Home /News /national-international /

PM મોદી આજે મણિપુર અને ત્રિપુરાને આપશે વિકાસની ભેટ, વિવિધ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન

PM મોદી આજે મણિપુર અને ત્રિપુરાને આપશે વિકાસની ભેટ, વિવિધ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (File pic)

PM Modi Manipur Tripura visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મણિપુર (Manipur) અને ત્રિપુરા (Tripura)માં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા માટે આજે બંને રાજ્યોની મુલાકાત લેશે.

    નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મણિપુર (Manipur) અને ત્રિપુરા (Tripura)માં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા માટે આજે બંને રાજ્યોની મુલાકાત લેશે. પીએમઓએ જણાવ્યા મુજબ વડાપ્રધાન ઇમ્ફાલમાં 4,800 કરોડ રૂપિયાના 22 પ્રોજેક્ટની શરૂઆત કરશે જ્યારે અગરતલામાં તેઓ મહારાજા બીર વિક્રમ એરપોર્ટ પર નવી ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે અને બે મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓનો પણ શુભારંભ કરશે. મણિપુરમાં મોદી 1,850 કરોડ રૂપિયાની 13 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને 2,950 કરોડ રૂપિયાના નવ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણીના સપ્લાય, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ અને કળા તેમજ સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે.

    કનેક્ટિવિટીમાં સુધારો લાવવા માટે દેશભરમાં ચાલી રહેલા પ્રોજેક્ટની જેમ પીએમ મોદી 1,700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનનાર પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની પરિયોજનાનો શિલાન્યાસ કરશે. એક અન્ય મહત્વનો પ્રોજેક્ટ નેશનલ હાઇવે-37 પર બરાક નદી પર 75 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સ્ટીલનો એક પુલ છે, જે ઇમ્ફાલથી સિલચર સુધીની કનેક્ટિવિટી વધારશે અને મોદી તેનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મણિપુરના લોકોને લગભગ 1,100 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 2,387 મોબાઈલ ટાવર પણ સમર્પિત કરશે, જેનાથી મોબાઈલ કનેક્ટિવિટીમાં સુધારો થશે.

    પીવાના પાણીના સપ્લાયની પરિયોજનાઓનું ઉદ્ઘાટન

    પીએમઓએ કહ્યું કે પ્રત્યેક ઘર સુધી સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાની મોદીની કવાયતના ભાગરૂપે રાજ્યમાં પીવાના પાણીના સપ્લાય માટેના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમાં થોબલ બહુહેતુક પ્રોજેક્ટની 280 કરોડ રૂપિયાની વોટર ટ્રાન્સમિશન સિસ્ટમનો સમાવેશ થાય છે. અન્ય એક પ્રોજેક્ટમાં તામેંગલોંગ જિલ્લાના 10 વિસ્તારોના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી મળશે અને તેની કિંમત 65 કરોડ રૂપિયા છે.

    મોદી 51 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ‘સેનાપતિ જિલ્લા મુખ્યાલય પાણી પુરવઠા યોજના’નું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન ઈમ્ફાલમાં 160 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે. તેઓ કિયામગેઈમાં 200 બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે.

    આ પણ વાંચો: LAC વિવાદ : લદ્દાખ પાસે ચીનના 60,000 સૈનિકો તૈનાત, ભારત પણ જડબાતોડ જવાબ આપવા તૈયાર

    મોદી 'ઈમ્ફાલ સ્માર્ટ સિટી મિશન' હેઠળ વિવિધ પ્રોજેક્ટ લોન્ચ કરશે
    ભારતીય શહેરોના પુનરુદ્ધાર માટેના પ્રયાસોના ભાગરૂપે મોદી 'ઈમ્ફાલ સ્માર્ટ સિટી મિશન' હેઠળ અનેક પ્રોજેક્ટ્સ શરુ કરશે. પીએમઓએ કહ્યું કે મોદી ઈન્વેન્શન, ઈનોવેશન, ઈન્ક્યુબેશન એન્ડ ટ્રેનિંગ સેન્ટર (CIIIT)નો પણ પાયો નાખશે. આ પ્રોજેક્ટ રાજ્યમાં જાહેર-ખાનગી ભાગીદારીની સૌથી મોટી પહેલ છે અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રને આનાથી ઘણું પ્રોત્સાહન મળશે તથા રાજ્યમાં રોજગારીની તકો પણ પેદા કરશે. પીએમઓએ કહ્યું કે મણિપુરમાં હેન્ડલૂમ ઉદ્યોગને મજબૂત કરવા માટે મોદી બે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Tripura, પીઅેમ નરેન્દ્ર મોદી, મણીપુર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन