ટ્વિટરે સ્વીકાર્યું કે PM મોદીની વેબસાઇટનું એકાઉન્ટ થયું હતું હૅક, કહ્યું- થઈ રહી છે તપાસ

ટ્વિટરે સ્વીકાર્યું કે PM મોદીની વેબસાઇટનું એકાઉન્ટ થયું હતું હૅક, કહ્યું- થઈ રહી છે તપાસ
હૅકર્સે ટ્વિટર એકાઉન્ટ પર અડધો ડઝન જેટલા ટ્વિટ કરીને પીએમ મોદી રિલીફ ફંડમાં નાણા ડોનેટ કરવાની અપીલ કરી

હૅકર્સે ટ્વિટર એકાઉન્ટ પર અડધો ડઝન જેટલા ટ્વિટ કરીને પીએમ મોદી રિલીફ ફંડમાં નાણા ડોનેટ કરવાની અપીલ કરી

  • Share this:
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ટ્વિટર એકાઉન્ટ (Twitter account)ને થોડા સમય માટે હૅક કરી દેવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ તેમની પર્સનલ વેબસાઇટ narendramodi.in સાથે લિંક હતું. તેમની આ વેબસાઇટ પર 25 લાખથી વધુ ફોલોઅર્સ છે. નોંધનીય છે કે, એકાઉન્ટને હૅક કર્યા બાદ હૅકર્સ બિટકૉઇનની માંગ કરવા કરવા લાગ્યા. હૅકર્સે ટ્વિટ કરીને પીએમ નેશનલ રિલીફ ફંડમાં પૈસા દાન કરવાની માંગ કરવા લાગ્યા અને તે પણ ક્રિપ્ટો કરન્સીના માધ્યમથી. જોકે બાદમાં એકાઉન્ટને રિકવર કરી લેવામાં આવ્યું.

    સમાચાર એજન્સી રોઇટર્સ સાથે વાતચીત કરતાં ટ્વિટરે પણ સ્વીકાર્યું છે કે PM મોદીની પર્સનલ વેબસાઇટ સાથે લિંક એકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યું હતું. ટ્વિટરના પ્રવક્તા મુજબ, અમે આ મામલાની પૂરી તપાસ કરી રહ્યા છીએ. જોકે, હજુ સુધી એ જાણકારી નથી મળી કે આ એકાઉન્ટ ઉપરાંત અન્ય કોઈ એકાઉન્ટ ઉપર પણ ફરક પડ્યો છે કે નહીં.



    હૅકર્સે શું હતી માંગણી?

    હૅકર્સે તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, હું આપ લોકોને અપીલ કરું છું કે કોવિડ-19 માટે ઊભા કરવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં ડોનેટ કરો. પીએમના ટ્વિટર હેન્ડલ પર લગભગ અડધો ડઝન ટ્વિટ કરવામાં આવ્યા. તમામ ટ્વિટમાં પૈસા ડોનેટ કરવાની માંગ કરવામાં આવી હતી.


    આ પણ વાંચો, થાઈલેન્ડના રાજાએ પોતાની રાણીની સજા માફ કરી, એક વર્ષથી હતી જેલમાં

    શું છે બિટકૉઇન?

    બિટકૉઇન એક પ્રકારની વર્ચ્યૂઅલ કરન્સી છે. તેને બીજી કરન્સીની જેમકે ડૉલર, રૂપિયો કે પાઉન્ડની જેમ જ ઉપયોગમાં લઈ શકાય છે. ઓનલાઇન પેમેન્ટ ઉપરાંત તેને ડૉલર અને બીજી એજન્સીમાં પણ એક્સચેન્જ કરી શકાય છે. આ કરન્સી બિટકૉઇનના રૂપમાં વર્ષ 2009માં ચલણમાં આવી હતી. આજે તેનો ઉપયોગ ગ્લોબલ પેમેન્ટ માટે કરવામાં આવી રહ્યો છે.

    આ પણ વાંચો, પૃથ્વી તરફ આવી રહ્યો છે ઈજિપ્તના પિરામિડથી બમણા આકારનો Asteroid

    અમેરિકાના દિગ્ગજોના એકાઉન્ટ પણ થયા હતા હૅક

    નોંધનીય છે કે, જુલાઈના બીજા સપ્તાહમાં અમેરિકામાં અનેક દિગ્ગજ હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યા હતા. તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, દુનિયાના સૌથી અમીર અને ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફે સામેલ હતા. આ ઉપરાંત અમેરિકાની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઉમેદવાર જો બિડનનું પણ ટ્વિટર એકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યું હતું. આઇફોન બનાવનારી કંપની એપલ પણ આ સાઇબર અટેકનો શિકાર બની ચૂકી છે. તે સમયે પણ હૅકર્સે બિટકૉઇનની માંગ કરી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:September 03, 2020, 07:17 am

    टॉप स्टोरीज