લદાખમાં LAC પર 'ઘૂસણખોરી ન થઈ' હોવાના PMના નિવેદન પર વડાપ્રધાન કાર્યાલયની સ્પષ્ટતા

News18 Gujarati
Updated: June 20, 2020, 3:11 PM IST
લદાખમાં LAC પર 'ઘૂસણખોરી ન થઈ' હોવાના PMના નિવેદન પર વડાપ્રધાન કાર્યાલયની સ્પષ્ટતા
વડાપ્રધાન મોદી.

પીએમઓએ કહ્યુ કે 'સૈનિકોના બલિદાને માળખાનું નિર્માણ અને 15 જૂનના રોજ ગલવાનમાં અતિક્રમણના ચીનના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધું છે.'

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન કાર્યાલય (PMO)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની એ ટિપ્પણી પર સ્પષ્ટતા કરી છે કે, "કોઈ પણ ભારતીય ક્ષેત્રમાં નથી ઘૂસ્યો અને ન તો ભારતીય ચોકી પર કોઈએ કબજો કર્યો છે." વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'વડાપ્રધાન મોદીની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય સીમા તરફ ચીનની સેનાની હાજર ન હોવા અંગેની ટિપ્પણી સશસ્ત્ર દળોની વીરતા પછીની હાલત સાથે જોડાયેલી છે.' પીએમઓએ કહ્યુ કે 'સૈનિકોના બલિદાને માળખાનું નિર્માણ અને 15 જૂનના રોજ ગલવાનમાં અતિક્રમણના ચીનના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધું છે.'

વડાપ્રધાન કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી ગલવાનમાં 15મી જૂનના રોજ જે ઘટના થઈ તેના પર કેન્દ્રીત હતી. આ હુમલામાં 20 સૈનિકોએ જીવ ગુમાવવો પડ્યો છે. વડાપ્રધાને આપણા સશસ્ત્ર દળોની વીરતા અને દેશભક્તિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમણે ત્યાં હાજર ચીનના દાવાને રદ કરી નાખ્યો. વડાપ્રધાન મોદીની ટિપ્પણી એ સંદર્ભમાં હતી કે આપણા સશસ્ત્ર દળોની બહાદુરી પછી એલએસી પર આપણી સીમાની અંદર એક પણ ચીની સૈનિકની હાજરી ન હતી.'

'ભારતીય વિસ્તાર કેટલો છે તે ભારતના નકશામાં સ્પષ્ટ છે'

વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્વક છે કે એવા સમયે વડાપ્રધાન મોદીની ટિપ્પણી પર બિનજરૂરી વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે જ્યારે આપણા સૈનિકો સરહદોની રક્ષા કરી રહ્યા છે.'

આ પણ વાંચો :  ચીનની સુંદર મહિલા જેણે નેપાળને નવા નક્શા માટે ઉશ્કેર્યું

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય વિસ્તાર કેટલો છે તે ભારતના નકશામાં સ્પષ્ટ છે. જેના પ્રત્યે સરકાર દ્રઢતાથી સંકલ્પબદ્ધ છે. અમુક ગેરકાયદે કબજા અંગે સર્વપક્ષીય બેઠકમાં વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી કે કેવી રીતે 60 વર્ષમાં 43,000 વર્ગ કિલોમીટરથી વધારે કબજો કેવી પરિસ્થિતિમાં કરવામાં આવ્યો છે, આ અંગે દેશ સારી રીતે જાણે છે. એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે સરકાર એલએસીમાં એકતરફી પરિવર્તનને મંજૂરી નહીં આપે."

પીએમઓએ કહ્યુ કે,"સર્વદળીય બેઠકમાં રાષ્ટ્રીય સંકટના સમયમાં સરકાર અને સશસ્ત્ર દળો પ્રત્યે ખૂબ સમર્થન મળ્યું છે. અમને વિશ્વાસ છે કે પ્રોપગેન્ડા દ્વારા ભારતીય લોકોની એકતાને ઓછી આંકવાનો પ્રયાસ નહીં કરવામાં આવે."

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહે શેર કર્યો વીડિયો, કહ્યુ- બહાદુર સૈનિકના પિતાએ રાહુલ ગાંધીને સ્પષ્ટ સંદેશ આપ્યો
First published: June 20, 2020, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading