હૈદરાબાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir)યુવકોને શરૂઆતથી જ આતંકવાદના રસ્તા પર જવાથી રોકવા માટે મહિલા પોલીસ અધિકારીઓને ત્યાંની મહિલાઓની મદદ લેવાની અપીલ કરી છે. પીએમ મોદીએ શુક્રવારે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં પ્રોબેશનરી આઈપીએસ અધિકારીઓને ઓનલાઇન સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે વૈશ્વિક મહામારી કોવિડ-19 દરમિયાન દેશમાં પોલીસનો માનવીય પક્ષ સામે આવ્યો છે.
એક મહિલા પ્રોબેશન અધિકારીના સવાલનો જવાબ આપતા મોદી કેન્દ્ર શાસિત પ્રદેશના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે તે પ્રેમાળ લોકો છે. હું તે લોકો સાથે ઘણો જોડાયેલો છું. તે તમારી સાથે ઘણા પ્રેમથી વાત કરે છે. આપણે ખોટા રસ્તે જનાર લોકોને રોકવા પડશે. મહિલાઓ આવું કરી શકે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં માતાઓ આમ કરી શકે છે. જો આપણે શરૂઆતથી જ આમ કરીશું તો ઘણું સારું થશે. તેમણે એ પણ કહ્યું કે યોગ અને પ્રાણાયામ તણાવ દૂર કરવા માટે ઘણા ફાયદાકારક છે. પીએમે કહ્યું કે સિંઘમ જેવી ફિલ્મ જોયા પછી કેટલાક પોલીસ અધિકારી પોતાને અત્યાધિક ઉંચા સમજવા લાગે છે. આવું કોઈ કામ ન કરવાની સલાહ આપી છે કારણ કે તેનાથી સારા કામને નજરઅંદાજ કરી શકાય છે.
IPS પ્રોબેશનર્સ સાથએ વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ટેકનિકે આપણી ઘણી મદદ કરી છે. કેસને સોલ કરવામાં ટેકનિક ઘણી મદદ કરે છે પણ કેટલાક પોલીસના લોકો આજકાલ સસ્પેન્ડ થાય છે તેનું કારણ ટેકનિક છે. તમારે એ વાત પર ભાર આપવો પડશે કે ટેકનિકનો કેવી રીતે વધારેમાં વધારે સકારાત્મક ઉપયોગ થાય.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર