PNB કૌભાંડ: CBIની પહેલી સફળતા, GM સ્તરનાં અધિકારીની ધરપકડ

આ મામલે બુધવારે જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. એક જનહિત અરજીમાં PNBનાં વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી અને નીરવ મોદીનાં પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી છે

આ મામલે બુધવારે જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. એક જનહિત અરજીમાં PNBનાં વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી અને નીરવ મોદીનાં પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી છે

  • Share this:
    મુંબઇ: પંજાબ નેશનલ બેંકમાં 11400 કરોડ રૂપિયાનો મહાકૌભાંડ કેસમાં CBIએ પંજાબ નેશનલ બેંકનાં જનરલ મેનેજર રેંકનાં એક અધિકારી રાજેશ જિંદલની ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ મંગળવારે રાત્રે થઇ હતી.  જિંંદલ ઓગષ્ટ 2009થી મે 2011 વચ્ચે મુંબઇમાં PNBની બ્રેન્ડી હાઉસ શાખામાં બ્રાન્ચ હેડ હતો.

    આજે જ થશે સુપ્રીમમાં સુનાવણી
    આ મામલે બુધવારે જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. એક જનહિત અરજીમાં PNBનાં વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી અને નીરવ મોદીનાં પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી છે. આ જનહિત અરજી વકિલ વિનીત ઢાંડાએ દાખલ કરી છે. તેણે અપીલ કરી છે કે 10 કરોડ રૂપિયાથી ઉપરનાં બેંક લોનની ગાઇડલાઇન બનાવવી જોઇએ.

    કૌભાડ કરનારો નીરવ મોદીને ભારતની તમામ તપાસ એન્જન્સીઓ શોધી રહી છએ. ભારતમાં CBI, EDથી માંડીને આવકવેરા વિભાગ નીરવ મોદીનાં ઠેકાણા પર સતત છાપા મારી રહી છે. બીજી તરફ નીરવ PNBથી લઇ તેનાં કર્મચારીઓને E-mail લખી રહ્યો છે પણ તપાસ એન્જન્સીનાં હથ્થે નથી ચડી રહ્યો.

    કર્મચારીઓને આપી પગારની બાહેધરી
    નીરવ મોદીએ જ્યારે તેનાં કર્મચારીઓને ઇ-મેઇલ લખ્યો છે તેણે તેના કર્મચારીઓને સાવધાન કર્યા છે અને તેમને કામ પર ન આવવા કહ્યું છે. નીરવ મોદીની ફરેમ સાથે જોડાયેલાં કર્મચારીઓએને મંગળવારે આ ઇમેલ મળ્યો હતો. જેમાં કર્મચારીઓને ઓફિસ ન આવવા કહેવામાં આવ્યું હતું સાથે જ તાકીદ આપવામાં આવી હતી કે કોઇ સાથે આ મામલે વાત ન કરે.

    આ સાથે જ નીરવે કર્મચારીઓને બાહેધરી આપી હતી કે, પગારને લઇને ચિંતિત ન થાય. તમામને વેતન મળશે. તેથી ચિંતા કરવાની જરૂર નથી. નીરવ મોદીની સંપત્તિ અને જ્વેલરી પણ હાલમાં જપ્તે કરી લેવામાં આવી છે. આ કારણે નીરવ મોદીએ કર્મચારીઓને ઓફિસ ન આવવાની સલાહ આપી છે.

    નથી થાય દેવું ચૂકતે
    આ પહેલા સોમવારે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકને લખેલો પત્ર સામે આવ્યો. આ પત્ર 15-16 જાન્યુઆરીએ લખાયો હતો. જેમાં નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકને લોનની રકમ ચૂકવવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. નીરવ મોદીએ PNBને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું હતું કે તેનાં ઉપર જેટલી મોટી રકમનો આરોપ લગાવવામાં આવ્યો છે તે વધારીને કહેવામાં આવી છે. પત્રમાં તેમ પણ લખ્યુ છે કે તેને 5000 કરોડથી ઓછી રકમનું દેવું છે. તેણે સ્પષ્ટ લખ્યુ છે કે આ ઘટનાક્રમથી તેની કંપનીની શાખને નુક્શાન થયુ છે. તેથી હવે તે આ દેવુ ચૂકવે તેવી સ્થિતિમાં નથી.
    Published by:Margi Pandya
    First published: