Home /News /national-international /

PM મોદી ત્રણ દેશોનો કરશે પ્રવાસ, પેલેસ્ટાઈન-ઓમાન જનાર પ્રથમ PM બનશે

PM મોદી ત્રણ દેશોનો કરશે પ્રવાસ, પેલેસ્ટાઈન-ઓમાન જનાર પ્રથમ PM બનશે

ભારતીય વડાપ્રધાનની પેલેસ્ટાઈન અને ઓમાનની પ્રથમ અને યુએઈની બીજી આ બીજી યાત્રા હશે...

ભારતીય વડાપ્રધાનની પેલેસ્ટાઈન અને ઓમાનની પ્રથમ અને યુએઈની બીજી આ બીજી યાત્રા હશે...

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ફેબ્રુઆરીમાં ત્રણ દેશોના પ્રવાસે જશે. પીએમ મોદી પેલેસ્ટાઈન, ઓમાન અને યુએઈનો પ્રવાસ કરશે. કોઈ પણ ભારતીય વડાપ્રધાનની પેલેસ્ટાઈન અને ઓમાનની પ્રથમ અને યુએઈની બીજી આ બીજી યાત્રા હશે. જોઈએ આ ખાસ રિપોર્ટ..

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને 4 દિવસના વિદેશી પ્રવાસે જઈ રહ્યાં છે. પીએમ 9 ફેબ્રુઆરીએ રવાના થશે. આ દરમિયાન તેઓ પેલેસ્ટાઈન, ઓમાન અને UAE જશે. પેલેસ્ટાઈનની મુલાકાત એટલાં માટે મહત્વની છે કે કારણકે હાલમાં જ ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ પાંચ દિવસની ભારતની મુલાકાતે આવ્યાં હતા. ઇઝરાયેલ અને પેલસ્ટાઈન વચ્ચે સારા સંબંધ નથી. ત્યારે ઇઝરાયેલની સાથે પેલેસ્ટાઈન સાથે પણ સારા સંબંધ બની રહે તેવા પ્રયાસો પીએમ મોદી કરશે. જો કે ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે પહેલેથી જ સારા સંબંધો છે અને યુએનમાં એક અલગ દેશ તરીકે ભારત હંમેશા પેલેસ્ટાઈનના પક્ષમાં અવાજ ઉઠાવતાં રહ્યાં છે..ઇઝરાયેલ સાથે સંબંધોમાં ઘનિષ્ઠા લાવ્યાં બાદ હવે ભારત પેલેસ્ટાઈનમાં પણ મોટો રોલ ભજવવા માગે છે. ભારતનો પ્રયાસ છે કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ બની રહે અને બંને દેશો વાતચીતથી પોતાના વિવાદોનું સમાધાન કરે.

    વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે, કોઈ ભારતીય વડાપ્રધાનની પેલેસ્ટાઈનની પહેલી યાત્રા હશે અને મોદીની યુએઈની બીજી યાત્રા તથા ઓમાનની પણ પહેલી યાત્રા હશે. યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી ત્યાંના નેતાઓ સાથે ચર્ચા કરશે. અને કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે.તો ઓમાન યાત્રા દરમિયાન મોદીનું ધ્યાન વેપાર અને રક્ષા જેવા ક્ષેત્રમાં સહયોગ વધારવા પર રહેશે, વિદેશ મંત્રાલય અનુસાર ભારત અને ઓમાનની વચ્ચે દ્વીપક્ષીય વેપાર અને રોકાણ મજબૂત બનાવવામાં ધ્યાન આપશે. તો આ સાથે જ પીએમ મોદી ઓમાનમાં ભારતીય સમુદાયને મળશે અને તેઓ સાથે વાતચીત કરશે.

    PM ની યૂએઈની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી રક્ષા, સુરક્ષા અને વેપાર જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરશે અને યૂએઈમાં છઠ્ઠી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધિત કરશે. આ સમિટ દુબઈમાં યોજાશે અને ભારતને અહી ગેસ્ટ ઓફ ઓનર સ્ટેટસ અપાયુ છે. પીએમની આ ત્રણેય દેશોની મુલાકાત ભારતના હિત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે આ ત્રણેય દેશો સાથે ભારતના આર્થિક સંબંધો ખૂબ મજબૂત રહ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Oman, Palestine, Travel, UAE, પીઅેમ નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन