PNB કૌભાંડ : કોંગ્રેસે મોદી-જેટલી, તો BJPએ રાહુલ-સિંઘવી પર લગાવ્યા આરોપ

  • Share this:
    પંજાબ નેશનલ બેંક સાથે 11 હજાર કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી કરવા બાબતને લઈને રાજકિય નેતાઓ પણ સામે-સામે આવી ગયા છે. આ બાબતે કેન્દ્રની બીજેપી સરકાર પર હુમલો કરતા એકવાર ફરીથી કોંગ્રેસે પીએમ નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરૂણ જેટલી પર જાણીજોઈને કૌભાંડ થવા દેવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી બાજું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીના પુત્રને આ કૌભાંડને નિશાન પર લેવામાં આવી રહ્યો છે.

    વરિષ્ઠ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે આરોપ લગાવ્યો છે કે, પીએમ મોદી અને નાણામંત્રી જેટલીને નીરવ મોદીના કૌભાંડની પહેલાથી જ જાણ હતી. તેમને કહ્યું, અમે નાણા મંત્રાયલ અને વડાપ્રધાન કાર્યાલય પર સીધા જ આરોપ લગાવી રહ્યાં છીએ. તેઓ જાણતા હતા કે, દેશને લૂંટવામાં આવી રહ્યો છે, પરંતુ તેમને પોતાની આંખો બંધ કરી દીધી હતી.

    કોંગ્રેસના આરોપના જવાબ આપતા સરક્ષણ મંત્રી અને વરિષ્ઠ બીજેપી નેતા નિર્મલા સીતારમણે કહ્યું કે, કોંગ્રેસ ખોટા આરોપ લગાવી રહી છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. તેમને આરોપ લગાવ્યો છે કે, આ કૌભાંડ 2011માં શરૂ થયો, જેને UPAએ સરકારે ત્યારે દબાવવાની કોશિશ કરી હતી. સીતારણે કહ્યું, કોંગ્રેસ હંમેશાની જેમ આ વખતે પણ કૌભાંડમાં સામેલ છે. તેમની સરકાર વખતે આ બધુ થયું તેવા ભાજપે આરોપ લગાવ્યા હતા.

    રાહુલે કર્યો પ્રમોટ, સિંઘવીએ આપી બિલ્ડીંગ

    સીતારમણે આરોપ લગાવ્યા છે કે, રાહુલ ગાંધી આ જૂલરી ગ્રુપના પ્રમોશન ઈવેન્ટમાં સામેલ થયો હતો. કોંગ્રેસ નેતાઓએ ગીતાજંલી કંપનીને પ્રમોટ કરી, તેને બિલ્ડીંગ આપી અને આરોપ અમારા ઉપર નાંખી રહી છે. તેમને કહ્યું કે, નીરવ મોદીએ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીના પુત્રને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. અદ્વૈત હોલ્ડિંગ પ્રોપર્ટીની ડાયરેક્ટર અનીતા સિંઘવીની બિલ્ડીંગમાં નીરવ મોદીની કંપની ફાયર સ્ટાર ઈન્ટરનેશનલ ડાયમંડ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ છે.

    દેશના ઈતિહાસમાં થયેલ સૌથી મોટા બેંક કૌભાંડમાં સામેલ આરોપીઓના ભાગી છૂટવા પર પૂછેલા પ્રશ્નના જવાબમાં નિર્મલા સીતારમણે કહ્યું, એવું નથી કે, અમે તેમને છોડી રહ્યાં છીએ, તેઓ ભાગી ગયા છે તો અમે તેમને પણ પકડીશું. સરકાર આ બાબતે ઝડપી કાર્યવાહી કરી રહી છે.

    સૂતો રહ્યો ચોકીદાર અને ભાગી ગયા ચોર

    આ પહેલા કપિલ સિબ્બલે પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, અમારા દેશના જે ચોકીદાર છે, તેઓ પકોડા બનાવવાની સલાહ આપી રહ્યાં છે. આજની પરિસ્થિતિ તે છે કે, ચોકીદાર ઉંઘી રહ્યો છે અને ચોર ભાગી ગયો છે. કોંગ્રેસ નેતાએ હિરા વ્યાપારીને આપવામાં આવેલ કુલ લોનને લઈને પ્રશ્ન ઉભા કર્યા છે. તેમને કહ્યું, સરકાર જણાવે કે જેમ્સ ઈન્ડસ્ટ્રીને ટોટલ કેટલી લોન આપવામાં આવી છે... કેટલા એલઓયૂ આપવામાં આવ્યા છે. સિબ્બલે આ લોનથી દેશને મોટું નુકશાન થવાની આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે, આખા ડાયમંડ માર્કેટ કેપિટલ માત્ર 41 અરબ છે, જ્યારે ઈન્ડસ્ટ્રી પર 90 અરબનું દેવું છે. ખુબ જ મોટું નુકશાન થવાનું છે.

    જણાવી દઈએ કે, ડાયમંડ વ્યાપારી નીરવ મોદી અને તેમના મામા મેહુલ ચોકસી પર પંજાબ નેશનલ બેંક સાથે 11,400 કરોડ રૂપિયાનો ફ્રોડ કરવાનો આરોપ છે. આ બાબતે સીબીઆઈ અને ઈડીએ કેટલાક જગ્યાએ દરોડા પાડ્યા હતા. જ્યારે નીરવ મોદી આ બાબત સામે આવી ત્યારથી જ ફરાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ પરિવાર સાથે ન્યૂયોર્કની આલીશાન હોટલમાં રોકાયો છે. જ્યારે  ભારતીય વિદેશ મંત્રાલયે નીરવ મોદી અને મેહુલ ચોરસીના પાસપોર્ટ ચાર વીક માટે સસ્પેન્ડ કરી દીધા છે.
    Published by:Mujahid Tunvar
    First published: