અમિત શાહનો 55મો જન્મ દિવસ : મોદીએ કહ્યુ, મારા સહયોગીને અનેક શુભેચ્છાઓ

News18 Gujarati
Updated: October 22, 2019, 10:33 AM IST
અમિત શાહનો 55મો જન્મ દિવસ : મોદીએ કહ્યુ, મારા સહયોગીને અનેક શુભેચ્છાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ (ફાઇલ તસવીર)

અમિત શાહ ભારતને સશક્ત અને સુરક્ષિત કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે : પીએમ નરેન્દ્ર મોદી

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપી અધ્યક્ષ (BJP President) અમિત શાહ (Amit Shah)નો આજે 55મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અમિત શાહને જન્મ દિવસની શુભેચ્છાઓ આપતાં તેમના સ્વસ્થ અને દીર્ઘાયુ આયુષ્યની કામના કરી છે.

પીએમ મોદીએ અમિત શાહને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં કહ્યુ કે, કર્મઠ અનુભવી, કુશળ સંગઠનકર્તા અને મંત્રીમંડળમાં મારા સહયોગી અમિત શાહજીને જન્મ દિવસની અનેક શુભકામનાઓ.

પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, સરકારમાં બહુમૂલ્ય ભૂમિકા નિભાવવાની સાથે જ તેઓ ભારતને સશક્ત અને સુરક્ષિત કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ઈશ્વર તેમને દીર્ઘાયુ કરે અને હંમેશા સ્વસ્થ રાખે.

અમિત શાહના જન્મ દિવસે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ પણ ટ્વિટ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. તેઓએ શુભેચ્છા આપવાની સાથે જ કહ્યુ કે, દેશના ગૃહ મંત્રીના રૂપમાં તેઓ આંતરિક સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે. હું તેમના દીર્ઘાયુ થવાની અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ પણ ગૃહ મંત્રીને જન્મ દિવસની શુભેચ્છા આપવાની સાથોસાથ કહ્યુ કે, આવી જ કર્મઠતા સાથે આપના હસ્તે દેશની સેવા થતી રહે.

આ પણ વાંચો,
First published: October 22, 2019
વધુ વાંચો
अगली ख़बर