Home /News /national-international /

PNB સ્કેમઃ નીરવ મોદીની કંપની પાસેથી ઋણ વસૂલાત પર US કોર્ટનો સ્ટે

PNB સ્કેમઃ નીરવ મોદીની કંપની પાસેથી ઋણ વસૂલાત પર US કોર્ટનો સ્ટે

નીરવ મોદી (ફાઈલ તસવીર)

નીરવ મોદી અને તેના મામા મેહૂલ ચોકસી અને તેની સાથે જોડાયેલી કંપનીઓ પર પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 12,717 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.

    પંજાબન નેશનલ બેંક સાથે રૂ. 12 હજાર કરોડથી વધારે લોન ફ્રોડના આરોપી નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડ પાસેથી બાકી રકમની વસૂલાત પર અમેરિકાની એક કોર્ટે વચગાળાનો બેન મૂકી દીધો છે.

    હકીકતમાં નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડે નાદારીના કાયદા અંતર્ગત રક્ષણ માટે ન્યૂયોર્કની એક કોર્ટમાં ચેપ્ટર-11 અરજી દાખલ કરી હતી, જેના પર જજ સોન એચ લેને સુનાવણી કરી હતી. અમેરિકાની કોર્ટે કહ્યું કે, આ અંગે અરજી મંજૂર થતાની સાથે જ બાકી રકમની વસૂલાત પર આપો આપ બેન લાગી જાય છે.

    કોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા બે પાનાના આદેશમાં કહેવામાં આવ્યું છે, 'આનો મતલબ એવો થાય છે કે હવે ઋણ આપનાર લોકો વસૂલાત માટે દેવાદાર કે તેની કંપની સામે કોઈ કાર્યવાહી નહીં કરી શકે.'

    આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'ઉદાહરણ તરીકે, જ્યાં સુધી આ સ્ટે લાગૂ છે ત્યાં સુધી લોન આપનાર પોતાના દેવાદાર પાસેથી વસૂલાત માટે ન તો કોઈ કેસ કરી શકે છે, ન તો તેની સંપત્તિ જપ્ત કરી શકે છે. આ આદેશની અવગણના કરનારે દંડની સાથે વકીલની ફી પણ આપવી પડશે.'

    નોંધનીય છે કે, નીરવ મોદી અને તેના મામા મેહૂલ ચોકસી અને તેની સાથે જોડાયેલી કંપનીઓ પર પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 12,717 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. કંપનીની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે તેનો બિઝનેસ અમેરિકા, યૂરોપ, પશ્ચિમ એશિયા અને ભારત સહિત અનેક દેશમાં ફેલાયેલો છે. તેમણે તેની વર્તમાન સ્થિતિ અંગે રોકડ અને સપ્લાય ચેનમાં ગરબડને જવાબદાર ગણાવી હતી. કોર્ટમાં દાખલ દસ્તાવેજના જણાવ્યા પ્રમાણે કંપનીએ 10 કરોડ ડોલરની અસ્કયામતો અને દેવાનો ઉલ્લેખ કર્યો છે.

    વાંચોઃ  નીરવ મોદીએ PNBને લખ્યો પત્ર, રૂ. 2250 કરોડ ચૂકવવાની કરી ઓફરઃ રિપોર્ટ
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Nirav Modi

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन