સોશિયલ મીડિયાથી 'સંન્યાસ' પર PM મોદીએ ખતમ કર્યું સસ્પેન્સ, ટ્વિટ કરી આપી આ જાણકારી

News18 Gujarati
Updated: March 3, 2020, 2:33 PM IST
સોશિયલ મીડિયાથી 'સંન્યાસ' પર PM મોદીએ ખતમ કર્યું સસ્પેન્સ, ટ્વિટ કરી આપી આ જાણકારી
PM મોદીએ લખ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત કરશે

PM મોદીએ લખ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત કરશે

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોશિયલ મીડિયાથી હાલ સંન્યાસ નથી લઈ રહ્યા. તેઓએ મંગળવારે ટ્વિટ કરી તેની જાણકારી આપી છે. પીએમ મોદીએ લખ્યું કે તેઓ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day) પર પોતાનું ટ્વિટર એકાઉન્ટ તે મહિલાઓને સમર્પિત કરશે, જેનાથી તેઓ પ્રેરિત થયા છે.

વડાપ્રધાને ટ્વિટર પર લખ્યું કે, આ મહિલા દિવસ, હું મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ એ મહિલાઓને સોંપીશ, જેમના જીવન અને કામે આપણને પ્રેરિત કર્યા છે. આ તેમને લાખોને પ્રેરિત કરવા માટે મોટિવેટ કરશે.


વડાપ્રધાને વધુમાં લખ્યું કે, શું તમે એ મહિલા છો કે તમે એવી કોઈ મહિલાને જાણો છો જેઓએ આપને પ્રરિત કરી હોય? પોતાની આવી જ કહાણીને વિશે જણાવો. તેની સાથે #SheInspiresUs.

પીએમ મોદીએ સોમવારે શું ટ્વિટ કર્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટ્વિટ કર્યું કે તેઓ સોશિયલ મીડિયા છોડવા પર વિચાર કરી રહ્યા છે. પીએમ મોદીએ લખ્યું કે, આ રવિવારે હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ છોડવા પર વિચાર કરી રહ્યો છું. આપને તેના વિશે જાણકારી આપીશ.

પીએમ મોદીના આ ટ્વિટ પર અડધા કલાકમાં 9500 કોમેન્ટ્સ અને 27000થી વધુ લાઇક્સ આવી ગયા. બીજી તરફ #nosir ટ્રેન્ડ કરવા લાગ્યું. વડાપ્રધાનને આવું નહીં કરવા અપીલ કરવામાં આવી હતી.

પીએમ મોદીના કેટલા ફૉલોઅર્સ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ ટ્વિટર પર સૌથી વધુ ફૉલો થનારા નેતા છે. ટ્ટિટર પર પીએમ મોદીના 5 કરોડ 33 લાખથી વધુ ફૉલોઅર્સ છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના 7 કરોડ 32 લાખ ફૉલોઅર્સ છે. પીએમ મોદી ખુદ ટ્વિટર પર 2372 લોકોને ફૉલો કરે છે.

આવી જ રીતે પીએમ મોદીના ફેસબુક પેજ પર 4 કરોડ 47 લાખ 33 હજાર 955 લાઇક્સ છે. જ્યારે 4 કરોડ 46 લાખ 10 હજાર 232 ફૉલોઅર્સ છે. આ ઉપરાંત પીએમ મોદીને ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડ 52 લાખ લોકો ફૉલો કરે છે. યૂટ્યૂબ પર તેમના 45 લાખ 10 હજાર સબ્સક્રાઇબર્સ છે.

આ પણ વાંચો, PM મોદીએ બીજેપી સાંસદોને કહ્યું, સમાજમાં શાંતિ અને સદ્ભાવ માટે કામ કરો
First published: March 3, 2020, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading