આજથી બ્રિક્સ સંમેલન: આતંકવાદ વિરોધી સહયોગ વધારવા PM મોદી ભાર મૂકશે

News18 Gujarati
Updated: November 13, 2019, 11:13 AM IST
આજથી બ્રિક્સ સંમેલન: આતંકવાદ વિરોધી સહયોગ વધારવા PM મોદી ભાર મૂકશે
pm modi

આજથી 11મું બ્રિક્સ સંમેલન યોજાઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધન કરશે. વડાપ્રધાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને મળશે. જ્યા બંને દેશોમાં દ્વિપક્ષીય રણનીતિક ભાગીદારી વધારવા અંગે ચર્ચા કરવામાં આવશે.

  • Share this:
11 માં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલ જવા રવાના થયા છે, બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં યોજાનારી આ પરિષદમાં વડાપ્રધાન મોદીનું ધ્યાન આતંકવાદ વિરોધી સહયોગ વધારવા પર કેન્દ્રિત કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બ્રિક્સ સમિટ ડિજિટલ અર્થવ્યવસ્થા, વિજ્ઞાન અને ટેકનીકીમાં વિશ્વની પાંચ મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આતંકવાદ વિરુદ્ધ બ્રિક્સ દેશો વચ્ચે સહયોગ વધારવા માટે તંત્ર વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે શિખર સંમેલનની થીમ 'નવીન ભવિષ્ય માટે આર્થિક વિકાસ' છે. હું ઘણા વિષયો પર વ્યાપક સહકાર સંબંધિત અન્ય બ્રિક્સ નેતાઓ સાથેની ચર્ચાની રાહ જોઉં છું.મોદી બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધન કરશે

તેમણે કહ્યું કે હું બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધન કરીશ અને બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બૅન્ક સાથે ચર્ચા કરીશ. આ સમય દરમિયાન પીએમ મોદી બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોને મળશે અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટે ચર્ચા કરશે.બોલ્સોનારોને મળતાં વડાપ્રધાને કહ્યું કે ભારત અને બ્રાઝિલ વચ્ચે ખૂબ નજીકના સંબંધ છે અને બંને દેશો સંરક્ષણ, સુરક્ષા, વેપાર, કૃષિ,ઉર્જા અને અવકાશમા દ્વિપક્ષીય સંબંધોમાં વિસ્તાર કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદી છઠ્ઠી વખત ભાગ લેશે

પીએમ મોદી છઠ્ઠી વખત બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. 2014માં પ્રથમ વખત તે બ્રાઝિલના શહેર ફોર્ટાલિઝામાં ભાગ લીધો હતો, વડાપ્રધાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. બ્રિક્સ એ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સાથેની પાંચ ઉભરતી અર્થવ્યવસ્થાઓનું જૂથ છે.
First published: November 13, 2019, 10:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading