કોરોના લોકડાઉન : આજે સવારે 9 વાગે દેશવાસીઓના નામે વીડિયો સંદેશ આપશે PM મોદી

કોરોના લોકડાઉન : આજે સવારે 9 વાગે દેશવાસીઓના નામે વીડિયો સંદેશ આપશે PM મોદી
કોરોના લોકડાઉન : કાલે સવારે 9 વાગે દેશવાસીઓના નામે વીડિયો સંદેશ આપશે PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) દેશમાં કોરોના વાયરસ (Coronavirus)સંક્રમણના કારણે ઉત્પન થયેલી સ્થિતિઓ અને લોકડાઉનને (Lockdown) લઈને ગુરુવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. આ પછી પીએમ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપી હતી કે આજે એટલે કે 3 એપ્રિલે સવારે 9 વાગે દેશવાસીઓ માટે એક વીડિયો સંદેશ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા દેશવાસીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી અને તેમાં કોરાનાની બિમારીને ફેલાવવાથી રોકવા માટેના ઉપાયો પર ચર્ચા કરી હતી. પીએેમે મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે આગામી કેટલાક સપ્તાહમાં બધાએ ધ્યાન કોરોના વાયરસ સાથે જોડાયેલી તપાસ, સંક્રમિતોને શોધ કરવી, તેમને અલગ-થલગ રાખવા પર કેન્દ્રીત રહેવું જોઈએ.

  આ પણ વાંચો - શું 15 એપ્રિલે હટી જશે Lockdown? અરુણાચલના સીએમે કર્યું ટ્વિટ અને પછી હટાવ્યું

  વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીએ કહ્યું હતું કે લોકડાઉન 15 એપ્રિલ ખતમ થઈ રહી છે પણ તેનો અર્થ એ નથી કે તમે આઝાદ બનીને રસ્તા પર ફરવા લાગો. આપણે બધાએ જવાબદાર થવાનું છે, લોકડાઉન સોશિયલ ડિસ્ટેસિંગ જ કોવિડ-19થી લડવાની એકમાત્ર રીત છે.

  વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીએ મિઝોરમ, દિલ્હી, બિહાર, તેલંગાણા, પુંડુચેરી, ગોવા, ત્રિપુરા, ઉત્તરાખંડ, મેઘાલય, હિમાચલના મુખ્યમંત્રી સહિત રાજ્યોના સીએમ અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક હાજર હતા. આ દરમિયાન પીએમ મોદીએ (PM Modi)કહ્યું હતું કે આપણે કોરોના વાયરસનો સાથે મળીને મુકાબલો કરીશું.

  છેલ્લા બે સપ્તાહથી ઓછા સમયમાં પ્રધાનમંત્રીની મુખ્યમંત્રીઓ સાથે આ બીજી વાતચીત છે. આ પહેલા 20 માર્ચે વાતચીત કરી હતી.
  First published:April 02, 2020, 18:22 pm