Home /News /national-international /

બેંક કૌભાડમાં ભાગેડુ નિરવ મોદીની 255 કરોડની સંપત્તિ જપ્ત

બેંક કૌભાડમાં ભાગેડુ નિરવ મોદીની 255 કરોડની સંપત્તિ જપ્ત

બેંક કૌભાંડી ભાગેડુ નીરવ મોદી

અત્યાર સુંધી ભારતની તપાસ એજન્સીઓ દ્વારા નિરવ મોદીની કુલ રૂ 4,744 કરોડની સંપતિ ટાંચમાં લીધી છે

  બેંક કૌભાંડમાં ભાગેડું એવા નિરવ મોદીની રૂ 255 કરોડની સંપત્તિ હોંગ કોંગમાં જપ્ત કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિરવ મોદી હિરા-ઝવેરાતનો વેપારી છે અને હાલ તે ભાગેડું છે.

  ઇડીના સુત્રોના જણાવ્યા અનુસાર, નિરવ મોદીની પ્રિવેન્શન ઓફ મની લોંન્ડરીંગ એક્ટ હેઠળ આ સંપતિને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો હતો.

  ઇડીએ જણાવ્યું છે કે, આ જ્વેલરીને નિરવ મોદીએ દુબઇથી હોંગકોંગ મોકલી હતી. નિરવ મોદી સામે કેસ દાખલ કર્યા બાદ તેણે આ કિંમતી જ્વેલરી હોંગકોંગ લઇ ગયો હતો.

  આ કિંમતી ઝવેરાત લોજિસ્ટીક્સ વોલ્ટમાં તેણે સંતાડીને રાખી હતી. જો કે, નિરવ મોદી સામે ચાલી રહેલી તપાસ દરમિયાન આ વિગતો સામે આવી હતી અને અંતે આ તમામ ઝેવરાતને ટાંચમાં લેવામાં આવી છે. ટાંચમાં લીધેલી સંપતિની અંદાજિત કિંમત 255 કરોડ થાય છે.

  કૌંભાડી નિરવ મોદી સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરી

  અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુંધી ભારતની તપાસ એજન્સીઓ દ્વારા નિરવ મોદીની કુલ રૂ 4,744 કરોડની સંપતિ ટાંચમાં લીધી છે. ભારત દેશનાં સૌથી મોટા બેંક કૌભાંડમાં નિરવ મોદી ભાગેડું છે અને ઇન્ટરપોલ દ્વારા પણ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. તે હાલ ઇંગ્લેડમાં છુપાયો હોવાની આશંકા છે.
  નિરવ મોદીના કાકા મેહુલ ચોક્સી પણ બેંક કૌભાડમાં ભાગેડુ છે અને તેમના સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.

  PNB કૌભાંડઃ નિરવ મોદી સામે હોંગકોંગ હાઇકોર્ટમાં અપીલ કરશે બેંક
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Hong kong, Nirav Modi, PNB fraud, ઇડી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन