કોકરાઝારમાં PM મોદીએ કહ્યું, જનતાનો પ્રેમ મને દરેક ડંડાથી બચાવી લેશે

કોકરાઝારમાં PM મોદીએ કહ્યું, જનતાનો પ્રેમ મને દરેક ડંડાથી બચાવી લેશે
કોકરાઝારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આજનો દિવસ તે હજારો શહીદોને યાદ કરવાનો છે જેઓએ દેશ માટે પોતાના કર્તવ્ય પથ પર બલિદાન આપ્યું : નરેન્દ્ર મોદી

  • Share this:
    આસામ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નાગરિકતા સંશોધન કાયદા (Citizen Amendment Act) બાદ પહેલીવાર આસામ (Assam)ના પ્રવાસે પહોંચ્યા. આસામના કોકરાઝાર (Kokrajhar)માં એક રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે ક્યારેક લોકો મોદીને ડંડો મારવાની વાત કહે છે. પરંતુ જે મોદીને આટલી મોટી સંખ્યામાં માતાઓ-બહેનો સુરક્ષા કવચ મળ્યું છે તેની પર કેટલા પણ ડંડા વાગે તેનાથી કંઈ નહીં થાય. તેની સાથે જ તેઓએ કહ્યું કે આજે જે ઉત્સાહ, જે ઉમંગમાં આપના ચહેરા પર જોઈ રહ્યો છું, તે અહીંના 'આરોનાઈ' અને 'ડોખોના'ના રંગારંગ માહોલથી પણ વધુ સંતોષ આપનારું છે. આજનો દિવસ તે હજારો શહીદોને યાદ કરવાનો છે જેઓએ દેશ માટે પોતાના કર્તવ્ય પથ પર બલિદાન આપ્યું.

    પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજનો દિવસ આ સમજૂતી માટે ખૂબ સકારાત્મક ભૂમિકા નિભાવનારા ઑલ બોડો સ્ટુડન્ટ્સ યૂનિયન, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલેન્ડ સાથે જોડાયેલા તમામ યુવા સાથીઓ, BTCના ચીફ શ્રીહગરામામાહીલારે અને આસામ સરકારની પ્રતિબદ્ધતાને અભિનંદન આપવાનો છે. આજનો દિવસ આસામ સહિત સમગ્ર નોર્થ ઈસ્ટ માટે 21મી સદીમાં એક નવી શરૂઆત, એક નવું સવાર, નવી પ્રેરણાનું સ્વાગત કરવાનો છે. હું ન્યૂ ઈન્ડિયાના નવા સંકલ્પોમાં તમે પણ શાંતિપ્રિય આસામ, શાં‍તિ અને વિકાસ પ્રિય નોર્થઈસ્ટનું સ્વાગત કરું છું, અભિનંદન પાઠવું છું.





    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હવે આસામમાં અનેક સાથીઓએ શાંતિ અને અહિંસાનો માર્ગ સ્વીકારવાની સાથે જ લોકતંત્રનો સ્વીકાર કર્યો છે. ભારતના બંધારણનો સ્વીકાર કર્યો છે. હું બોડો લેન્ડ મૂવમેન્ટનો હિસ્સો રહેલા તમામ લોકોના રાષ્ટ્રની મુખ્યધારામાં સામેલ થવાનું સ્વાગત કરું છું. પાંચ દશક બાદ પૂરા સૌહાર્દની સાથે બોડો લેન્ડ મૂવમેન્ટ સાથે જોડાયેલા તમામ સાથીની અપેક્ષાઓ અને આકાંક્ષાઓનું સન્માન મળ્યું છે. હવે કેન્દ્ર સરકાર, આસામ સરકાર અને બોડો આંદોલન સાથે જોડાયેલા સંગઠનોએ જે ઐતિહાસિક એકોર્ડ પર સહમતિ વ્યક્ત કરી છે, જેની પર સહી કરી છે, ત્યારબાદ હવે કોઈ માંગ બચી નથી અને હવે વિકાસની પહેલી પ્રાથમિકતા છે અને અંતિમ પણ.

    આ પણ વાંચો,

    ગૃહ મંત્રી અમિત શાહનો દાવો : 45થી વધુ સીટો જીતી દિલ્હીમાં BJP સરકાર બનાવશે
    ઈમરાનની ભારતને ધમકી : હુમલો ન કરતા, આઝાદી માટે જીવ આપતાં પેગંબર બાદ બીજો દરજ્જો મળે છે
    First published:February 07, 2020, 14:55 pm

    ટૉપ ન્યૂઝ