નવી દિલ્હી : વિશ્વ આર્થિક મંચ (World Economic Forum)ના ઓનલાઇન આયોજિત પાંચ દિવસીય એજન્ડા શિખર સંમેલનના (WEF Summit) પ્રથમ દિવસે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)વિશ્વની સ્થિતિ વિષય પર વિશેષ સંબોધન કરતા કહ્યું કે ભારત પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. તો બીજી તરફ દેશમાં વેક્સીનના 156 કરોડ ડોઝ (COVID-19 vaccine doses)આપી દેવામાં આવ્યા છે. ભારતે દુનિયાને આશાનો ગુલદસ્તો આપ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત જેવા મજબૂત લોકતંત્રએ આખા વિશ્વને એક સુંદર ભેટ આપી છે અને તે ભેટ છે બુકે ઓફ હોપ. બુકેમાં છે ભારતીયોનો લોકતંત્ર પર અતુટ વિશ્વાસ. આ બુકેમાં છે 21મી સદીને સશક્ત કરવાની પ્રોદ્યોગિકી. આ બુકેમાં ભારતીયોનો ટેમ્પરામેન્ટ અને ભારતીયોની પ્રતિભા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જે બહુભાષી અને બહુસાંસ્કૃતિક માહોલમાં ભારતીય રહે છે તે ભારત જ નહીં આખા વિશ્વની ઘણી મોટી તાકાત છે. આ તાકાત સંકટના સમયમાં ફક્ત પોતાના માટે વિચાર કરવો નહીં પણ માનવતાના હીતમાં કામ કરવાનું શીખવાડે છે. પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે આજે ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટુ ફાર્મા ઉત્પાદક છે. કોવિડના સમયમાં આપણે જોયું કે ભારત કેવી રીતે ‘વન અર્થ વન હેલ્થ’ના વિઝન પર ચાલતા ઘણા દેશોની જરૂરી દવાઓ અને વેક્સીન આપીને કરોડો લોકોના જીવ બચાવી રહ્યું છે.
પીએમે કહ્યું કે ભારત કોરોનાની અન્ય એક લહેરનો સાવધાની અને સતર્કતાથી મુકાબલો કરી રહ્યું છે. ભારત આર્થિક ક્ષેત્રમાં પણ ઘણા આશાવાન પરિણામો સાથે આગળ વધી રહ્યું છે. ભારતમાં આઝાદીના 75 વર્ષ પૂરા થવાનો ઉત્સાહ પણ છે. ભારત આજે એક વર્ષમાં લગભગ 160 કરોડ વેક્સીન ડોઝ આપવાના આત્મવિશ્વાસથી ભરેલો છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત દુનિયામાં રેકોર્ડ સોફ્ટવેયર એન્જીનિયરો મોકલી રહ્યું છે. 50 લાખથી વધારે સોફ્ટવેયર ડેવલપર ભારતમાં કામ કરી રહ્યા છે. આજે ભારતમાં દુનિયામાં ત્રીજા નંબરના સૌથી વધારે યૂનિકોર્ન્સ છે. ભારતમાં 10 હજારથી વધારે સ્ટાર્ટઅપ્સ છેલ્લા 6 મહિનામાં રજિસ્ટર થયા છે.
પીએમે કહ્યું કે કોરોના કાલખંડ શરૂ થયો ત્યારથી અમે 80 કરોડ લોકોને મફત અનાજ પહોંચાડી રહ્યા છીએ. અમે સુધારા ઉપર પણ ઘણો ફોક્સ કર્યો છે. આજે અમારા પગલાની દુનિયાના અર્થશાસ્ત્રી પણ પ્રશંસા કરી રહ્યા છે. દુનિયાની અપેક્ષાઓને ભારત જરૂર પુરી કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર