PM મોદીએ રમઝાનની શુભકામના પાઠવી, કહ્યું - આપણે કોરોના સામે જંગ જરુર જીતીશું

જાણકારી માટે તમને જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ લોકડાઉન પાર્ટ 2ની જાહેરાત કરતી વખતે લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની અપીલ કરી હતી. જે પછી તેના ડાઉનલોડની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. આ એપને તે પછીના 24 કલાકમાં 4 કરોડ લોકોએ ડાઉનલોડ કર્યું છે.

ઉલેમાએ કોરોના વાયરસને જોતા મુસ્લિમ સમુદાયને ઘરમાં રહીને ઇબાદદ કરવાની અપીલ કરી

  • Share this:
    નવી દિલ્હી : રમઝાનનો (Ramzan) પવિત્ર મહિનો શરુ થઈ ગયો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશવાસીઓને રમઝાનની શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે કોરોના વાયરસ (CoronaVirus)સામેની લડાઇ જરુર જીતીશું

    પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે રમઝાન મુબારક. હું બધાની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની દુઆ માગું છું. આ પવિત્ર મહિનો દયા, ભાઈચારા અને કરુણાને પ્રસારિત કરે. આપણે કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડાઇમાં જીત મેળવીએ અને એક સ્વસ્થ વિશ્વ બનાવવામાં સફળ થઈએ.



    આ પણ વાંચો - રાહુલનો પ્રહાર, કહ્યું - સૈનિકો, કર્મચારીઓના ભથ્થા કાપવાના બદલે બૂલેટ ટ્રેન પરિયોજના રોકે સરકાર

    દિલ્હી સહિત આખા દેશમાં રમઝાનનો મહિનો શનિવારથી શરુ થશે. દિલ્હી સહિત દેશના અલગ-અલગ ભાગમાં શુક્રવારે સાંજે રમઝાનનો ચાંદ જોવા મળ્યો હતો. ઉલેમાએ કોરોના વાયરસને જોતા મુસ્લિમ સમુદાયને ઘરમાં રહીને ઇબાદદ કરવાની અપીલ કરી છે.

    દિલ્હીના ફતેહપુરી મસ્જિદના શાહી ઇમામ મુફ્તિ મુકર્રમ અહમદે પીટીઆઈ-ભાષાને કહ્યું કે હું જાહેરાત કરું છું કે દિલ્હીમાં કાલે પ્રથમ રોઝો રહેશે. દિલ્હીમાં ચાંદ જોવા મળ્યો છે. આ સિવાય દેશના ઘણા ભાગોમાં પણ ચાંદ જોવા મળ્યો છે.

    જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ પણ શનિવારે પ્રથમ રોઝાની જાહેરાત કરી હતી અને મુસ્લિમ સમુદાયને રમઝાનની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે લોકડાઉન લાગુ છે જેથી લોકો ઘરોમાં રહે અને જેટલી હોય તેટલી સાવધાની રાખે.
    Published by:Ashish Goyal
    First published: