PNB કૌભાંડ : EDએ જપ્ત કરી નીરવ મોદીની 5100 કરોડની મિલકત

 • Share this:
  દેશની સૌથી મોટો બેન્કિંગ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. ગુરૂવારે નીરવ મોદીના વિભિન્ન ઠેકાણે દરોડા પાડીને EDએ 51,00 કરોડ રૂપિયાના મૂલ્યના હિરા, આભૂષણ અને સોનું જપ્ત કર્યાં છે. પંજાબ નેશનલ બેંકમાં 11,300 રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યા બાદ EDએ અરબપતિ હિરા વ્યપારી નીરવ મોદીની ઓફિસો, શોરૂમ અને વર્કશોપ પર રેડ પાડી હતી. આભૂષણો ઉપરાંત અહીથી મળેલા કેટલાક રેકોર્ડને પણ આગળની તપાસ માટે જપ્ત કર્યાં છે. તે ઉપરાંત 3.9 કરોડ રૂપિયાના બેંક ખાતા અને ફિક્સડ ડિપોઝીટ પણ ફ્રિઝ કરવામાં આવ્યા છે.

  EDના એક અધિકારીએ નામ ન છાપવાની શર્ત પર જણાવ્યું કે, એજેન્સીએ મોદી અને અન્ય આરોપીઓની મુંબઈમાં 5 સંપતિઓ સીલ કરી છે. હવે નિદેશાલયે મોદીના પાસપોર્ટને પણ રદ્દ કરવા માટે વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કર્યો છે.

  પીએનબી કૌભાંડ મામલે અનેક જાણકારી સામે આવી રહી છે. ઈડીના સૂત્રોએ CNBC-TV18ને જણાવ્યું હતું કે, અનધિકૃત ટ્રાન્ઝેક્શનના આ કેસમાં પંજાબ નેશનલ બેંક સિવાય અન્ય બેંકો પણ સામેલ છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે આ કૌભાંડમાં યૂનિયન બેંક, એક્સિસ બેંક, અલાહાબાદ બેંક અને અનેક ઓવરસીસ બેંકો સામેલ છે. આનાથી અંદાજ લગાવી શકાય છે કે આ કૌભાંડ ફક્ત 11 હજાર કરોડ સુધી સિમિત નથી પરંતુ આ કૌભાંડની રકમનો આંકડો ખૂબ મોટો છે. નાણા મંત્રીએ આ અંગે ઈડી પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

  ઈડીના સૂત્રોએ CNBC-TV18ને જણાવ્યું હતું કે, યૂનિયન બેંકે 2300 કરોડ અને અલાહાબાદ બેંકે 2000 કરોડની લોન આપી છે. નીરવ મોદી અને તેના સહાયકોને આ લોન આપવામાં આવી છે. એવું પણ સામે આવ્યું છે કે નીરવ મોદીએ અનેક શેલ કંપનીઓ દ્વારા આ લોની લીધી છે.

  સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, પીએનબીએ કોઈ પણ ગેરંટી વગર નીરવ મોદીને લોન આપી હતી. બેંકના અનેક અધિકારીઓ નીરવ મોદીના સહાયકોના સંપર્કમાં હતા.

  ઈડીએ જપ્ત કરેલી જ્વેલરી


  નીરવ મોદીના 12 ઠેકાણે દરોડા

  પંજાબ નેશનલ બેંક (PNB)માં આશરે 1.77 અબજ ડોલર એટલે કે 11,330 કરોડ રૂપિયાના ગોટાળામાં આરોપી રહેલા નીરવ મોદીના 12 ઠેકાણા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા કર્યા છે. આ દરોડાઓ દરમિયાન નીરવ મોદીની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી હતી.

  મુંબઈ સ્થિત તેમના ઘરે પણ ઈડીની ટીમ પહોંચી ગઈ હતી. નીરવ મોદીના ઘર અને ઓફિસમાં પણ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઇડીએ નીરવ મોદી વિરુદ્ધ મની લોન્ડ્રિંગ અને 280 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.

  ઇડીની ટીમે નીરવ મોદીના ઘર, શોરૂમ્સ અને ઓફિસમાં રેડ પાડીને 5100 કરોડની સંપતિને ટાંચમાં લઈ લીધી છે. ટીમ વિવિધ ડોક્યુમેન્ટ્સની તપાસ કરી રહી છે. ઈડીએ આ કેસ મહિનાની શરૂઆતમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા પ્રાથમિક રિપોર્ટના આધારે દાખલ કર્યો છે.

  કોણ છે નીરવ મોદી?

  આ કૌભાંડના આરોપી 48 વર્ષીય મોદી પ્રસુદ્ધ હીરા વેપારી છે. અમેરિકાની વિખ્યાત વાર્ટન સ્કૂલના ડ્રોપઆઉટ મોદીની જ્વેલરી બ્રાન્ડ એટલી પ્રસિદ્ધ છે કે તેના બળે ફોર્બ્સના ભારતીય ધનપતિઓની 2017ની યાદીમાં તેઓ 84માં નંબર પર પહોંચી ગયા હતા. તેઓ 1.73 અબજ ડોલર એટલે કે 110 અબજ રૂપિયાના માલિક છે. તેની કંપનીની આવક 2.3 અબજ ડોલર એટલે કે લગભગ 149 અબજ રૂપિયા છે.
  Published by:Mujahid Tunvar
  First published: