Coronavirusના કારણે આ વખતે PM મોદી હોળી મિલન સમારોહમાં સામેલ નહીં થાય

News18 Gujarati
Updated: March 4, 2020, 12:30 PM IST
Coronavirusના કારણે આ વખતે PM મોદી હોળી મિલન સમારોહમાં સામેલ નહીં થાય
રાજનાથ સિંહ અને અમિત શાહની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PTI)

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, આ વર્ષે મેં નિર્ણય લીધો છે કે હું કોઈ પણ હોળી મિલન સમારોહમાં સામેલ નહીં થાઉં

  • Share this:
નવી દિલ્હી : અનેક દેશોમાં કહેર મચાવ્યા બાદ કોરોનાવાયરસ (Coronavirus) હવે ભારત (India)માં પણ પગ ફેલાવી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી તેના 6 કેસની પુષ્ટિ થઈ છે. કોરોનાવાયરસના ડરની વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે તેનો સામનો કરવા માટે તમામ તૈયારી કરી લીધી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરોનાવાયરસના કારણે હોળી મિલન સમારોહ (Holi Celebration)માં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, દુનિયાભરના એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે કોરોનાવાયરસ (COVID-19)ને ફેલાવાથી રોકવા માટે કોઈ મોટા સ્તરના કાર્યક્રમ ન આયોજિત કરવામાં આવે, વધુ લોકોને એક સ્થળે એકત્રિત ન કરવામાં આવે. તેથી આ વર્ષે મેં નિર્ણય લીધો છે કે હું કોઈ પણ હોળી મિલન સમારોહમાં સામેલ નહીં થાઉં.



નોંધનીય છે કે, કોરોનાવાયરસથી અત્યાર સુધી દુનિયાભરમાં 3 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. બીજી તરફ, ભારતમાં કોવિડના સંક્રમણની સંખ્યા 21 થઈ ગઈ છે. પહેલા 6 મામલાની પુષ્ટિ થઈ હતી. પછી મંગળવારે ભારતના પ્રવાસે આવેલા ઈટલીના 21 નાગરિકોમાંથી 14 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તેમની સાથેના એક ભારતીય પણ કોરોનાથી સંક્રમિત હોવાના અહેવાલ સામે આવ્યા છે.આ પણ વાંચો, Coronavirus: ઈટલીથી આવેલા 15 પ્રવાસી કોરોનાથી પીડિત, AIIMSએ કરી પુષ્ટિ

બીજી તરફ, નોઇડામાં કોરોનાવાયરસના સંદિગ્ધ ત્રણ બાળકો સહિત જે 6 લોકોનાં નમૂના લેવામાં આવ્યા હતા તેમની તપાસ નેગેટિવ આવી છે. જોકે, હજુ તમામ 6 લોકોને 14 દિવસ માટે પોતપોતાના ઘરમાં અલગ રાખવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે જો તેમનામાં કોવિડ-19 (COVID-19)ના લક્ષણ જોવા મળે છે તો તેમના નમૂનાઓની ફરી તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો, હવે મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના 6 સંદિગ્ધ કેસ, દર્દીઓને મોનિટરિંગ માટે અલગ રખાયા
First published: March 4, 2020, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading