પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 19 માર્ચના રોજ રાત્રે 8.00 કલાકે દેશને સંબોધિત કરશે. આ દરમિયાન તે દેશવાસીઓને કોવિડ 19 સાથે જોડાયેલ મામલા અને તેનાથી બચવા સંબંધિત વાત કરશે
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. આ સંક્રમણથી અત્યાર સુધી ભારતમાં 3 લોકોના મોત થયા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે 19 માર્ચના રોજ રાત્રે 8.00 કલાકે દેશને સંબોધિત કરશે. આ દરમિયાન તે દેશવાસીઓને કોવિડ 19 સાથે જોડાયેલ મામલા અને તેનાથી બચવા સંબંધિત વાત કરશે.
બુધવારે પીએમ મોદીએ કોરોના વાયરસ સંક્રમણની ગંભીરતા જોતા ઉચ્ચ સ્તરીય મિટિંગ કરી હતી. આ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમણથી નિપટવાના પ્રયત્નોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કોરોના વાયરસ સંક્રમણથી નિપટવા માટે ભારતની તૈયારીઓ પર ચર્ચા થઈ હતી. સાથે સંદિગ્ધોની ટેસ્ટિંગની સુવિધાઓ વધારવા ઉપર પણ વાત થઈ હતી. પીએમ મોદીએ આ દરમિયાન બધા લોકોનો આભાર માન્યો જે સંક્રમણ દરમિયાન લોકો માટે કામ કરી રહ્યા છે.
Prime Minister Narendra Modi will address the nation on 19th March 2020 at 8 PM, during which he will talk about issues relating to COVID-19 and the efforts to combat it. pic.twitter.com/rH4P4qQwy3
પીએમ મોદીએ બુધવારે ટ્વિટર પર એમ્સના (AIIMs) એક ડોક્ટરનો મેસેજ પણ ટ્વિટ કર્યો હતો. જેમાં તેમણે ડોક્ટરોએ સહિત એ બધા લોકોની પ્રશંસા પણ કરી હતી, જે આ સમયે લોકોના જીવ બચાવવા માટે કામ કરી રહ્યા છે. પીએમએ ટ્વિટર પર ફોટો શેર કરીને લખ્યું હતું કે ડોક્ટર તમે ઘણું સારું કહ્યું છે. આ સિવાય આપણા ગ્રહને સુરક્ષિત અને સ્વસ્થ બનાવવા માટે કામ કરનાર બધા લોકો પ્રશંસાને પાત્ર છે. કોઈપણ શબ્દ તેમના અસાધારણ પ્રયત્નોની સાથે ક્યારેય ન્યાય કરી શકે નહીં.
Well said, Doctor!
Also a shout-out to all those working to make our planet safer and healthier. No words will ever do justice to their exceptional efforts. #IndiaFightsCoronahttps://t.co/4ENZlehiwD