી પાંચ દિવસ પછી સ્વસ્થ થવાનું શરૂ કરે છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ત્રણ અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી તેમની સામાન્ય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકતા નથી.
નિવારણ:
ન્યુમોનિયા અને તેની જટિલતાઓને રોકવા માટે રસીકરણ એ એક મહત્વપૂર્ણ રીત છે. ન્યુમોકોકલ રસી તેમજ ઈન્ફલ્યુએન્ઝા અથવા ફ્લૂની રસી સૌથી સામાન્ય રીતે ઉપલબ્ધ રસીઓ છે, જે સંવેદનશીલ વસ્તી માટે ભલામણ કરવામાં આવે છે.
ન્યુમોનિયાને રોકવા માટે ધૂમ્રપાન છોડવું એ એક મહત્વપૂર્ણ પગલું છે. સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત સેનેટાઈઝથી હાથ ઘસવા જેવી ચેપ નિયંત્રણ પદ્ધતિઓ ખૂબ અસરકારક હોઈ શકે છે.
જે લોકોને ન્યુમોનિયાના લક્ષણો હોય તેમણે ખાંસી કે છીંક આવે ત્યારે તેમના મોં અને નાકને ઢાંકી દેવા જોઈએ, તેમના વપરાયેલા રૂમાલ કે ટિશ્યુઓનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ અને વારંવાર હાથ ધોવા જોઈએ. કોણીના અંદરના ભાગ જેવા કપડાંની સ્લીવમાં છીંક કે ખાંસી ખાવી એ રોગને ફેલતો અટકાવવા ઉપયોગી છે.
મહત્વ:
દર વર્ષે 12મી નવેમ્બરે વિશ્વ ન્યુમોનિયા દિવસ (World Pneumonia Day) મનાવવામાં આવે છે. 2009માં લોકોને ન્યુમોનિયા સાથે સંકળાયેલા પરિણામો અને ચિંતાઓથી વાકેફ કરવા માટે આ દિવસ સ્વીકારવામાં આવ્યો હતો, કારણ કે તે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમજ 65 વર્ષથી વધુ વયના લોકોમાં બિમારીનું મુખ્ય કારણ છે. વિશ્વ ન્યુમોનિયા દિવસ 2022ની થીમ " Championing the fight against pneumonia" છે. આ થીમ સૂચવે છે કે વિશ્વ હજુ પણ આ રોગ સામેની લડાઈમાં ચેમ્પિયન બનવાની પ્રક્રિયામાં છે. જણાવી દઈએ કે ન્યુમોનિયા વિશ્વભરમાં 155 મિલિયન બાળકોને અસર કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર