Home /News /national-international /

#MainBhiChowkidaar: પીએમ મોદી આજે 25 લાખ ચોકીદારો સાથે કરશે વાત

#MainBhiChowkidaar: પીએમ મોદી આજે 25 લાખ ચોકીદારો સાથે કરશે વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

ભાજપના 'મેં ભી ચોકીદાર અભિયાન' હેઠળ ધૂળેટીની પૂર્વ સંધ્યાએ પીએમ મોદી ચોકીદારો સાથે સંવાદ કરશે

    ભાજપના 'મેં ભી ચોકીદાર' અભિયાન બુધવારે એક અલગ જ અંદાજમાં નજરે પડશે. બુધવારે એટલે કે હોળીના દિવસે પીએમ મોદી દેશના 25 લાખ લોકો સાથે વાત કરવાના છે. તે 'મેં ભી ચોકીદાર' અભિયાન અંતર્ગત કરવામાં આવેલી પહેલની સીરીઝનો પહેલો હિસ્સો છે. તે હેઠળ પીએમ મોદી દેશવાસીઓ સાથે વાતચીત કરવાના છે. ભાજપે મોદીના આ કાર્યક્રમની જાણકારી આપી છે. આ કાર્યક્રમ સાંજે 4.30 વાગ્યે યોજાવાનો છે.

    ભાજપે પોતાના ટ્વિટર એકાઉન્ટર પર જાણકારી આપી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બુધવાર 20 માર્ચ 2019ના રોજ સાંજે સાડા ચારે હોળીના શુભ અવસરે ઓડિયો બ્રિજના માધ્યમથી દેશભરમાં 25 લાખ ચોકીદારોને સંબોધિત કરશે અને તેમની સાથે હોળીના રંગ શેર કરશે.

    આ કાર્યક્રમ ઉપરાંત મોદી 31 માર્ચે પણ વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા દેશના લગભગ 500 સ્થળો પર તે ચોકીદારો સાથે વાત કરશે જે 'મેં ભી ચોકીદાર' અભિયાન સાથે જોડાયેલા છે. આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યે યોજાશે.

    આ પણ વાંચો, ANALYSIS: BJPના મિશન 2019નું ટ્રમ્પકાર્ડ છે, 'મેં ભી ચોકીદાર'

    આ પહેલા ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મીડિયાને કહ્યું કે, 'મેં ભી ચોકીદાર હું' આંદોલન એક મોટું જન આંદોલન બની ગયું છે. જ્યારથી સોશિયલ મીડિયા પર ચાલ્યું તો સમગ્ર દેશ ગ્લોબલ ટ્રેન્ડ બન્યો હતો. 20 લાખ લોકોએ તેનું ટ્વિટ કર્યું. તેને સોશિયલ મીડિયા અને નમો એપ પર 1 કરોડ લોકોએ પ્લે કર્યું.
    First published:

    Tags: Chowkidar Chor Hai, Lok Sabha Elections 2019, Main Bhi Chowkidar, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन