PMC Scam: બેંકમાં ફસાયા 90 લાખ રૂપિયા, ખાતાધારકનું હાર્ટ અટેકથી મોત

News18 Gujarati
Updated: October 15, 2019, 11:51 AM IST
PMC Scam: બેંકમાં ફસાયા 90 લાખ રૂપિયા, ખાતાધારકનું હાર્ટ અટેકથી મોત
સંજય ગુલાટીના પરિવારે જણાવ્યું કે, તેમને વેપાર માટે રૂપિયાની જરૂર હતી અને તેને કારણે તેઓ અનેક દિવસોથી પરેશાન રહેતા હતા. (ફાઇલ તસવીર)

સંજય ગુલાટીના પરિવારે જણાવ્યું કે, તેમને વેપાર માટે રૂપિયાની જરૂર હતી અને તેને કારણે તેઓ અનેક દિવસોથી પરેશાન રહેતા હતા.

  • Share this:
મુંબઈ : પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (PMC) ગોટાળા (Scam) બાદ પીડિત ખાતાધારકોના પરેશાન થવા કે પછી પોતાના ઘરેણાં વેચીને ઘર ચલાવવાના અહેવાલો સામે આવી રહ્યા હતા. પરંતુ હવે એક ખાતાધારકને હૃદયરોગનો હુમલો (Heart Attack) થવાથી મોથ થયું છે. મૃતકની ઓળખ 51 વર્ષીય સંજય ગુલાટી (Sanjay Gulati) તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, સંજયના ખાતામાં 90 લાખ રૂપિયા જમા હતા.

મળતી જાણકારી મુજબ, સંજય સોમવારે રોકાણકારોની સાથે એક રેલીમાં સામેલ થયા હતા, જ્યાં તેઓએ રોકાણકારોને પોતાના પૈસા માટે રડતાં, દુ:ખ વ્યક્ત કરતાં જોયા. લોકોની આ સ્થિતિ જોયા બાદ જ્યારે તેઓ ઘરે પરત આવ્યો તો ઘણા બેચેન હતા, જેના થોડા સમય બાદ તેમનું મોત થયું.

સંજય ગુલાટી ઉપરાંત તેમના 80 વર્ષીય પિતા સીએલ ગુલાટી, 75 વર્ષીય માતા વર્ષા ગુલાટી તથા 46 વર્ષીયફ પત્ની બિન્દુ ગુલાટીના બેંક એકાઉન્ટ પણ પીએમસી બેંકમાં હતા. પરિવારે જણાવ્યું કે, સંજય ગુલાટીને વેપાર માટે રૂપિયાની જરૂર હતી અને તેના કારણે તેઓ અનેક દિવસોથી પરેશાન રહેતા હતા. તેમને વધુ નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હતો અને તેને કારણે તેઓ હતાશ હતા. સોમવાર રાત્રે તેમને હૃદયરોગનો હુમલો થતાં મોત થયું. તેમના પરિવારે કહ્યુ કે તેમના મોત માટે સંપૂર્ણપણે પીએમસી બેંક જવાબદાર છે.


Loading...

એક દિવસ પહેલા જ આરબીઆઈએ વધારી હતી લિમિટ

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકના ખાતાધારકોને સોમવારે થોડીક રાહત આપી હતી. આરબીઆઈએ પીએમસી બેંકના પૈસા ઉપાડવાની મર્યાદા 25,000થી વધારીને 40,000 રૂપિયા કરી દીધી હતી. નોંધનીય છે કે, આ ત્રીજી વાર છે કે જ્યારે આરબીઆઈએ પીએમસી બેંકથી પૈસા ઉપાડવાની મર્યાદાને વધારી છે.

રિઝર્વ બેંકે 3 ઑક્ટોબરે પીએમસી બેંકના ગ્રાહકો માટે રોકડ ઉપાડવાની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરી દીધી હતી. હાલ આ બેંકના ગ્રાહક પોતાના ખાતાથી 40,000 રૂપિયા સુધી ઉપાડી શકે છે, જ્યારે પહેલા તે 25,000 રૂપિયા જ ઉપાડી શકતા હતા. એક વરિષ્ઠ અધિકારી મુજબ, ડિપોઝિટર્સના હિત અને બેંકનું રિવાઇવલ પહેલી પ્રાથમિકતા છે.

આ પણ વાંચો,

SBIએ 220 ડિફૉલ્ટરોનું રૂપિયા 76,600 કરોડનું દેવું માંડી વાળ્યું, RTIમાં ખુલાસો થયો
ઝટકો! મૂડિઝે ભારતના ગ્રૉથ રેટનું અનુમાન ઘટાડી 5.8 ટકા કર્યું
First published: October 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...