વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે, વાવાઝોડાથી થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કરશે

ફાઇલ ફોટો

 • Share this:
  નવી દિલ્લી: અરબ સાગરમાથી શરૂ થયેલુ વાવાઝોડુ ગુજરાત સાથે ટકારાયું અને ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓને નુકસાન થયુ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાએ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. જેથી આજે વડાપ્રધાન મોદી 11.30 કલાકે ગુજરાત આવશે અને વાવાઝોડાથી થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કરશે.

  રાજ્યમાં વાવાઝોડાને કારણે થયેલા નુકસાનું હવાઈ નિરીક્ષણ કરવા પીએમ મોદી આવવાના છે. પ્રધાનમંત્રી દીવમાં થયેલા નુકસાનની પણ માહિતી મેળવવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચવાના છે. ત્યારબાદ તેઓ ઉના, જાફરાબાદ, મહુવા સહિતના વિસ્તારો અને દીવનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી અમદાવાદમાં એક રિવ્યૂ બેઠક કરશે. પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હવાઈ નિરીક્ષણમાં જોડાઈ શકે છે.

  રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાએ નુકસાન કર્યુ છે. આ દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. તો અનેક જગ્યાએ વાવાઝોડાને કારણે ઝાડ ધરાશાયી થઈ ગયા છે. લાઇટોને નુકસાન પહોંચ્યું છે. રાજ્યભરમાં 5951 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 2101 ગામમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. 165 સબસ્ટેશનને નુકસાન પહોંચ્યું છે. 950 ટુકડીઓ ઈલેક્ટ્રિસિટી શરૂ થાય તે માટે કામ કરી રહી છે. રાજ્યમાં આવતીકાલ સુધીમાં તમામ લાઈટો શરૂ થઈ જશે. મુખ્યમંત્રીએ આ માહિતી આપી છે.

  સીએમ વિજય રૂપાણીએ કહ્યું - ગઇકાલથી શરુ થયેલુ વાવાઝોડું વહેલી સવાર સુધીમા ગુજરાતમાંથી પસાર થઇ જશે. પૂર્વવત્ સ્થિતિ કાલે બપોર સુધીમાં થઇ જશે એવી આગાહી છે. આગોતરા આયોજનને કારણે સ્થિતિ અંકુશમાં છે. સક્રિયતાથી વહીવટી તંત્રએ ઉપરથી નીચે સુધી કામ કર્યું છે. જેને લઇને વધુ જાનહાનિને અનિચ્છનીય ઘટનાઓ આપણે રોકી શકયા છીયે. બેઠકમાં કલેક્ટરો સાથે ચર્ચા મુજબ વાવાઝોડાને કારણે મૃત્યુએ લગભગ નહીવત છે. અકસ્માતે 13 લોકોના મૃત્યુ થયા છે.
  Published by:kuldipsinh barot
  First published: