નૉબેલ વિજેતા અભિજીત બેનર્જીએે જણાવ્યું મોદીની જીતનું કારણ અને NYAYની ખામી

NYAY વિશે વાત કરતાં અભિજીત બેનર્જીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ સારી રીતે ડિઝાઇન નહોતો કરવામાં આવ્યો

News18 Gujarati
Updated: October 20, 2019, 3:34 PM IST
નૉબેલ વિજેતા અભિજીત બેનર્જીએે જણાવ્યું મોદીની જીતનું કારણ અને NYAYની ખામી
NYAY વિશે વાત કરતાં અભિજીત બેનર્જીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ સારી રીતે ડિઝાઇન નહોતો કરવામાં આવ્યો
News18 Gujarati
Updated: October 20, 2019, 3:34 PM IST
(મારયા શકીલ)

નૉબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીએ શનિવારે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'વાસ્તવમાં લોકપ્રિય છે' અને લોકોએ તેમનું સમર્થન કર્યુ, કારણ કે તેઓએ અનુભવ્યું કે કોઈ અન્ય વિપક્ષી નેતા વોટ આપવા લાયક નહોતા. CNN-News18 સાથે વાત કરતાં બેનર્જીએ કહ્યુ કે, મતદારોએ પીએમ મોદીને પૂરા પેકેજના રૂપમાં સમર્થન આપ્યું. જોકે, તેઓએ એમ પણ કહ્યુ કે ચૂંટણી જીતને સરકારની નીતિઓના સમર્થન તરીકે ન જોવું જોઈએ.

અભિજીત બેનર્જીએ હાલમાં જ વૈશ્વિક ગરીબીને ઓછી કરવા માટે કરેલા પોતાના કાર્યો માટે બે અન્ય લોકોની સાથે નૉબેલ પુરસ્કાર જીત્યો છે. બીજી તરફ, બેનર્જીએ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની ટીકા સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતા કહ્યુ કે, લોકોએ મોદીને વોટ આપ્યા હતા, તેમના દરેક નિર્ણય માટે નહીં. નૉબેલ વિજેતા બેનર્જીએ કહ્યુ કે, મને લાગે છે કે કોઈ પણ સરકાર 100 ચીજો કરે છે અને લોકને તે તમામ મુદ્દાઓ પર વોટ આપવાનો હોય છે. મોટાભાગના લોકોએ મોદી માટે મતદાન કર્યું છે, જે મને લાગે છે કે તેઓ વાસ્તવમાં લોકપ્રિય છે અને તેઓએ નિર્ણય લીધો કે કોઈ અન્ય વિપક્ષી નેતા વોટ આપવા લાયક નથી.

NYAY પર બોલ્યા બેનર્જી

NYAY પર બેનર્જીએ સ્વીકાર કર્યો કે કાયક્રમ સારી રીતે ડિઝાઇન નહોતો કર્યો. તેઓએ કહ્યુ કે, NYAYને યોગ્ય રીતે ડિઝાઇન નહોતો કર્યો. હું તેની જવાબદારી નથી લેતો કારણ કે કોઈએ મને એમ નથી પૂછ્યું કે તેને કેવી રીતે ડિઝાઇન કરવું જોઈએ. તેથી મને નથી લાગતું કે આ યોજનાનો સમય આવ્યો છે કે નહીં? આ એક અલગ સવાલ છે.

તેઓએ કહ્યુ કે, મને લાગે છે કે આ એક વિચાર હતો, જેને રાજકીય રીતે સમર્થન મળતું તો પણ તે બેસ્ટ ડિઝાઇન પ્રોગ્રામ નહોતો. જો યૂપીએ ચૂંટણી જીતી જતી, તો તેમણે આ યોજનાને સમાયોજિત કરવી પડતી કારણ કે તેને બદલવા માટે રાજકીય દબાણ કે આર્થિક દબાણ ઊભું થાત.
Loading...

બેનર્જીએ કહ્યુ કે, આ બધામાં મારી ભૂમિકા યોજનાને ડિઝાઇન કરવાની નહોતી, પરંતુ મારું કામ એ જાણકારી આપવાનું હતું કે તેનો ચૂંટણી દરમિયાન શું ઉપયોગ કરી શકો છો.

કોંગ્રેસ વિશે બેનર્જીએ શું કહ્યુ?

કોંગ્રેસ વિશે બોલતાં બેનર્જીએ કહ્યુ કે, દેશમાં એક મજબૂત વિપક્ષની આવશ્યક્તા ઉપર પણ ભાર મૂક્યો. તેઓએ કહ્યુ કે, હાલ ભારતને ચોક્કસપણે એક મજબૂત વિપક્ષની જરૂરિયાત છે. તે લોકતંત્ર માટે સારું હશે. હાલ મને લાગે છે કે લોકોને નથી લાગતું કે કૉંગ્રેસ તે ભારને ઉઠાવવા માટે તૈયાર છે.

તેઓએ કહ્યુ કે, હાલ કૉંગ્રેસની પાસે કોઈ વર્તમાન નથી. પાર્ટીના જે પણ અધ્યક્ષ હોય, તેને તાકાત આપવી જરૂરી છે, જેથી તે જેવું ઈચ્છે પાર્ટી ચલાવવાનો તેને અધિકાર હોય.

આ પણ વાંચો,

પીએમ મોદી આમિર, શાહરુખ અને કંગના સહિત ઘણા કલાકારોને મળ્યા, ગુજરાત જવાની અપીલ કરી
કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ આપવો તુર્કીને ભારે પડ્યો, PM મોદીએ પ્રવાસ રદ કર્યો
First published: October 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...