નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આત્મનિર્ભર ભારત પેકેજ (Aatma Nirbhar Bharat Package) હેઠળ આવેલા પરિવર્તનોની જાણકારી આપી છે. ‘વિશ્વાસ અને પ્રોત્સાહન’ શીર્ષકની સાથે લિંક્ડઇન (LinkedIn) પર પ્રકાશિત બ્લોગમાં તેમણે જણાવ્યું કે પેકેજમાં સામેલ ચાર સુધારોએ કેવી રીતે લોકોની મદદ કરી છે. તેમણે દાવો કર્યો કે આ દરમિયાન વધુ ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો થયો છે. સરકારે ગત વર્ષે કોરોના વાયરસ (Coronavirus) મહામારીની અસરને ઓછી કરવા માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી.
એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ
વડાપ્રધાને લખ્યું કે, આ પહેલા સુધારમાં રાજ્ય સરકારોને NFSA હેઠળ રાશન કાર્ડોને ઘરના તમામ સભ્યોના આધાર કાર્ડ સાથે જોડવાની જરૂર હતી. પીએમના જણાવ્યા મુજબ, તેનો સૌથી મોટો ફાયદો એ હતો કે પ્રવાસી શ્રમિક દેશમાં ક્યાંય પણ રાશન પ્રાપ્ત કરી શકે છે. સાથોસાથ તેના કારણે નકલી કાર્ડ અને નકલી નંબરોની પરેશાનીનો સામનો કરવામાં મદદ મળશે. 17 રાજ્યોએ આ સુધારને પૂરા કર્યા અને 37 હજાર 600 કરોડ રૂપિયાની રકમ ઇશ્યૂ કરવામાં આવી.
વેપારમાં સરળતા
વડાપ્રધાને લખ્યું કે, આ બીજા સુધારમાં રાજ્યોને વ્યવસાય સાથે જોડાયેલા લાઇસન્સને રિન્યૂ કરાવવાની પ્રક્રિયાને ઓનલાઇન અને ઓટોમેટિક કરવા માટે કહેવામાં આવ્યું. સાથોસાથ આ પ્રક્રિયામાં સામાન્ય ચૂકવણીની વાત સામેલ હતી. ભ્રષ્ટાચાર અને પરેશાનીઓ ખતમ કરવા માટે કોમ્પ્યૂટરાઇઝ્ડ સિસ્ટમને લાગુ કરવાની જરૂર હતી. આ ફેરફારમાં 19 કાયદા સામેલ હતા, જે નાના અને લઘુ ઉદ્યોગો માટે સૌથી વધુ ફાયદારૂપ છે. આ ઉપરાંત રોકાણ અને વેપારની ઝડપને વધારવામાં મદદ મળી છે. 20 રાજ્યોએ આ સુધાર પ્રક્રિયાને પૂરી કરી દીધી છે.
સંપત્તિ ટેક્સ, પાણી અને ગટર વ્યવસ્થાના ચાર્જની જાણકારી
PM મોદીએ લખ્યું કે, આ ત્રીજા પરિવર્તન હેઠળ શહેરી ગરીબ, મધ્યમ વર્ગના પરિવારોને સારી સેવાઓ આપવાનું આયોજન હતું. તેમણે જણાવ્યું કે આ પરિવર્તન શહેરી વિસ્તારોમાં રહેનારા ગરીબો માટે સૌથી ફાયદારૂપ સાબિત થયું. સાથોસાથ વિલંબથી ચૂકવણી કરવાનો સામનો કરનારા નગરપાલિકા કર્મચારીઓને પણ મદદ મળી. આ સુધારાઓને પૂરા કરનારા 11 રાજ્યોને 15,957 કરોડ રૂપિયાની વધારાની લોનની મંજૂરી આપવામાં આવી.
ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT)
વડાપ્રધાને બ્લોગમાં લખ્યું કે, આ ચોથા અને અંતિમ સુધારથી જીડીપીનો 0.15 ટકા હિસ્સો જોડાયેલો છે. નાણાકીય અને ટેકનીકલ નુકસાનને ઓછું કરવા ઉપરાંત તેના માધ્યમથી વિતરણ કંપનીઓની આર્થિક સ્થિતિ સારી થઈ. જળ અને ઉર્જા સંરક્ષણ સારું થયું અને સાથોસાથ સેવામાં પણ સુધાર થયો છે. તેમણે જાણકારી આપી કે કુલ 23 રાજ્યોને 1.06 લાખ કરોડ રૂપિયાનો વધારાનો ટેક્સ મળ્યો.
વડાપ્રધાન મોદીએ લખ્યું કે, ભારતે પહેલા આવું મોડલ જોયું હતું જેમાં સુધાર ચૂપચાપ કે મજબુરીમાં કરવામાં આવતા હતા. હવે સુધારોનું નવું મોડલ છે. વિશ્વાસ અને પ્રોત્સાહનના માધ્યમથી સુધારનું મોડલ. વડાપ્રધાને લખ્યું, ‘અમે 130 કરોડ ભારતીયોના વિકાસ માટે મળીને કામ કરતા રહીશું.’
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર