Home /News /national-international /VIDEO: G20 ડિનરમાં PM મોદી અને શી જિનપિંગ એક સાથે, આ રીતે કરી મુલાકાત

VIDEO: G20 ડિનરમાં PM મોદી અને શી જિનપિંગ એક સાથે, આ રીતે કરી મુલાકાત

VIDEO: G20 ડિનરમાં PM મોદી અને શી જિનપિંગ એક સાથે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે બાલીમાં G20 ડિનર દરમિયાન નાના સ્મિતની આપ-લે કરી હતી. જણાવી દઈએ કે, આ બંને ટોચના નેતાઓ વચ્ચે કોઈ બેઠક નક્કી કરવામાં આવી નથી.

    બાલી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે બાલીમાં G20 ડિનર દરમિયાન નાના સ્મિતની આપ-લે કરી હતી. જણાવી દઈએ કે, આ બંને ટોચના નેતાઓ વચ્ચે કોઈ બેઠક નક્કી કરવામાં આવી નથી.

    સમાચાર એજન્સી ANI દ્વારા જાહેર કરવામાં આવેલા વિઝ્યુઅલ્સમાં PM મોદી G20 પ્રતિનિધિઓ માટે આયોજિત રાત્રિભોજનમાં ચીની રાષ્ટ્રપતિ સાથે વાત કરતા જોવામાં આવ્યા હતા. પૂર્વી લદ્દાખમાં ચીન દ્વારા સરહદ પર ઘૂસણખોરીને લઈને સતત તણાવ વચ્ચે બંને વચ્ચે દ્વિપક્ષીય બેઠકની સંભાવના પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.


    વર્ષ 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેનાની અથડામણ બાદ આ પહેલીવાર છે, જ્યારે બંને ટોચના નેતાઓ સાથે જોવા મળ્યા છે.

    આ અગાઉ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન મંગળવારે ઈન્ડોનેશિયાના બાલીમાં ચાલી રહેલા જી 20 શિખર સમ્મેલનમાં પોતાની સીટ પર બેસતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવવા ગયા હતા, જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે બંને દેશોના પરસ્પર સંબંધ ખૂબ જ મહત્વના છે. એક વીડિયોમાં પીએમ મોદી પહેલા તો રાષ્ટ્રપતિ બાઈડનને પોતાની પાસે આવતા હતા તે જોવાનું ચૂકી ગયા, જોકે ફરીથી તેઓ તેમની સાથે હાથ મિલાવવા ઝડપથી ફર્યા અને તેમને ભેટ પડ્યા. જેવા રાષ્ટ્રપતિ બાઈડન પોતાની સીટ તરફ વધે છે, પીએમ મોદી તેમને કઈક કહે છે, જેનાથી બંને હસવા લાગે છે. વીડિયોમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ દેખાઈ રહ્યાં છે.



    બાદમાં વાર્ષિક G20 સમિટના સત્રને સંબોધતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તન, કોવિડ-19 રોગચાળા અને યુક્રેનની કટોકટીને કારણે ઊભા થયેલા વૈશ્વિક પડકારોએ વિશ્વમાં પાયમાલી સર્જી છે અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ "ભંગી" પડી છે. ભારતના આગામી G-20 અધ્યક્ષપદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે જ્યારે G-20 '(ગૌતમ) બુદ્ધ અને (મહાત્મા) ગાંધીની ધરતી પર મળશે, ત્યારે આપણે બધા એક સાથે મળીને વિશ્વમાં શાંતિનો સંદેશ આપીશું.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન વિવાદને ઉકેલવા માટે "યુદ્ધવિરામ અને સ્ટ્રેટેજી" ના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યું હતું. સાથે જ રશિયાના તેલ અને ગેસની ખરીદીની વિરુદ્ધ પશ્ચિમી દેશોના આહ્વાનની વચ્ચે તેમણે ઉર્જાના સપ્લાય પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધને વધારવાની વાતનો વિરોધ કર્યો.

    PM મોદીએ બાઈડન, ઋષિ સુનક અને મેક્રોન સાથે વાત કરી
    સાથે જ મોદીએ અનૌપચારિક વાતચીત કરી હતી અને અનેક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને બાલીમાં G20 સમિટ દરમિયાન વાતચીત કરી હતી.
    Published by:Samrat Bauddh
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन