Home /News /national-international /વાલીઓ! દુનિયાના 18% બાળકોના મોત તો આ એક જ બીમારીથી થાય છે, લક્ષણો દેખાય તો ચેતજો

વાલીઓ! દુનિયાના 18% બાળકોના મોત તો આ એક જ બીમારીથી થાય છે, લક્ષણો દેખાય તો ચેતજો

children pneumonia

ન્યુમોનિયા એક શ્વસનતંત્રનો ગંભીર રોગ છે. બેક્ટેરિયા, વાયરસ કે ફંગલને કારણે ફેફસામાં ઈન્ફેક્શન થાય છે. બાળકોના રોગમાં વાલીઓએ કેટલું ધ્યાન રાખવું જોઈએ? જાણો

  • Local18
  • Last Updated :
  • Purnia, India
પૂર્ણિયા: છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા બદલાવને કારણે બાળકો અને વૃદ્ધોની મુશ્કેલીમાં વધારો થયો છે.જિલ્લાના સિવિલ સર્જન ડો.અભય પ્રકાશ ચૌધરીએ જણાવ્યુ હતું  કે ભારતમાં દર એક મિનિટે એક બાળક ન્યુમોનિયાનો શિકાર બને છે. 2030 સુધીમાં દેશમાં 17 લાખથી વધુ બાળકોને ન્યુમોનિયાનું જોખમ છે. વિશ્વભરમાં 18 ટકા બાળકોના મૃત્યુ ન્યુમોનિયાના કારણે થાય છે. માટે આ રોગથી ચેતવું દરેક નાના બાળકોના માતપિતા માટે ખૂબ જરૂરી છે.

પૂર્ણિયાના જિલ્લા કક્ષાના એક અધિકારી ડો. વિનય મોહને જણાવ્યું હતું કે  ન્યુમોનિયા એ બાળકો માટે સૌથી મોટો જીવલેણ ચેપી રોગ છે. ન્યુમોનિયા બે પ્રકારના બેક્ટેરિયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા અને હીમોફીલીયસ ઈન્ફલ્યુએન્ઝા ટાઈપ ટુના કારણે થાય છે.

ન્યુમોનિયાના કારણે કેવું જોખમ?

ન્યુમોનિયા એક શ્વસનતંત્રનો ગંભીર રોગ છે. બેક્ટેરિયા, વાયરસ કે ફંગલને કારણે ફેફસામાં ઈન્ફેક્શન થાય છે. ન્યુમોનિયા સામાન્ય રીતે તાવ અથવા શરદી પછી થાય છે અને તે 10 દિવસમાં બરાબર થઈ જાય છે, પરંતુ ખાસ કરીને 5 વર્ષથી નીચેના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેથી આવા લોકોને ન્યુમોનિયાની અસર ઝડપથી થઈ શકે છે. જો કોઈને ન્યુમોનિયા હોય, તો તેને અને અન્ય રોગો જેવા કે ઓરી, અછબડા, ક્ષય, એઇડ્સ, અસ્થમા, ડાયાબિટીસ, કેન્સર અને હૃદયના દર્દીઓને ન્યુમોનિયાનું જોખમ વધી જાય છે.

મેલેરિયા, ઝાડા અને ઓરી આટલા રોગો મળીને જેટલા મૃત્યુ કરે છે તેના કરતાં માત્ર ન્યુમોનિયાથી વધુ બાળકો મૃત્યુ પામે છે. અને એટલા માટે જ બાળકોને ન્યુમોનિયાથી સુરક્ષિત રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રો પર રસીકરણ કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે. જે બાળકો નિયમિત રસીકરણનો લાભ લે છે, તેમને ન્યુમોનિયા થવાની સંભાવના લગભગ સમાપ્ત થઈ જાય છે, જેથી બાળકો સ્વસ્થ રહી શકે છે. માટે વાલીઓએ સૌથી પહેલા તો રસીકરણ કરાવવું જોઈએ.

રસીકરણ કેવી રીતે કરવાનું હોય છે?

બેક્ટેરિયાથી થતા જીવલેણ રોગ ન્યુમોનિયાને રસીકરણ દ્વારા અટકાવી શકાય છે. બાળકોને ન્યુમોકોકલ કન્જુગેટ રસી એટલે કે પીસીવી બે મહિના, ચાર મહિના, છ મહિના, 12 મહિના અને 15 મહિનામાં રસી આપવી પડે છે. જિલ્લા હોસ્પિટલથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રો સુધી જરૂરી રસીકરણ સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ લક્ષણો સાથે ન્યુમોનિયાને ઓળખો અને જલ્દી સારવાર મેળવો

તાવ, ખાંસી જાડા લીલા અથવા કથ્થઈ લાળ, શ્વાસ લેવામાં મુશ્કેલી, દાંત પીસવા, ઝડપી ધબકારા, ઝડપી શ્વાસ, ઉલટી, ઝાડા, ભૂખ ન લાગવી, વાદળી હોઠ, નબળાઇ અથવા બેભાન થઈ જવા સુધીના લક્ષણો જો દેખાય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો: Portable AC: માત્ર 1,499 રૂપિયામાં હરતું ફરતુ એરકંડીશનર, પંખા અને કુલરનું તો આના સામે કંઇ ન આવે!

સંપૂર્ણ રસીકરણ એ જ ન્યુમોનિયા સામે એકમાત્ર રક્ષણ

ન્યુમોકોકલ રસી (PCV) ન્યુમોનિયા, સેપ્ટિસેમિયા, મેનિન્જાઇટિસ અથવા મેનિન્જાઇટિસ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત, ડિપ્થેરિયા, હૂપિંગ કફ અને એચઆઈવી સામેની રસી પણ ન્યુમોનિયા સામે રક્ષણ આપે છે. સિવિલ સર્જન ડો. અભય પ્રકાશ ચૌધરીએ જણાવ્યું કે, બાળકને ન્યુમોનિયાથી બચાવવા માટે સંપૂર્ણ રસીકરણ જરૂરી છે.તેમણે કહ્યું કે ન્યુમોનિયાને દૂર રાખવા માટે વ્યક્તિગત સ્વચ્છતા જરૂરી છે.છીંક અને ખાંસી વખતે મોં અને નાકને ઢાંકો.આ સિવાય વાલી તરીકે તમારે સમયાંતરે, બાળકના હાથ પણ ધોવા જોઈએ. બાળકોને પ્રદૂષણથી બચાવો અને શ્વસનતંત્ર સંબંધી સમસ્યાઓથી બચવા માટે તેમને ધૂળ-માટી અને ધૂમ્રપાનની જગ્યાઓથી દૂર રાખો.જો બાળક છ મહિનાથી નાનુ હોય તો નિયમિતપણે સ્તનપાન કરાવો. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે સ્તનપાન પણ જરૂરી છે. બાળકોને ભીડવાળી જગ્યાઓથી દૂર રાખો કારણ કે આવા સ્થળોએ ચેપ ફેલાવાનું જોખમ વધારે હોય છે.
First published:

Tags: Children, Pediatric, Pneumonia