liveLIVE NOW

મન કી બાત : દેશમાં વધતા જળ સંકટની વચ્ચે પીએમ મોદીએ લોકોને કરી ત્રણ અપીલ

પહેલા શાસનકાળમાં પીએમ મોદીએ 53 વાર આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યુ હતું

  • News18 Gujarati
  • | June 30, 2019, 11:43 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 YEARS AGO
    11:38 (IST)
    જે પણ પોરબંદરના કીર્તિ મંદિર જાય તો તે પાણીની ટાંકીને ચોક્કસ જુએ. 200 વર્ષ જૂની તે ટાંકીમાં આજે પણ પાણી છે અને વરસાદના પાણીને સંઘર્ષ કરવાની વ્યવસ્થા છે. આવા અનેક પ્રકારના પ્રયોગ દરેક સ્થળે થશે. - પીએમ મોદી

    11:31 (IST)
    11:30 (IST)
    પીએમ મોદીએ મન કી બાત દ્વારા ત્રણ અનુરોધ કર્યા. 1. જળ સંરક્ષણ માટે જન આંદોલનની શરૂઆત કરો. 2. પાણીના સંરક્ષણ માટે અનેક પારંપરિક પદ્ધતિઓને ઉપયોગમાં લાવો, અને બીજા લોકો સુધી પહોંચાડો. 3. જળ સંરક્ષણની દિશામાં યોગદાન આપનારી વ્યક્તિઓ, સંસ્થાઓની પાસે જે જાણકારી છે તેને શેર કરો.

    11:28 (IST)
    પીએમ મોદીએ કહ્યું કે પાણીના મહત્વને ધ્યાનમાં રાખતા, દેશમાં એક નવા જળશક્તિ મંત્રાલય સ્થાપિત કરવામાં આવ્યું છે. તે તમામ જળ મુદ્દાઓ પર ત્વરિત નિર્ણય લેવામાં મદદ કરશે.

    11:25 (IST)
    છેલ્લા થોડાક મહિનાઓમાં અનેક લોકોએ પાણી સંબંધિત મુદ્દાઓ વિશે લખ્યું છે. હું જળ સંરક્ષણ પર વધુ જાગૃતતા જોઈને ખુશ છું. -પીએમ મોદી

    11:24 (IST)
    2019ની લોકસભા ચૂંટણીમાં ભારતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 61 કરોડ મતદારોએ મતદાન કર્યું. આ દુનિયામાં અત્યાર સુધી સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણી હતી. અરુણાચલ પ્રદેશના એક અંતરિયાળ વિસ્તારમાં, માત્ર એક મતદાતા માટે, એક બૂથ સ્થાપિત કરવામાં આવ્યું હતું. -પીએમ મોદી

    11:20 (IST)

    મન કી બાતમાં મોદીએ ઇમરજન્સી વિશે વાત કરી

    11:17 (IST)
    મન કી બાત દેશ અને સમાજ માટે દર્પણ જેવું છે. તે આપણને જણાવે છે કે દેશવાસીઓની અંદરની મજબૂતી, તાકાત અને ટેલેન્ટની કોઈ કમી નથી. - પીએમ મોદી

    11:16 (IST)
    પીએમ મોદીએ કહ્યું કે મન કી બાતમાં મને એટલા પત્રો આવે છે, એટલા ટેલીફોન આવે છે, એટલા સંદેશા મળે છે પરંતુ ફરિયાદનું તત્વ બહુ ઓછું હોય છે અને કોઈએ કંઈક માગ્યું હોય, પોતાના માટે માંગ્યું હોય એવી એક પણ વાત પાંચ વર્ષમાં મારા ધ્યાનમાં નથી આવી. તમે કલ્પના કરી શકો છો, દેશ માટે પીએમ મોદીને પત્ર લખે, પરંતુ પોતાના માટે કંઈ નહીં માંગે, આ દેશના કરોડો લોકોની ભાવના કેટલી ઊંચી હશે.

    11:13 (IST)
    જ્યારે મેં ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે હું આપને થોડા મહિના બાદ ફરીથી મળીશ, તો લોકોએ કહ્યું કે હું આશ્વસ્ત છું. જોકે, મને ભારતના લોકોમાં હંમેશા વિશ્વાસ હતો - પીએમ મોદી

    ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર મહિના બાદ આજે સવારે 11 વાગ્યે મન કી બાત કરી. પીએમ મોદીએ મન કી બાતમાં જળ સંરક્ષણ, ગત લોકસભા ચૂંટણી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. લોકસભા ચૂંટણી બાદ તેમનો આ પહેલો રેડિયો કાર્યક્રમ છે. પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન 24 ફેબ્રુઆરીએ છેલ્લા કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કે સ્વસ્થ લોકતાંત્રિક પરંપરાઓને ધ્યાને લઈ થોડા સમય માટે તેને રોકવામાં આવી રહ્યો છે.