Home /News /national-international /

PNBનો નીરવ મોદીને પત્ર, 'દેવું ભરપાઈ કરવા ઠોસ પ્લાન સાથે આવો'

PNBનો નીરવ મોદીને પત્ર, 'દેવું ભરપાઈ કરવા ઠોસ પ્લાન સાથે આવો'

ઇ-મેઇલમાં અધિકારીએ વધુમાં લખ્યું છે કે, 'તમે તમારી બેંક પ્રત્યે બાકી નીકળતી રકમ નિર્ધારિત સમય મર્યાદામાં ચુકવી શક્યા નથી.

ઇ-મેઇલમાં અધિકારીએ વધુમાં લખ્યું છે કે, 'તમે તમારી બેંક પ્રત્યે બાકી નીકળતી રકમ નિર્ધારિત સમય મર્યાદામાં ચુકવી શક્યા નથી.

  નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકે આજે રૂ. 11,400 કરોડના ગોટાળના આરોપી નીરવ મોદીના ઇ-મેઇલનો જવાબ આપ્યો છે, જેમાં તેણે એવી હિન્ટ આપી હતી કે હવે તે બેંકના પૈસા ચુકવી શકે તેવી સ્થિતમાં નથી. બેંકે તેના જવાબમાં લખ્યું છે કે, લેટર ઓફ અન્ડરટેકિંગ (LoU) દ્વારા તેની બેંકને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે તે કોઈ ઠોસ અને જેનો અમલ કરી શકાય તેવા પ્લાન સાથે બેંકમાં આવે.

  પીએનબીએ કહ્યું હતું કે નીરવ મોદીના ઇ-મેઇલનો જવાબ આપી દેવામાં આવ્યો છે જેણે બેંકના થોડા કર્મચારીઓ સાથે મળીને બેંક સાથે 11, 400 કરોડની છેતરપિંડી કરી છે.

  પીએનબીના જનરલ મેનેજર (ઇન્ટરનેશનલ બેન્કિંગ ડિવિઝન) અશ્વિન વત્સે નીરવ મોદીને આપેલા જવાબમાં લખ્યું છે કે, 'તમે બેંકના અમુક અધિકારીઓ દ્વારા ખોટી રીતે તેમજ બિનઅનધિકૃત રીતે લેટર્સ ઓફ એન્ડરટેકિંમ મેળવી રહ્યા હતા. અમારી બેંક દ્વારા આવી સુવિધા તમારી ત્રણ ભાગીદાર પેઢીને આપવામાં આવી નથી.'

  ઇ-મેઇલમાં અધિકારીએ વધુમાં લખ્યું છે કે, 'તમે તમારી બેંક પ્રત્યે બાકી નીકળતી રકમ નિર્ધારિત સમય મર્યાદામાં ચુકવી શક્યા નથી. શું તમારી પાસે આ રકમ પરત કરવાનો કોઈ ઠોસ પ્લાન છે.'

  નોંધનીય છે કે નીરવ મોદીએ બેંકને લખેલા ઇ-મેઇલમાં કહ્યું હતું કે, બેંક દ્વારા તેની આ વાતને જાહેર કરી દેવામાં આવી છે. જેના કારણે તેનો બિઝનેસ પડી ભાંગ્યો છે. આથી તે બેંકને પોતાની બાકી રકમ ચુકવવા માટે અસર્મથ છે.

  નીરવ મોદીએ તમામ કર્મચારીઓને હટાવ્યા, કહ્યું- 'બીજી નોકરી શોધી લો'

  પીએનબી ફ્રોડના આરોપી નીરવ મોદીએ પોતાના તમામ કર્મચારીઓને હટાવી દીધા છે. CNBC TV18ને મળેલી માહિતા પ્રમાણે નીરવ મોદીએ પોતાના કર્મચારીઓને કહી દીધું છે કે તેઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં રિલીવિંગ લેટર લઈ લે. નીરવ મોદીએ પોતાના કર્મચારીઓને લખેલા એક ઇ-મેઇલમાં લખ્યું છે કે, 'તમે બીજી નોકરી શોધી લો. અમે તમારી બાકી રકમ ચુકવવા માટે સમર્થ નથી.' નીરવે એવું પણ લખ્યું છે કે તેઓ દેશભરમાં આવેલા તેના શૌરૂમ્સ બંધ કરી રહ્યા છે.

  પીએનબી સ્કેમમાં બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે, 'તેમના અસીલ ભારત પરત ફરશે. પરંતુ એ માટે જરૂર છે કે તેમને વિશ્વાસ અપાવવામાં આવે કે કેસની યોગ્ય રીતે તપાસ થશે.'

  આર્થિક ગુનાઓના કેસના નિષ્ણાત એડ્વોકેટ વિજય અગ્રવાલે કહ્યું કે, 'તેમને (નીરવ મોદી)' તપાસ પ્રક્રિયા પર શંકા છે. આ કેસમાં અમુક લોકોની કોઈ કારણ વગર ધરપકડ કરવામાં આવી છે. નીરવ મોદી એ શરત પર જ ભારત આવશે કે સરકાર તેમને પૂરો વિશ્વાસ અપાવે કે આખા કેસની તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવશે. હાલમાં તેઓ ભારતમાં નથી.'

  તેમણે કહ્યું, 'દરેક વ્યક્તિ પોતાની જાતને બચાવે છે. તેઓ પણ એ જ કરી રહ્યા છે. હું સતત તેમના સંપર્કમાં છું. ચાર્જશીટમાં માલુમ પડી જશે કે આખરે આ આખો મામલો શું છે.'

  વિજય અગ્રવાલે વધુમાં કહ્યું કે, 'સીબીઆઈએ અનેક કેસની તપાસ કરી છે. બાદમાં શું થયું? બોફોર્સ અને 2જીના દાખલા તમારી સામે જ છે. જો તપાસ એજન્સી બધુ સીઝ કરે દેશે તો નીરવ મોદી પંજાબ નેશનલ બેંકને શું જવાબ આપશે? કર્મચારીઓનો પગાર ક્યાંથી થશે?'

  નોંધનીય છે કે પીએનબી સ્કેમને લઈને વિનીત ઢાંડી નામના એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે. આ અંગે બુધવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન નીરવ મોદીના પક્ષે સ્વતંત્ર તપાસની માગણી કરી હતી, જેનો કેન્દ્ર સરકારે વિરોધ કર્યો હતો. કોર્ટે આ કેસની વધુ સુનાવણી 10મી તારીખ પર મુલતવી રાખી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Email, Letter, Nirav Modi, PNB

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन