Ujjwala Scheme 2.0: પીએમ મોદીએ ઉજ્જવલા યોજનાના બીજા ચરણને લૉન્ચ કર્યું, એક કરોડ નવા લોકોને મળશે ફ્રી ગેસ સિલિન્ડર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઉજ્જવલા યોજનાએ દેશના જેટલા લોકો, જેટલી મહિલાઓના જીવનને રોશન કર્યા છે, તે અભૂતપૂર્વ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઉજ્જવલા યોજનાએ દેશના જેટલા લોકો, જેટલી મહિલાઓના જીવનને રોશન કર્યા છે, તે અભૂતપૂર્વ છે

  • Share this:
    નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મંગળવારે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મહોલામાં ગરીબી રેખા નીચે (BPL) રહેતા લાભાર્થીઓની વચ્ચે એલપીજીનું કનેક્શન (New LPG Connection) વિતરિત કરી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બીજા ચરણ (Ujjwala Scheme 2.0)ની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ આ અવસર પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા.

    આ દરમિયાન વડાપ્રધાને ઉત્તરાખંડના દેહરાદૂનની બુંદી દેવી સાથે વાતચીત કરી. બૂંદી દેવીએ જણાવ્યું કે કેવી રીતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાએ તેમના જીવનને બદલી દીધું છે. સંવાદ બાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ઉજ્જવલા યોજનાએ દેશના જેટલા લોકો, જેટલી મહિલાઓના જીવનને રોશન કર્યા છે, તે અભૂતપૂર્વ છે. આ યોજના 2016માં ઉત્તર પ્રદેશના બલિયાથી, આઝાદીની લડાઈના અગ્રદૂત મંગલ પાંડેની ધરતી પરથી શરૂ કરવામાં આવી હતી. આજે ઉજ્જવલા યોજનાના બીજા સંસ્કરણની શરૂઆત પણ ઉત્તર પ્રદેશના મહોબાની વીરભૂમિથી કરવામાં આવી રહી છે.

    પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી અને તે સમયે પાંચ કરોડ બીપીએલ પરિવારોની મહિલા સભ્યોને એલપીજી કનેક્શન આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. વર્ષ 2018માં આ યોજનાના વ્યાપમાં દલિત, આદિવાસી, ચાના બગીચામાં કામ કરતી, અતિ પછાત વર્ગ સહિત વિવિધ શ્રેણીઓની મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. તેને ધ્યાને લઈ આઠ કરોડ મહિલાઓને એલપીજી કનેક્શન આપવાનો નવો ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. આ ટાર્ગેટને 2019માં પૂરો કરી દેવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો, સુપ્રીમ કોર્ટનો આદેશ- ઉમેદવારની જાહેરાતના 48 કલાકની અંદર આપવી પડશે ક્રિમિનલ કેસોની જાણકારી

    આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ વધારાના એક કરોડ એલપીજી કનેક્શન આપવાની ઘોષણા કરવામાં આવી હતી. પહેલા ચરણમાં આ સુવિધાથી વંચિત રહી જનારા લોકોને બીજા ચરણમાં મફતમાં એલપીજી કનેક્શન આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ ચરણમાં લાભાર્થીઓને પહેલું રિફિલ મફતમાં ઉપલબ્ધ કરાવવાની સાથોસાથ સગડી પણ મફતમાં આપવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ જણાવ્યું કે, તેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માં ખૂબ જ ઓછા દસ્તાવેજોની જરૂર પડશે અને તેમાં પ્રવાસીઓ માટે રાશન કાર્ડ કે નિવાસ પ્રમાણ પત્ર આપવું ફરજિયાત નહીં રહે.
    Published by:Mrunal Bhojak
    First published: