પીએનબી સ્કેમ કરીને બ્રિટન ભાગી ગયેલા હીરા વેપારી નીરવ મોદીના પ્રત્યર્પણ મામલાની આજે લંડનમાં સુનાવણી થવાની છે. નીરવ મોદીને વેસ્ટમિંસ્ટર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. બંને પક્ષોના વકીલ લંડનની કોર્ટમાં પહોંચી ગયા છે. કોર્ટ ચુકાદો આપશે કે નીરવ મોદીને જામીન મળે છે કે જેલમાં જ બંધ રહેવું પડશે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે જો નીરવ મોદીને બેલ મળે છે તો તેને રોકવા માટે ભારત હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે. લંડન કોર્ટમાં ભાગેડુ લીકર વેપારી વિજય માલ્યાના બેરિસ્ટર ક્લેયર મોંટગોમરી નીરવ મોદીના પણ બેરિસ્ટર હશે.
સુનાવણીમાં ભાગ લેવા માટે સીબીઆઈ અને ઈડીની સંયુક્ત ટીમ પણ લંડનમાં છે. એક અધિકારીએ જણાવ્યું કે ટીમમાં બંને એજન્સીના સંયુક્ત નિદેશક સ્તરના અધિકારી સામેલ છે.
પંજાબ નેશનલ બેંકના 13,500 કરોડ રૂપિયા લોનની છેતરપિંડી મામલે આરોપી નીરવ મોદીની ગત સપ્તાહે લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. નીરવ મોદી મામલામાં સુનાવણી પહેલા ઈડી અને સીબીઆઈની ટીમે ત્યાં અધિકારીઓ સાથે મુલાાત કરી. સીબીઆઈના સૂત્રોનું માનીએ તો કોર્ટમાં ભારત દ્વારા આજે નવા પુરાવા રજૂ કરવામાં આવી શકે છે.
દસ્તાવેજ રજૂ કરશે ઈડી
આજની સુનાવણીમાં સીબીઆઈ અને ઈડી દ્વારા નીરવ મોદી, તેની પત્ની એમી મોદી તથા મામા મેહુલ ચોકસી તથા અન્યની વિરુદ્ધ નોંધાયેલા આરોપપત્રની નકલો ઉપરાંત અન્ય જરૂરી દસ્તાવેજ રજૂ કરશે. ભારતીય એજન્સીઓના સૂત્રોનું માનીએ તો તેમના તરફથી પૂરા પ્રયાસ રહેશે કે નીરવ મોદીને જામીન ન મળે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર