ન્યૂઝ18ને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની હિંસા પર કરવામાં આવેલા સવાલનો જવાબ આપતા કહ્યું કે દેશમાં જે લોકો લોકતંત્રમાં વિશ્વાસ રાખે છે અને ન્યૂટ્રલ છે તેમનું મૌન ખૂબ ચિંતાજનક છે કારણ કે આ સમગ્ર કાર્યકાળમાં મોદી પ્રત્યે નફરતના કારણે બાકી બધી બાબતો માફ કરી દેવાનો જે પદ્ધતિ બની છે તેણે દેશને ઘણું નુકસાન કર્યું છે. પીએમે કહ્યું કે, હિંસા આતંકવાદની વાત હોય તો કાશ્મીરનું નામ આવે છે. પરંતુ તે કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી થઈ 30 હજારથી વધુ લોકો મેદાનમાં હતા. એક પણ પોલિંગ બૂથ પર હિંસાની ઘટના નથી બની.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, તે જ કાર્યકાળમાં બંગાળમાં પંચાયત ચૂંટણીમાં અનેક લોકો માર્યા ગયા, જે જીતી ગયા તેમના ઘર બાળી દેવામાં આવ્યા. તેમને ઝારખંડ કે અન્ય રાજ્યોમાં જઈને 3-3 મહિના છુપાઈને રહેવું પડ્યું. તેમનો ગુનો માત્ર એ હતો કે તેઓ જીતીને આવ્યા હતા.
વડાપ્રધાને કહ્યું કે તે સમયે લોકતંત્રની વાત કરનારા લોકો બિલકુલ ચૂપ રહ્યા, બીજેપી અવાજ ઉઠાવતી રહી, બીજી તરફ કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટી પણ અવાજ ઉઠાવત રહી. સંસદમાં પણ કોંગ્રેસ, બીજેપી, લેફ્ટ સૌએ અવાજ ઉઠાવ્યો પરંતુ જે લોકો પોતાને ન્યૂટ્રલ કહે છે તેઓ ચૂપ રહ્યા તેનાથી તેમને બળ મળે છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ચૂંટણી પહેલા બીજેપીના મુખ્યમંત્રી ગયા તો તેમનું હેલિકોપ્ટરને પણ લેન્ડ કરવા ન દીધું. છેલ્લી ઘડીએ સભા કેન્સલ કરી દેવામાં આવે. બે દિવસ પહેલા પણ સભા કેન્સલ કરી દીધી હતી, રાત્રે 9 વાગ્યે મંજૂરી મળી. તે બે દિવસ પહેલા અભિતભાઈ શાહની સભા કેન્સલ કીર દીધી તો આ સમગ્રપણે બિનબંધારણીય છે.
તેનું કારણ એ છે કે તેમને બીજેપી, કોંગ્રેસ કે લેફ્ટનો ભય નથી, મમતાજીને સ્પેશલી અને ટીએમસીને બંગાળની જનતાની તાકાતનો ભય છે. તેમને લાગે છે કે જો બંગાળની જનતા આ સત્યની સાથે નક્કી કરીને નીકળી પડી તો તેમનું ભવિષ્ય વિખેરાઈ જશે. તેથી બંગાળ સરકાર, ટીએમસી પાર્ટી, ટીએમસીના ગુંડા આ ત્રણેયની જુગલબંધી છે, તેમની જનતાની વિરુદ્ધ લડાઈ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર