PM મોદીએ ડ્રોન દ્વારા દેશમાં ચાલી રહેલા ‘લાઇટ હાઉસ પ્રોજેક્ટ’નું રિવ્યૂ કર્યું

આ સમીક્ષા દરમિયાન પીએમ મોદીને ડ્રોન દ્વારા બધી પ્રોજેક્ટ સાઇટની માહિતી આપવામાં આવી

આ સમીક્ષા દરમિયાન પીએમ મોદીને ડ્રોન દ્વારા બધી પ્રોજેક્ટ સાઇટની માહિતી આપવામાં આવી

  • Share this:
    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં ચાલી રહેલા ‘લાઇટ હાઉસ પ્રોજેક્ટ’ (એલએચપી)ની સમીક્ષા કરી હતી. તેની સૌથી ખાસ વાત એ રહી કે આ સમીક્ષા દરમિયાન પીએમ મોદીને ડ્રોન દ્વારા બધી પ્રોજેક્ટ સાઇટની માહિતી આપવામાં આવી હતી. શહેરી અને નગર મંત્રાલયના સચિવે સૌથી પહેલા પીએમ મોદીને ઇન્દોરમાં ચાલી રહેલા લાઇટ હાઉસ પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી. ડ્રોનના માધ્યમથી નાગપુર, પૂણે, હૈદરાબાદ અને ઇન્દોરમાં રહેલી ફેક્ટરી સાઇટો વિશે વિસ્તારથી બતાવવામાં આવ્યું હતું. આ પછી કનાડિયા એક્સટેશન અને ઇન્દોરની પ્રોજેક્ટ સાઇટોથી અવગત કરાયા હતા.

    લાઇટ હાઉસ પ્રોજેક્ટ વિશે જાણકારી આપતા અધિકારીએ જણાવ્યું કે કેવી રીતે ફેક્ટરીમાં ઇપીએસનો ઉપયોગ કરીને વજનમાં હલકા કંક્રીટનું નિર્માણ થઇ રહ્યું છે. પછી હૈદરાબાદની ફેક્ટરીમાં સ્ટીલને તૈયાર કરવા વિશે પણ બતાવવામાં આવ્યું. આ પછી સંજય પાટકરે પીએમ મોદીને ડ્રોનના માધ્યમથી ઇન્દોરના લાઇટ હાઉસ પ્રોજેક્ટ વિશે પૂરી જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટમાં આઠ બ્લોક બની રહ્યા છે, જેમાં કુલ 1024 ઘર હશે.

    આ પણ વાંચો - Ladakh LAC Tension: ચીનની ફરી ચાલ, લદ્દાખ સરહદ પર તૈનાત કર્યા 50 હજાર સૈનિકો, એક્શનમાં ભારત

    પીએમ મોદીએ આ વર્ષે કર્યું હતું શિલાન્યાસ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે એક જાન્યુઆરીએ વૈશ્વિક આવાસ નિર્માણ પ્રોદ્યોગિક ભારત (જીએચટીસી-ઇન્ડિયા) અંતર્ગત છ રાજ્યોમાં છ સ્થાનો પર લાઇટ હાઉસ પરિયોજનાની આધારશિલા રાખી હતી. કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે 2017ના જીએચટીસી-ઇન્ડિયા અંતર્ગત લાઇટ હાઉસ પરિયોજનાના નિર્માણ માટે આખા દેશમાં છ સ્થાનોને પસંદ કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક પડકારની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે આ યોજનાનો લક્ષ્ય તે શ્રમિક છે, જે એક રાજ્યથી બીજા રાજ્યમાં કે ગામડામાંથી શહેરમાં આવે છે.

    શું છે લાઇટ હાઉસ પ્રોજેક્ટ અને શું છે તેની ખાસિયત

    લાઇટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્રીય શહેરી મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે. જેના દ્વારા લોકોને સ્થાનીય જલવાયું અને ઇકોલોજીને ધ્યાનમાં રાખીને ટિકાઉ આવાસ પ્રદાન કરવામાં આવે છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે જે રાજ્યોની પસંદગી થઇ છે, તેમાં ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ સામેલ છે. આ પ્રોજેક્ટમાં ખાસ ટેકનિકનો ઉપયોગ કરીને સસ્તા અને મજબૂત મકાન બનાવવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં ફેક્ટરીથી જ બીમ કોલમ અને પેનલ તૈયાર કરીને ઘર બનાવવાના સ્થાને લાવવામાં આવે છે. જેનો ફાયદો એ થાય કે નિર્માણનો સમય અને ખર્ચ ઓછો થઇ જાય છે. આ પ્રોજેક્ટમાં બનેલા માન પુરી રીતે ભૂંકપપ્રૂફ હોય છે.
    Published by:Ashish Goyal
    First published: