Home /News /national-international /PM નરેન્દ્ર મોદીની મંત્રીઓને સલાહ- સરકારના કામને ઘરે-ઘરે પહોંચાડો

PM નરેન્દ્ર મોદીની મંત્રીઓને સલાહ- સરકારના કામને ઘરે-ઘરે પહોંચાડો

મોદી સરકારના કાર્યકાળના છેલ્લા પૂર્ણ બજેટ પહેલા મંત્રી પરિષદની બેઠક બોલાવવામાં આવી હતી. (પીટીઆઈ ફાઈલ ફોટો)

Council of Ministers Meeting: વડાપ્રધાને જી-20 કાર્યક્રમ (G-20 Programme)ને ઉગ્રતાથી પ્રોત્સાહન આપવાની વાત પણ કરી છે. તેમણે કહ્યું છે કે G20નું અધ્યક્ષપદ ભારત માટે એક મોટી ઉપલબ્ધિ છે, આ વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ

નવી દિલ્હી: બજેટ સત્ર પહેલા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોદી સરકારના તમામ મંત્રીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં પીએમ મોદીએ તમામ મંત્રીઓને કેન્દ્ર સરકારના કામને સામાન્ય લોકો સુધી સુલભ બનાવવાની સલાહ આપી હતી. પીએમએ તમામ મંત્રીઓને કહ્યું કે સરકારની યોજનાઓને દરેક ઘર સુધી પહોંચાડવી જોઈએ અને તેમના પોતાના મંત્રાલયના કામનો પણ પ્રચાર કરવો જોઈએ. વડાપ્રધાને મંત્રીઓને સલાહ આપી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી કેન્દ્રીય મંત્રીઓએ લોકોને તેમના મંત્રાલયના કામ વિશે માહિતી આપવી જોઈએ.

વડાપ્રધાને જી-20 કાર્યક્રમ (G-20 Programme)ને ઉગ્રતાથી પ્રોત્સાહન આપવાની વાત પણ કરી છે. તેમણે કહ્યું છે કે G20નું અધ્યક્ષપદ ભારત માટે એક મોટી ઉપલબ્ધિ છે, આ વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ. આ માટે નક્કી કરાયેલા કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ અને તેનો પ્રચાર પણ થવો જોઈએ. PMએ મંત્રી પરિષદની બેઠકમાં દેશની સામાજિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓને જાહેર કરવા કહ્યું છે. પીએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ યોજનાઓની સિદ્ધિઓ લોકો સુધી વધુ સારી રીતે પહોંચાડવી જોઈએ.

આ પણ વાંચો: સલમાન ખાનનું નામ આવતા જ એક્સ ભાભી મલાઇકા ભડકી, કહ્યું- સલમાને મને...

સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રી પરિષદની બેઠકમાં કેબિનેટ સચિવે 2014થી અત્યાર સુધીની મોદી સરકારની યોજનાઓ અને તમામ નિર્ણયોનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. માહિતી પ્રસારણ સચિવે સોશિયલ મીડિયા દ્વારા સરકારની કામગીરી અને નિર્ણયોને કેવી રીતે પ્રસિદ્ધ કરી શકાય તે અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

ડીઇપીટી સચિવે અત્યાર સુધીની તમામ યોજનાઓની જાણકારી આપી હતી અને તમામ યોજના અને પરિયોજનાઓનું અપડેટ આપ્યું હતું કે કામ ક્યાં સુધી પહોંચ્યું છે અને પરિયોજના ક્યારે પૂર્ણ થશે.
First published:

Tags: Narendra modi government, Narendra modi speech, Pm narendra modis

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો