Home /News /national-international /

PMtoNews18: PM મોદીએ જણાવી પોતાની જાતિ, વિપક્ષને આપ્યો આ જવાબ

PMtoNews18: PM મોદીએ જણાવી પોતાની જાતિ, વિપક્ષને આપ્યો આ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતમાં મારી જાતિ નથી પૂછવામાં આવી

    ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટનાની પાસે પાટલિપુત્રમાં News18India સાથેની ખાસ વાતચીતમાં તેમની જાતિ પર થઈ રહેલા હુમલા પર ખુલીને જવાબ આપ્યો છે. News18Indiaના પોલિટિકલ એડિટર અમિતાભ સિન્હા અને ગ્રુપ કન્સ્લટિંગ એડિટર બ્રજેશ કુમાર સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે હું ગરીબની જાતિથી છું અને દરેક ગરીબ મારી જાતિનો છે. પીએમે કહ્યું કે ગુજરાતમાં મારી જાતિ નથી પૂછવામાં આવી, ત્યાં કોઈને મારી જાતિ વિશે ખબર નથી.

    મોદીએ વધુમાં કહ્યું કે મારે જાતિ સાથે કોઈ લેવા-દેવા નથી. મારી જાતિ ગરીબની જાતિ છે, હું દરેક ગરીબની જાતિનો છું અને દરેક ગરીબ પણ મારી જાતિનો છે. મોદીએ કહ્યું કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગરીબોની આ સ્થિતિ જોઈને મને ખૂબ દુ:ખ થાય છે.

    આ પણ વાંચો, જે લોકો લોકતંત્રમાં વિશ્વાસ રાખે છે તેમનું મૌન ખૂબ ચિંતાજનક- બંગાળ હિંસા પર મોદી

    કોંગ્રેસ પર નિશાન સાધતાં તેઓએ કહ્યું કે તેમના 10 વર્ષના કાર્યકાળમાં 25 લાખ ઘર બને છે જ્યારે મારા 5 વર્ષના કાર્યકાળમાં દોઢ કરોડ ઘર બને છે. જો આ જ કામ પહેલા થયું હોત તો ગરીબની આજે આ સ્થિતિ ન હોત. જો આ બધું પહેલા થયું હોત તો મને શૌચાલય બનાવવાની જરૂર ન ઊભી થતી. આ તમામ કામ આઝાદી બાદ શરૂઆતના 25 વર્ષોમાં થઈ જવા જોઈતા હતા પરંતુ ગામ સુધી રસ્તો પહોંચાડવાની મહેનત પણ મારે કરવી પડી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Caste, Lok sabha election 2019, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन