નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)નું સંકટ દેશમાં ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા બે સપ્તાહથી કોરોના વાયરસ પોઝિટિવ કેસમાં ઘણો વધારો થયો છે અને આંકડો 2620 સુધી પહોંચી ગયો છે. આ મુદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)સતત દેશની મોટી હસ્તીઓ સાથે વાત કરી રહ્યા છે. પીએમ મોદીએ શુક્રવારે સ્પોર્ટ્સ જગતના લોકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલને બુધવારે વિપક્ષી દળોના નેતાઓ સાથે વાતચીત કરશે.
પ્રધાનમંત્રીની આ વાતચીત સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. આ દરમિયાન પીએમ મોદી એ પાર્ટીના નેતાઓ સાથે વાત કરશે. જેમના લોકસભા અને રાજ્યસભામાં પાંચ સાંસદ છે. આ વાતચીત કોરોના વાયરસના મુદ્દા પર થશે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે રવિવારે 5 એપ્રિલે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે લોકો ટોર્ચ, દીવા અને મીણબત્તી સળગાવી આ જંગમાં એકસાથે લડવાનો સંદેશો આપશે. કોરોના વાયરસની વિરુદ્ધની આ લડાઈમાં તમામ રમતો સાથે સંકળાયેલા ખેલાડીઅી પણ આગળ આવી રહ્યા છે. પીએમ મોદીએ શુક્રવારે 40 ખેલાડીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી.
12 ખેલાડીઓને પોતાની વાત રજૂ કરવા માટે મળી 3 મિનિટ
આ વીડિયો કોન્ફરન્સમાં પીએમ મોદી એ ખેલાડીઓને લૉકડાઉનના પાલન કરવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે કહ્યું. પીએમ મોદીની સાથે આ વીડિયો કોન્ફરનસમાં ભાગ લેનારા ખેલાડીઓની યાદમાં અનેક મહત્વના ક્રિકેટર પણ સામેલ છે. તેમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી ઉપરાંત વિશ્વ કપ વિજેતા પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન, યુવરાજ સિંહ એન કેએલ રાહુલના નામ સામેલ છે. રમત-ગમત મંત્રાલયના સૂત્રો મુજબ, તેમાંથી 12 ખેલાડીઓને પોતાની વાત રજૂ કરવા માટે 3 મિનિટ આપવામાં આવી હતી. જોકે તેઓએ આ ખેલાડીઓના નામનો ખુલાસો નથી કર્યો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર