સ્પેશ્યલ કોર્ટે વિજય માલ્યાને મોકલી નોટિસ, હાજર નહી થાય તો લાગશે 'ભાગેડૂ'નો ટેગ

News18 Gujarati
Updated: June 30, 2018, 11:21 PM IST
સ્પેશ્યલ કોર્ટે વિજય માલ્યાને મોકલી નોટિસ, હાજર નહી થાય તો લાગશે 'ભાગેડૂ'નો ટેગ

  • Share this:
મુંબઈની એક વિશેષ પીએમએલએ કોર્ટે વિજય માલ્યાને નોટિસ મોકલી છે. કોર્ટે વિજય માલ્યાને 27 ઓગસ્ટ સુધી કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. આનાથી પહેલા પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી હતી કે નવા કાયદા હેઠળ માલ્યાને ભાગેડૂ જાહેર કરવામાં આવે સાથે જ તેની પ્રોપર્ટી જપ્ત કરવાનો આદેશ આપવામાં આવે. કોર્ટે ઈડીની અરજીને મંજૂર કરીને તેને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ વિજય માલ્યાને ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર કરાવવા અને તેની 12,500 કરોડની સંપત્તિને જપ્ત કરવા માટે કોર્ટમાં અપિલ કરી હતી. અધિકારીઓને કહ્યું કે, ઈડીએ હાલમાં જ અમલમાં આવેલ ભાગેડૂ આર્થિક અપરાધી વટહુકમ હેઠળ મુંબઈની વિશેષ અદાલતમાં અરજી કરી છે.

આ વટહુકમ દેવું ભરપાઈ નહી કરનાર ભાગેડૂની બધી જ સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર આપે છે. ઈડીએ વિજય માલ્યાની સંપત્તિને જપ્ત કરવાની માંગ કરી છે. આમાં તે સંપત્તિનું પણ સામેલ છે, જેના પર માલ્યાનો પરોક્ષ રૂપે નિયંત્રણ છે.

ઈડીએ અરજીમાં કહ્યું છે કે, આ સંપત્તિનું આશરે મૂલ્ય લગભગ 12,500 કરોડ રૂપિયા છે. આમાંથી સ્થાવર સંપતિ અને શેર જેવી સંપતિઓ પણ સામેલ છે. આ નિર્ણય 9 હજાર કરોડ રૂપિયાથી વધારે બે બેંક લોનની રાશિની હેર-ફેર કરવાની બાબતે ઉઠાવવામાં આવ્યો છે. આ બે બેંક લોનમાં આઈડીબીઆઈ બેંક અને ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીવાળા બેંક સમૂહ સામેલ છે.

ઈડીએ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ પહેલા દાખલ કરેલ બે ચાર્જશીટમાં રજૂ કરેલા પૂરાવાઓના આધાર પર માલ્યાને ભાગેડૂ અપરાધી જાહેર કરવાની અદાલત પાસે માંગ કરી છે. માલ્યાએ મની લોન્ડ્રિંગ કાયદા હેઠળ તેના વિરૂદ્ધ લગાવેલ આરોપોને લંડનની અદાલતમાં પડકાર્યા છે.

ભારત વિજય માલ્યાને પરત લાવવાની કોશિશ કરી રહ્યું છે. પીએમએલએ હેઠળ વર્તમાન કાયદાની પ્રક્રિયા અનુસાર, ઈડીના મામલાની સુનાવણી ખત્મ થયા બાદ જ સંપત્તિ પર જપ્ત કરી શકાય છે, જેમાં સામાન્ય રીતે ઘણા બધા વર્ષો લાગી જાય છે.વટહુકમ પર અમલ કરવા માટે અધિકૃત ઈડીએ આના હેઠળ આ પહેલી અરજી દાખલ કરી છે. એજેન્સી ઝડપી, ભાગેડૂ ડાયમંડ વેપારી નીરવ મોદી, મેહુલ ચોકસી સહિત અન્ય મોટા બેંક લોન ડિફોલ્ડર વિરૂદ્ધ પણ આવા પગલાઓ ભરવાની છે.
First published: June 30, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading