Home /News /national-international /PNB ફ્રોડ કેસ: અમેરિકાથી એન્ટીગા ભાગ્યો ચોક્સી, મેળવ્યો લોકલ પાસપોર્ટ

PNB ફ્રોડ કેસ: અમેરિકાથી એન્ટીગા ભાગ્યો ચોક્સી, મેળવ્યો લોકલ પાસપોર્ટ

ફાઈલ ફોટો

    ભાગેડૂ ડાયમંડ વ્યાપારી મેહુલ ચોકસી અમેરિકાથી એન્ટીગા ચાલ્યો ગયો છે અને તેને કેરેબિયન દેશનો પાસપોર્ટ લીધો છે. સરકારી સુત્રોએ જણાવ્યું કે, ઈન્ટરપોલ તરફથી આપેલ નોટીસના જવાબમાં એન્ટીગાના અધિકારીઓએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને સૂચના આપી છે કે ચોકસી આ મહિને ત્યાં પહોંચશે અને તેને તે દેશનો પાસપોર્ટ મળી ગયો છે. ચોકસી જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં દેશમાંથી ફરાર થઈ ગયો હતો.

    સીબીઆઈએ પીએનબી બેંક કૌંભાડ મામલામાં ચોકસી વિરૂદ્ધ બે મામલા નોંધ્યા છે અને તેના વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કર્યો છે. ચોકસી બેંક કૌભાંડ મામલના આરોપી નીરવ મોદીનો મામો છે. મુંબઈની એક વિશેષ અદાલતે તેને વિરૂદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ રજૂ કર્યો છે.

    સીબીઆઈએ પંજાબ નેશનલ બેંકમાં બે અબજ ડોલરના કૌભાંડના માસ્ટરમાઈન્ડામંથી એક ગીતાજંલી સમૂહના પ્રમોટર વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ રજૂ કરવા માટે ઈન્ટરપોલનો સંપર્ક કર્યો હતો. આ આધાર પર જૂનમાં રેડ કોર્નર નોટીસ રજૂ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

    તેમને જણાવ્યું કે, ઈન્ટરપોલ ચોકસીના ભાણેજ નીરવ મોદી અને તેના ભાઈ નિશાલ વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ રજૂ કરી ચૂક્યું છે. જ્યારે ચોકસી વિરૂદ્ધ આ પ્રકારની નોટીસનો અનુરોધ ઈન્ટરપોલ આગળ કરવામાં આવેલી છે.

    આરસીએન બહાર પાડવાનો મતબલ છે કે લિયોન સ્થિત આંતરાષ્ટ્રીય પોલીસ સહયોગ એજન્સીના સભ્ય દેશ તેની ધરપકડ કરીને તેને પ્રત્યાર્પિત કરી શકે છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: PNB scam

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन