વડાપ્રધાન મોદીએ દેશના લોકોને નામ લખ્યો પત્ર, મજૂરોને પડેલી મુશ્કેલી પર વ્યક્ત કર્યું દુઃખ

News18 Gujarati
Updated: May 30, 2020, 8:29 AM IST
વડાપ્રધાન મોદીએ દેશના લોકોને નામ લખ્યો પત્ર, મજૂરોને પડેલી મુશ્કેલી પર વ્યક્ત કર્યું દુઃખ
પીએમ મોદી (ફાઇલ તસવીર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવિષ્યવાણી કરતા કહ્યુ છે કે ભારત આર્થિક પુનરુથાનમાં એક સારું ઉદાહરણ પૂરું પાડશે અને દુનિયાને આશ્ચર્યચકિત કરી દેશે, જેવું તેણે કોરોના સામેની લડાઈમાં કર્યું છે.

  • Share this:
નવી દિલ્હી : દેશ હાલમાં કોરોના સામેની મહામારી (Coronavirus Pandemic) સામે લડી રહ્યો છે. કોરોનાની સંકટની ઘડીમાં 29 મેના રોજ મોદી સરકારે (Modi Government) પોતાના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું છે. કોરોના સામેની લડાઈ અને આ ખાસ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ દેશના લોકોને નામ એક પત્ર લખ્યો છે. આ પત્રમાં પીએમ મોદીએ કોરોના સામેની લડાઈમાં દેશ એક થઈને લડી રહ્યો હોવાની ખૂબ પ્રશંસા કરી છે.

પીએમ મોદીએ લખ્યુ, ગત એક વર્ષમાં દેશે ઐતિહાસિક નિર્ણયો કર્યાં, પરિણામ સ્વરૂપ દેશે ઝડપથી પ્રગતિ કરી છે. આ પત્ર મારફતે તેમણે પ્રવાસી શ્રમિકો, મજૂરો અને અન્ય લોકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે, જેઓએ કોરોનાના સંકટ દરમિયાન ખૂબ પીડા સહન કરવી પડી છે. તેમણે ભવિષ્યવાણી કરતા કહ્યુ છે કે ભારત આર્થિક પુનરુથાનમાં એક સારું ઉદાહરણ પૂરું પાડશે અને દુનિયાને આશ્ચર્યચકિત કરી દેશે, જેવું તેણે કોરોના સામેની લડાઈમાં કર્યું છે.

વડાપ્રધાન મોદીએ પત્રમાં લખ્યું છે કે, તમે બધા લોકોએ સાબિત કર્યું છે કે ભારતીયોની સામૂહિક તાકાત અને સામર્થ્ય અન્ય શક્તિશાળી દેશોની સરખામણીમાં ખૂબ વધારે છે. કોરોનાના સંક્ટમાં એવું બિલકુલ નહીં કહી શકાય કે કોઈએ મુશ્કેલી નથી વેઠવી પડી. ઉદ્યોગોમાં કામ કરતા લોકો, પ્રવાસી મજૂરો અને શ્રમિકોએ આ દરમિયાન અસાધારણ મુશ્કેલી વેઠી છે. આ લોકો તમામ દુઃખ સહન કરીને પણ કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં સાથ આપી રહ્યા છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પોતાની સરકારના કામકાજનું વિવરણ આપ્યું હતું. તેમણે કહ્યુ કે ગત એક વર્ષમાં સરકારે જ ઐતિહાસિક નિર્ણય કર્યાં તેનો ઉલ્લેખ એક પત્રમાં કરવો મુશ્કેલ છે. પરંતુ હું આ પ્રસંગે એટલું કહીશ કે એક વર્ષમાં મારી સરકારે દરરોજ 24 કલાક સંપૂર્ણ તાકાત અને જોશ સાથે નિર્ણયો લાગૂ કર્યાં.

સર્જિકલ અને એર સ્ટ્રાઇક પર સંતોષ વ્યક્ત કર્યો

વડાપ્રધાન મોદીએ પોતાના પત્રમાં પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇક પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે પત્રમાં રામ મંદિર, નાગરિકતા સંશોધન કાયદાનો પણ ઉલ્લેખ કર્યો છે. પીએમ મોદીએ લખ્યુ કે, જે નિર્ણયની લોકો સદીઓથી રાહ જોતા હતા તે વિવાદનો સૌહાર્દપૂર્ણ રીતે અંત આવ્યો. આ પ્રસંગે તેમણે ત્રણ તલાકનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું અમારી સરકારે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવીને દેશમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને વધારે મજબૂત કરવાનું કામ કર્યું છે. 

ગરીબોના ઉત્થાન માટે રાત-દિવસ પ્રયાસ  થયા

પીએમ મોદીએ પત્રમાં લખ્યું કે લોકોએ મોદી સરકારને બીજો મોકો એ માટે આપ્યો કારણ કે તેઓ પ્રથમ વખત કરેલા કામોને સમર્થન આપવા માંગે છે. વડાપ્રધાને લખ્યુ કે વર્ષ 2014થી 2019 વચ્ચે દુનિયા સામે ભારતનું કદ વધ્યું છે. અમારી સરકારે ગરીબોના ઉત્થાન માટે રાત-દિવસ પ્રયાસ કર્યા છે. દેશમાં ગરીબો માટે મફત ગેસ, વીજળી કનેક્શન, ઘર, શૌચાલય આપવાની દિશામાં કામ થયું છે.
First published: May 30, 2020, 7:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading