'ટફ' મોદીની અંદર પણ ધબકે છે એક 'સોફ્ટ' હાર્ટ

'ટફ' મોદીની અંદર પણ ધબકે છે એક 'સોફ્ટ' હાર્ટ
રાજ્ય સભામાં પીએમ મોદી થયા હતા ભાવૂક

મંગળવારે એવું બન્યું કે જેની કોઇને કલ્પના નહોતી કરી. પીએમ મોદી અડધા કલાકની જગ્યાએ પૂરા અઢી કલાક બેઠા. અને આ સમયમાં ગુલામ નબી આઝાદની ચર્ચા કરતાં તેઓ ભાવનાઓમાં વહી ગયા. તેમની આંખમાં આંસૂ આવી ગયા, ગળૂ રુંધાવા લાગ્યું.. પીએમ મોદી યાદ કરી રહ્યાં હતાં તે સમય જ્યારે તે પોતે ગુજરાતનાં સીએમ હતા અને ગુલમા નબી આઝાદ જમ્મૂ કશ્મીરનાં મુખ્યમંત્રી હતાં. દોઢ દાયકા જુની આ ઘટના હતી

 • Share this:
  બ્રજેશ કુમાર સિંહ, મેનેજિંગ એડિટર, નેટવર્ક 18 સમૂહ: PM મોદીનાં આક્રમક રાજનેતા અને કડક પ્રશાસક તરીકે દેશ-દુનિયામાં તેમની છાપ ગત કેટલાંક વર્ષોથી છોડી છે. પણ આ કોમળ અને સંવેદનશીલ વ્યક્તિત્વની ચર્ચા ઓછી જ થાય છે. વિરોધીઓ તો તેમને 'તાનાશાહ' ગણાવવા માટે તતપર રહે છે. પણ દેશમાં ગત બે દિવસોમાં 'ઇમોશનલ મોદી'ની ખુબજ ચર્ચાઓ થઇ રહી છે. રાજ્યસભામાંથી વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદની વિદાય વખતે PM મોદીનું ભાવૂક થવું, કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને તે પણ મુસલમાન, આઝાદનાં ભરપેટ વખાણ કરવાં, કરોડો લોકોને મોદીનાં વ્યક્તિત્વનાં એક અલગ જ પાસાથી પરિચય થઇ રહ્યો છે.

  દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખર એક વત હમેશા કહેતા કે, રાજનેતાનાં વ્યક્તિત્વનાં 90 ટકા હિસ્સો માનવીય પક્ષ હોય છે અને ફક્ત 10 ટકા હિસ્સો રાજકારણી હોય છે. પણ નેતાની ત્રાસદી એ હોય છે કે, સાર્વજનિક જીવનમાં તેનાં વ્યક્તિત્વનો ફક્ત 10 ટક ભાગ ઉજાગર થાય છે અને 90 ટકા ભાગની કોઇ ચર્ચા નથી કરતું. આલોચકો તો ક્યારેય નહીં. ચંદ્રશેખરની આ વાત હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સંપૂર્ણ રીતે લાગૂ થાય છે.  રાજ્યસભામાં વિપક્ષનાં નેતા ગુલામ નબી આઝાદ સહિત જમ્મૂ-કશ્મીરનાં ચાર રાજ્યસભા સભ્યોનાં વિદાય સમારંભમાં ભાગ લેવાં મંગળવારની સવારે સાડા દસ વાગ્યે જ્યારે PM સદનનાં પહોચ્યાં હતાં. તો મોટાભાગનાં લોકોને અંદાજો ન હતો કે, તેમનાં રાજકીય પક્ષની જગ્યાએ માનવીય પક્ષની ઝલક સદન સહિત સંપૂર્ણ દેશનાં લોકોને જોવા મળી હતી. મોટાભાગે એવું બને છે કે, દર બે વર્ષે એક વખત એવો સમય આવે છે જ્યારે રાજ્યસભામાં એક ત્રિત્યાંશ સભ્યોની વિદાય થાય છે. અને પીએમ તેમને વિદાય આપે છે. સંક્ષિપ્ત ભાષણ આપે છે. અડધા કલાકથી વધુ સમય તેઓ રોકાતા નથી.

  મંગળવારે એવું બન્યું કે જેની કોઇને કલ્પના નહોતી કરી. પીએમ મોદી અડધા કલાકની જગ્યાએ પૂરા અઢી કલાક બેઠા. અને આ સમયમાં ગુલામ નબી આઝાદની ચર્ચા કરતાં તેઓ ભાવનાઓમાં વહી ગયા. તેમની આંખમાં આંસૂ આવી ગયા, ગળૂ રુંધાવા લાગ્યું.. પીએમ મોદી યાદ કરી રહ્યાં હતાં તે સમય જ્યારે તે પોતે ગુજરાતનાં સીએમ હતા અને ગુલમા નબી આઝાદ જમ્મૂ કશ્મીરનાં મુખ્યમંત્રી હતાં. દોઢ દાયકા જુની આ ઘટના હતી. જ્યારે ગુજરાતથી કશ્મીર ફરવા ગયેલાં પર્યટકોની બસ પર આતંકીઓએ ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો હતો. 26 મે 2006ની આ ઘટનામાં આશરે ત્રણ બાળક સહિત ચાર લોકોનું નિધન થયુ હતું. જ્યારે અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતાં.

  આ ઘટનાની જાણકારી આપવા માટે આઝાદે જ્યારે મોદીને ફોન કર્યો હતો ત્યારે તે રડી રહ્યાં હતાં. આઝાદને રડતા તે સમયે લોકોએ ટીવી ચેનલ પર પણ જોયા હતાં. જ્યારે તે વિશેષ વિમાન દ્વારા ઘાયલો અને મૃતકોને શ્રીનગર એરપોર્ટથી ગુજરાત મોકલી રહ્યાં હતાં. આઝાદે પીડિત પરિવારોને કહ્યું હતું કે, ફળ અને ફૂલ લઇને આપને મોકલવા ઇચ્છતા હતાં. પણ આપનાં બાળકોનાં મૃતદેહ મોકલી રહ્યાં છીએ.. ખુબજ અફસોસ છે અમને સૌને માફ કરશો.


  મોદીએ જે ઘટનાને યાદ કરી, તેને ખુદ આઝાદે પણ યાદ કરી જ્યારે તેઓ બોલવા માટે ઉભા થયા. આઝાદે જણાવ્યું કે, જીવનમાં પાંચ એવી ઘટનાઓ આવી હતી જ્યારે તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતાં. સંજય, ઇન્દિરા, રાજીવ ગાંધીની અલગ અલગ સમયે થયેલી મોત, જે બાદ ઓડીશામાં આવેલાં ચક્રવાતથી થયેલી તબાહી અને બાદમાં ગુજરાતી પર્યટકો પર થયેલાં હુમલાની જાણકારી મળ્યા બાદ કાશ્મીરની ેત ઘટનાને યાદ કરતા આઝાદે કહ્યું હતું કે, આ દેશમાં આતંકવાદ ઝડપથી દૂર થાય તેવી અલ્લાહ અને ઇશ્વર પાસે દુઆ માંગી

  સવાલ એ ઉઠે છે કે, આઝાદ અંગે વાત કરતાં મોદીએ 2006ની તે ઘટના યાદ કરી. જેનાં જવાબમાં ચંદ્રશેખરે તે જ પ્રખ્યાત લાઇનમાં શોધવાનો હશે. આપણે તે સ્વીકાર કરવું રહ્યું કે, એક સખ્ત શાસક, અસાધારણ લોકપ્રિય નેતા, દુશ્મન સામે સંપૂર્ણ તાકતથી લડવા અને બોલનારા વ્યક્તિનું દિલ પણ કોમળ હોઇ શકે છે. સહજ માનવીય ગૂણ તેમની અંદર પણ હોઇ શકે છે. તે પણ સમય સમય પર ઇમોશનલ થઇ શકે છે. જેને આલોચકો ક્યારેય સ્વીકાર નહીં કરી શકે. અને આલોચનાનું કોઇ બહાનું શોધી કાઢશે.

  નરેન્દ્ર મદીનાં રાજકીય અને પ્રશાસનનાં કામકાજનાં ગત બે દાયકાથી ખુબજ નજીકથી જોયુ છે. ઓક્ટોબર 2001માં જ્યારે તે ગુજરાતનાં મુખ્યમંત્રી પદની પહેલી વખત શપથ લઇ રહ્યાં હતાં. તે સમયે હું પણ ગુજરાતમાં હતો. અને જ્યારે મે 2014માં તેઓ પીએમ તરીકે દિલ્હીમાં કેન્દ્ર સરાકરનું પદ સંભાળ્યું હતું. ત્યાં સુધી હું પણ દિલ્હી આવી ગયો હતો. આ બે દાયકાનાં સમયગાળામાં મે ઘણી વખત મોદીને ભાવૂક થતા જોયા છે. આ કારણે મારા માટે રાજ્યસભામાં મોદીનું આ કોમળ સ્વરૂપ જોવું નવી વાત ન હતી. પણ દેશનાં મોટાભાગનાં લોકો માટે મોદીનું આ વ્યક્તિત્વ જોવું નવી વાત હતી. વિશિષ્ટ ઝાંખી હતી.
  વિચાર્યું હતું કે, મંગળવારનાં દિવસે તેનાં પર કંઇક લખું, પણ જાણી જોઇને બે દિવસનો ઇન્તેઝાર કર્યો. જોવું હતું કે, આખરે દેશમાં લોકો આ ઘટનાને કેવી રીતે લે છે. ઘણાં જાણકારોનાં ફોન આવ્યાં, ધનબાદથી લઇ અમદાવાદ સુધી.. પટનાથી લઇ હૈદરાબાદ સુધી.. બધાનાં મોઢે એક જ વાત હતી. મોદીએ દિલ જીતી લીધુ.. કારણ કે કોઇ કલ્પના નહોતું કરી શકતું કે, એક સીએમ કે પીએમ તેમનાં કામકાજથી વાહવાહી લુટવાં ઉપરાંત કોંગ્રેસને સતત નિશાને લેનારા વ્યક્તિએ ગત બે દાયકામાં રાજકારણમાં એક મોટો હોદ્દો હાંસેલ કરી લીધો છે તે વ્યક્તિ તે કોગ્રેસ પાર્ટીનાં નેતા અંગે વાત કરતાં ધ્રુસકે ધ્રુસકે રડવાનું શરૂ કરી દેશે.. આટલો ઇમોશનલ થઇ જશે. અને તે પણ કયા નેતા માટે. જેમે તેની રાજકીય યાત્રા દરમિયાન મોદી પર ઘણી વખત રાજકીય હુમલા કર્યા છે રાજ્યસભામાં વિપક્ષ નેતા તરીકે મોદી સરકારને ઘેરવાનાં પ્રયાસ કર્યા તે પણ એક મુસ્લીમ છે, જમ્મૂ કશ્મીરનાં, જેમણે આર્ટિકલ 370ની સમાપ્તિ પર મોદી સમયની ભરપેટ આલોચના કરી હતી.  મોદીનાં પ્રશંસકો તો ઠીક, પણ તેમનાં આલોચકો માટે આ પરિસ્થિતિ અસહ્ય હતી. આખરે મોદીની છબીનાં ગત બે દાયકામાં તે કટ્ટર મુસ્લિમ વિરોધી અને ક્રૂર નેતાની બનાવી રહ્યાં છે. જેમનાં મનમાં ન તો વિરોધીઓ માટે કોઇ જગ્યા છે કે ન તો તેઓ તેમનાં વિરોધીઓ માટે કંઇ સારુ બોલી શકે છે. ફક્ત ચાબખા મારી શકે છે. પણ સદનમાં મોદી જ્યારે બોલી રહ્યાં હતાં અને ભાવનાઓમાં વહી રહ્યાં હતાં ત્યારે તેમનાં રાજકારણનો વિરોધ કરતનારા ઘણાં દિલોનાં સાસંદોનાં દિલમાં તેમનાં માટે અલગ ભાવના પેદા થઇ રહી હતી. મોદીનું માનવીય પાસુ તેમણે પણ જોયું. જો કંઇ અલગ હતું. તો આ જે પાર્ટી કોંગ્રેસની ચાર દાયકાઓથી વધુ સમયથી સેવા ગુલામ નબી આઝાદ અને લાંબા કરિયરમાં અલગ અલગ રૂપમાં કરે છે. તે પાર્ટીનાં કોઇપણ નેતાએ આઝાદ અંગે મોદીની ભાવના માટે કોઇ ટિપ્પણી કરી નહીં. નોટિસ સુદ્ધા ન લીધી. સંપૂર્ણ ચુપ્પી સેવી લીધી. એ પણ ત્યારે જ્યારે સદનની અંદર કોંગ્રેસ પાર્ટીનાં તમામ વરિષ્ઠ નેતા હાજર હતાં. અને હતપ્રભ થઇ મોદીને સાંભળી રહ્યાં હતાં.

  મોદી પણ આ ફરકને જાણતા હતાં. તેથી બીજા દિવસે લોકસભામાં જ્યારે તે રાષ્ટ્રપતિનાં અભિભાષણ અંગે ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી બહેસ અંગે વાત કરી રહ્યાં હતાં ત્યારે તેમણે કહ્યું હતું કે, એક જ પાર્ટીનાં અલગ અલગ સદનમાં જે નેતાઓ છે તેમનાં સ્વભવામાં મોટો ફરક છે. આખરે સામે જોઇ રહ્યાં હતાં કે, કેવી રીતે લોકસભામાં કોંગ્રેસ પાર્ટીનાં નેતા અધીર રંજન ચૌધરી વારંવાર તેમનાં વ્યક્તવ્ય દરમિયાન ટોકી રહ્યાં હતાં. જ્યારે પરંપાર એ છે કે, જો સદનમાં કોઇ નેતા બોલી રહ્યું હોય તો સામાન્ય રીતે તેમાં કોઇ અવરોધ પેદા નથી કરતું. તે પણ ત્યારે મોદી કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન સાથે જોડાયેલાં મુદ્દા પર ગંભીરતાથી તેમની વાત કરી રહ્યા હતાં. તેઓ જણાવી રહ્યાં હતાં કે, સામાન્ય રીતે તેમાં કોઇ અવરોધ પેદા નથી કરવામાં આવી શકતો. ેત પણ ત્યારે જ્યારે મોદી કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન સાથે જોડાયેલાં મુદ્દા પર ગંભીરતાથી તેમની વાત મુકતાં હોય. તેઓ જણાવતા હતા કે આ કાયદાનાં શું ફાયદા છે અને પછી સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યા અંગે વાત કરવા માટે તૈયાર છે. કે પછી કોઇ રીતે પ્રાઇવેટ સેક્ટર પણ દેશનાં વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અધા કરી શકશે. તે અંગે વારંવાર ગાળો આપવી ઠીક નથી. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસનાં નેતાઓ- સાંસદોએ મોદીનાં તર્કની કોઇ વાત ન સાંભળી. અને જ્યારે આખરે કંઇ ન સમજાયો તો તમામ કોંગ્રેસી સાંલદ સદનમાં વોક આઉટ કરી ગયા છે.ખરેખરમાં કોંગ્રેસની સમસ્યાએ છે કે તેઓ નેહરુ-ગાંધી પરિવારની છત્રછાયામાંથી બહાર આવવાં તૈયાર નથી અને પરિવાર માટે આ પરિસ્થિતિ અસહ્ય છે કે મોદી જેવાં અતિ સાધારણ પૃષ્ઠભૂમિથી આવનારા વ્યક્તિએ ન ફક્ત છ વર્ષોથી દેશનાં પ્રધાનમંત્રી છે પણ કોંગ્રેસ પાર્ટીને તેમનાં સૌથી ખરાબ સમયમાં ધકેલી દીધો છે. તે પણ ત્યારે જ્યારે પાર્ટીની કમાન સોનિયા ગાંધી અને તેમનાં દીકરા રાહુલ ગાંધીનાં હાથમાં ફરતી રહી છે.

  જ્યા સુધી મોદીનો સવાલ છે, તેમનું દિલ કેટલું કોમલ છે તેની ઝલક ઘણી વખત જોવા મળી છે. ઘણી વખત મોદી ભવૂક થયા છે. આંખો ભરાઇ આવી છે. ગળુ રુંધાયું છે. પછી તે 2007માં ગાંધીનગર ટાઉનહોલમાં પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચે હોય કે પછી મે 2014માં સંસદનાં સેન્ટ્રલ હોલમાં અધિકૃત રીતે સદનનાં નેતા બન્યાનો સમય હોય કે પછી ગત દિવસોમાં ગુજરાત વિધાનસભામાં વિદાય સમારંભનો સમય હોય જ્યારે સીએમ પોણાતેર વર્ષ સુધી દમદાર ઉપસ્થિતિ દર્શાવ્યા બાદ મોદી પીએમ તરીકે દિલ્હી જઇ રહ્યાં હતાં તે સમયે.. આ ઉપરાંત ઘણાં એવાં સમય હતાં જ્યારે મોદી ભાવૂક થયા અને દેશ દુનિયાએ તેમને જોયું.. 2015ની ફેસબૂક ઇવેન્ટ, 2016માં એક યૂનિવર્સિટીનાં દીક્ષાંત સમારંભમાં કે પછી નોટબંધીનાં પાચ દિવસ બાદ, 2018માં નેશનલ પોલીસ મેમોરિયલનાં કાર્યક્રમમાં પણ। એટલે સુધીકે કોરોનાનાં ગત એક વર્ષનાં સંકટ કાળ દરમિયાન પણ જ્યારે મોદી ઘણી વખત દેશવાસીઓ સામે આવ્યાં તો તેઓ ઇમોશનલ થયા હતાં તેમની આંખો ભરાઇ ગઇ હતી.
  ડઝન વખતથી વધુ એવાં કિસ્સા છે કે લોકોએ ટીવી પર કે પડદા પર ગત કેટલાંક વર્ષોમાં જોયા છે. પણ મોદીનાં માનવીય સ્વરૂપની ઝલકીઓ અને કહાનીઓ દેશનાં તે લાખો લોકોની પાસે પણ છે તેમનાં મોઢે પણ છે જેમને તેઓ સમયાંતરે મળતાં રહ્યાં છે. અંગત રીતે મળતા રહ્યાં છે કે, પછી જેમની સાથે તેમની વાતચીત થતી રહે છે. પણ આ તમામ વાતો મુલાકાતો ન તો કોઇ અખબારની હેડલાઇન બને ચે ન તો કોઇ ટીવી ચેનલ પર જોવા મળે છે. પણ એવાં લાખો કરોડો લોકનાં મન મગજમાં મોદીની અમિટ છાપ છોડી દે છે.

  મોદીનાં આ માનવીય સ્વરૂપનું ધ્યાન પક્ષ તો ઠીક, વિપક્ષનાં મોટા મોટા ચહેરા પણ ઘણી વખત ખુલીને ઘણી વખત ગુપચુપ બોલતાં હોય છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ભલા કેવી રીતે ભૂલી શકતા હતાં કે, જેટલું સન્માન તેમને તેમની પાર્ટીએ નહોતું આપ્યું તેથી વધુ સન્માન મોદીએ તેમને આપ્યું જ્યારે તેમનાં હાથમાં હતું ત્યારે ભારત રત્ન તેમને આપ્યું. મુલાયમ સિંહ યાદવથી લઇ લાલૂ પ્રસાદ યાદવ જે રાજકીય રીતે મોદીનાં કટ્ટર વિરોધી છે અંગત રીતે આ ઘટનાની નોંધ તેમને લીધી હતી. આખરે લાલૂ પ્રસાદ યાદવનો ચૂંટણી પ્રચાર દરમિયાન મંચ તુટ્યો હતો અને તેઓ ઘાયલ થયા હતાં ત્યારે પહેલો ફોન મોદીએ કર્યો હતો. મુલામ સિંહ યાદવ ભલા કેવી રીતે ભૂલી શકે કે, ચાહે 2014માં મોદીનું પહેલું શપથ ગ્રહણ હોય કે પછી 2017માં યૂપીનાં સીએમ તરીકે યોગીની શપથ વિધીનો સમય હોય મુલાયમ સિંહને આપવામાં આવેલું સન્માન જ્યારે આ બંને જીતનાં હિરો મોદી જ હતાં.

  પીએમ મોદીની સાથે માંગરોળનાં માધાભાઇ ભદ્રેસા (જમણી બાજુ)


  ભૂલી તો તે લોકો પણ નથી શકતા જે વીઆઇપી નથી. સામાન્ય પૃષ્ઠભૂમિથી આવે છે. પણ એક વખત મોદીને મળ્યા, તો તેમનાં ફેન થઇ ઘયા. ધનબાદનાં દીપેશ યાજ્ઞિકને આજે પણ યાદ છે કે, જ્યારે સવા દશક પહેલાં 2008માં તે મોદીને મળવાં ગાંધીનગર આવ્યાં હતાં. તો કઇ રીતે બિલકૂલ નક્કી સમય પર મોદીએ તેમને મળવા અંદર બોલાવ્યાં હતાં. તે પણ ત્તયારે જ્યારે મોદીનાં સૌથી વશ્વાસુ સહયોગી અમિત શાહ બહાર બેઠેલા હતાં. અને મોદીએ ઉભા થઇ તેમનું સ્વાગત કર્યું હતું. ખુબજ આત્મીયતાથી વાત કરી હતી. માંગલરોળનાં માધાભાઇ ભદ્રેસા પણ કેવી રીતે ભૂલી શકે છે કે, તે મોદીનાં પીએમ બન્યા બાદ તેમને મળવા માટે સંસંદ ભવન ગયા હતાં ત્યાં મોદી ન ફક્ત ઉષ્માભેર તેમને મળ્યા હતાંપણ પ્રેમથી તેમની સાથે તસવીર પણ ખેચાવી હતી. ન્યૂઝિલેન્ડમાં રહી રહેલાં કેતન ત્રિવેદી પણ કેવી રીતે ભૂલી શકે છે કે, એક મેસેજ મુકવાની સાથે જ મોદીએ બ્રિસબેનમાં જી-10માં તેમનાં વ્યસ્ત ક્રાયક્રમની વચ્ચે 2014માં તેમનાં માટે સમય કાઢી મળ્યા હતાં અને જુના દિવસોને સહજતાથી યાદ કર્યા હતાં.

  પીએમ મોદીએ બ્રિસબેનમાં જી-20નાં વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે ન્યૂઝીલેન્ડમાં રહેતા કેતન ત્રિવેદીની મુલાકાત લીધી હતી


  આવા અગણિત કિસ્સા દેશ-વિદેશમાં હાજર લાખો લોકોની પાસે છે, મૌલિક છે અને અપ્રકાશિત છે. મોદીની આ સૌથી મોટી ખુબી છે કે, શું સામાન્ય અને શું ખાસ સૌની સાથે તેઓ દિલથી સંબંધ બાંધે છે. મોદીની આ ખુબી પર રાજકીય વિરોધીઓ ખાસ કરીને ગાંધી-નેહરુ પરિવારની સ્થાઇ આગેવાનીવાળી કોંગ્રેસનાં સમજી શકતા નથી. તેથી તેઓ અને તેમની પાર્ટીનાં નેતા મોદીની સામે હમેશાં માર ખાઇ જાય છે. આખરે 'યુવા તર્ક'ની સલાહ ગાંધી પરિવારનાં સમજમાં ક્યાં આવવાની. આપાતકાળ કે તે બાદ પણ. જોકે, મોદીનાં ચંદ્રશેખરની તે સલાહને આત્મસાત કરી છે. કદાચ ચંદ્રશેખરનું જે બીજુ દુખ રાજનેતાઓ કે તેમનાં માનવીય પક્ષની ઉપેક્ષા કે તેનાં પર ચર્ચા ન થવાં અંગે હતો. મોદીએ આ મામલે તેમની ફરિયાદ દૂર કરી દીધી. કારણ કે, દેશ અને દુનિયામાં કરોડો લોકો તેની નોંધ લઇ રહ્યાં છે.

  (ડિસ્ક્લેમર: આ લેખકનાં અંગત વિચાર છે)
  Published by:Margi Pandya
  First published:February 11, 2021, 17:05 IST

  ટૉપ ન્યૂઝ