SGVPના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં PM મોદીએ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત માટે અપીલ કરી
SGVPના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં PM મોદીએ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત માટે અપીલ કરી
પીએમ નરેન્દ્ર મોદીએ સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કર્યું
PM Modis address in Swaminarayan Sampradaya program: પોતાના સંબોધનમાં પીએમ મોદીએ રાજ્યના વિદ્યાર્થીઓને અને દરેક નાગરિકને સમાજ સેવા કરવાની અપીલ કરી હતી સાથે જ દેશ માટે નવી ટેક્નોવોજી પર કામ કરવા અને આગામી સમયમાં દરેક તીર્થસ્થળે સફાઇ કરવા માટે પણ અપીલ કરી હતી.
SGVPના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આજે રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel)ઉપસ્થિત રહ્યા હતા ત્યાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) અને પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આ કાર્યક્રમમાં વર્લ્યુઅલી હાજરી આપી હતી. આ કાર્યક્રમ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના લિખિત પુસ્તકને લઇ યોજાયો હતો. જેમાં દેશ-વિદેશના 500થી વધુ સંતો હાજર રહ્યા હતા ત્યાં જ 25000થી વધુ લોકો આ કાર્યક્રમમાં સીધા જોડાયા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. SGVPના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં PM મોદીએ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત માટે અપીલ કરી હતી. અને લોકોને જણાવ્યું હતું કે, દેશના તમામ નાગરિકોએ લોકલ ફોર વોકલ પર ભાર આપવો જોઇએ. આપણે આપણા પગ પર ઉભા રહેવું જોઇએ.
SGVPના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં PM મોદીએ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત માટે અપીલ કરી pic.twitter.com/PypDjdc1T1
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, હું તમારી વચ્ચે આવ્યો છું તેનો મતલબ છે કે, હું ખાલી હાથે જવાનો છું નહીં, હું અહીં આવ્યો છું તો કંઇ ને કંઇ લઇને જવાનો છું. આજે હું રૂબરૂમાં આવ્યો નથી છતા તમારી પાસે કંઇને કંઇ તો જરૂરથી માંગીશ. આ દરમિયાન શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી મારી વાતને જરૂરથી સમર્થન પણ કરશે. આજની દુનિયામાં આપણે રોજ નવી-નવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. પહેલા કોરોના મહામારી અને અત્યારે રશિયા-યુક્રેન યુદ્ધની અસર પણ ક્યાંયને ક્યાંય આપણા જીવન પર પડી રહી છે. માટે આપણે હવે આત્મનિર્ભર બનવું પડશે અને આપણા પગ પર ઉભા રહેવું પડશે. ભગવાન સ્વામીનારાયણ પણ સમાજ સેવા કરતા હતા. અને આપણે પણ સમાજ અને દેશ માટે કામ કરવું પડશે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ રાજ્યના વિદ્યાર્થીઓને અને દરેક નાગરિકને સમાજ સેવા કરવાની અપીલ કરી હતી સાથે જ દેશ માટે નવી ટેક્નોવોજી પર કામ કરવા અને આગામી સમયમાં દરેક તીર્થસ્થળે સફાઇ કરવા માટે પણ અપીલ કરી હતી. પીએમ મોદીએ યુવાનોને રાજ્યના તીર્થસ્થળો પર જઇ સફાઇ કરવા માટે કહ્યું હતું અને આત્મનિર્ભર ભારત હેઠળ કામ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
તમને જણાવી દઇએ કે, SGVPના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આજે કુલ 3 વર્લ્ડ રેકોર્ડ બન્યા હતા. જેમા પ્રથમ પુસ્તક વિમોચનમાં 25000થી વધુ લોકો એકઠા થયા હતા. બીજો એક સંતના જીવન ચરિત્ર કે જેમા 4000 થી વધુ પાના છે. સ્વામી નારાયણ સંપ્રદાયના 400થી વધુ સંતો હાજર રહ્યા હતા. આ ગ્રંથનું 6 ભાગોમાં વિમોચન થયુ હતું.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર