કોરોના મહામારી વચ્ચે PM મોદી 16 અને 17 જૂને મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

કોરોના મહામારી વચ્ચે PM મોદી 16 અને 17 જૂને મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

PM મોદી મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરશે

 • Share this:
  નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)ના કેસ સતત વધી રહ્યા છે. આવા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)દેશમાં કોરોના વાયરસની (Coronavirus)સ્થિતિ પર મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા માટે 16 અને 17 જૂને ફરી વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે આ વાતની પૃષ્ટી કરી છે.

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 જૂનના રોજ સાંજે 3.00 વાગે પંજાબ, અસમ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, સિક્કિમના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ, પુડુચેરી, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષદ્વીપ, દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસને સાથે પણ વાત કરશે.

  આ પણ વાંચો - સરકારે ધાર્મિક સ્થળ, મોલ્સ અને ઓફિસ માટે જાહેર કરી નવી ગાઇડલાઇન  પ્રધાનમંત્રી મોદી 17 જૂને સાંજે 3.00 વાગે મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, આંધ્ર પ્રદેશ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, તેલંગાણા અને ઓડિશાના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરશે.

  આ પહેલા 29 મે ના રોજ કોરોના સંક્રમણ સામે લાગુ કરેલ લૉકડાઉન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ પછી લૉકડાઉનનાં ચરણબદ્ધ તરીકેથી રાહત આપવા માટે અનલૉકની શરુઆત કરી હતી.

  દેશમાં શુક્રવારે એક દિવસમાં કોવિડ-19 સંક્રમણના નવા કેસ પ્રથમ વખત 10,000ને પાર પહોંચી ગયા છે. કુલ કેસ વધીને 2,97,535 થયા છે.
  Published by:Ashish Goyal
  First published: