Home /News /national-international /બ્રિટનમાં છે PNB કૌભાંડનો આરોપી નીરવ મોદી: સીબીઆઈ

બ્રિટનમાં છે PNB કૌભાંડનો આરોપી નીરવ મોદી: સીબીઆઈ

    બ્રિટને પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર નિરવ મોદી સાથે સંકળાયેલી માહિતી વિશે CBIને તપાસ કરી છે. બ્રિટનમાં પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી સામેલ હોવાની પુષ્ટિ થઈ છે. સીબીઆઈએ જણાવ્યું છે કે અમે પ્રત્યાર્પણ માટેની વિનંતી મોકલી છે. રાજસ્થાનના અલવરમાં અકબર ઉર્ફે રકબર સાે મારપીટ અને મોતના મામલામાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

    ઉલ્લેખનીય છે કે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે તે બ્રિટનમાં રાજકીય આશ્રય લેવાની કોશિશમાં લાગેલો છે. નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ દ્વારા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકને 13 હજાર ચારસો કરોડથી વધુની રકમનો ચુનો લગાવ્યો છે. આ ગોટાળામાં નીરવ મોદી સિવાય મેહુલ ચોક્સીની પણ મહત્વની ભૂમિકા છે.

    સીબીઆઈએ 14મી મેના રોજ મુંબઈની સીબીઆઈ કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 13 હજાર 400 કરોડ રૂપિયાના ગોટાળામાં મુખ્ય આરોપી નીરવ મોદી સિવાય 24 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટના સીઈઓ ઉષા અનંતસુબ્રમણ્યમનું નામ પણ સામેલ હતા.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: BRITAIN, Nirav Modi, PNB fraud, સીબીઆઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन