World Water Day: Catch the Rain PM મોદીએ લોન્ચ કર્યું અભિયાન, જાણો શું છે ખાસ?

પીએમ મોદી

અભિયાન ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં ચલાવવામાં આવશે.

  • Share this:
    આખી દુનિયામાં વર્ષ 1993થી 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ લખનઉમાં 'કેચ ધ રેઇન' (Catch the Rain) અભિયાનની શરૂઆત કરાવી છે. જે દ્વારા મધ્યપ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓને અનાવૃષ્ટિમાં રાહત મળશે. પીએમ મોદીએ વીડિયો કેન્ફરન્સિંગ દ્વારા આ અભિયાનની શરૂઆત કરી છે.

    આ અભિયાન ચોમાસાની શરૂઆત પહેલાં અને દરમિયાન પુરું થાય તે હેતુથી 22 માર્ચથી 30 નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. અભિયાન ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં ચલાવવામાં આવશે. જળ સંરક્ષણમાં જન ભાગીદારી માટે આ અભિયાનને જન આંદોલન સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. તેનો હેતુ વરસાદના પાણીને બચાવવા અને સંરક્ષિત કરવા લોકોને આગળ લાવવાનો છે.

    નવસારી: પતિએ છૂટાછેડા ન આપતા પત્નીએ પ્રેમી સાથે મળી કરી નાંખી હત્યા, ત્રણ બાળકો નોંધારા

    આ દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીઓ વચ્ચે કેન-બેતવા સંપર્ક પરિયોજના માટે ઐતિહાસિક સમજૂતી પર સાઈન કરવામાં આવશે. નદીઓને એક બીજા સાથે જોડવાની આ રાષ્ટ્રવ્યાપી યોજના દેશની પહેલી પરિયોજના છે.

    શામળાજી બાદ હવે અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો સાથે મંદિરમાં નહીં મળે પ્રવેશ

    આ કાર્યક્રમ બાદ જળ અને જળ સંરક્ષણ સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરવા માટે દેશના તમામ જિલ્લાઓના ગ્રામ પંચાયતો અને ગ્રામ સભાઓમાં કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે.



    જળ સંરક્ષણ સાથે ગામ સભાઓ પણ જળ શપથ લેશે. આ આયોજન તે રાજ્યોમાં નહીં થાય જ્યાં ચૂંટણીઓ થવાની છે.
    Published by:Kaushal Pancholi
    First published: