અમ્ફાન Update: હવાઈ સર્વે બાદ PM મોદીએ બંગાળને 1000 કરોડ રૂપિયા મદદની કરી જાહેરાત

અમ્ફાન Update: હવાઈ સર્વે બાદ PM મોદીએ બંગાળને 1000 કરોડ રૂપિયા મદદની કરી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચક્રવાતી વાવાઝોડા અમ્ફાનથી પ્રભાવિત થયેલા વિસ્તારોના પ્રવાસે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચક્રવાતી વાવાઝોડા અમ્ફાનથી પ્રભાવિત થયેલા વિસ્તારોના પ્રવાસે છે

 • Share this:
  નવી દિલ્હીઃ સુપર સાઇક્લોન અમ્ફાન (Super Cyclone Amphan) ઓડિશા અને પશ્ચિમ બંગાળ (West Bengal)માં વિનાશ વેર્યા બાદ ગુરુવારે નબળું પડી ગયું.. બંગાળ માં અમ્ફાનથી 80 લોકોનાં મોત થયા અને બે જિલ્લામાં ભારે નુકસાન પહોંચ્યું છે. ઓડિશામાં પણ ભારે નુકસાનના અહેવાલ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બંગાળમાં અમ્ફાન પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યા બાદ પ્રારંભિક રીતે 1000 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ આ દુઃખના સમયમાં પશ્ચિમ બંગાળની સાથે છે.

  Amphan Updates  - PM મોદી બંગાળમાં અમ્ફાન વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારનો હવાઈ સર્વે કરી રહ્યા છે. આ દરમિયાન મમતા બેનર્જી પણ તેમની સાથે ઉપસ્થિત છે. મમતા બેનર્જીએ પીએમ મોદીને અમ્ફાનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી.


  - બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આભાર વ્યક્ત કર્યો છે. મમતા બેનર્જીએ ટ્વિટ કર્યું કે, રાષ્ટ્રપતિએ મારી પાસેથી ફોન પર અમ્ફાનમાં થયેલા નુકસાનની જાણકારી મેળવી. આ સંકટમાં તેમન સહયોગ માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.

  - PM મોદી કોલકાતા એરપોર્ટ પહોંચી ગયા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન બાબુલ સુપ્રિયો, પ્રતાપચંદ્ર સારંગી અને દેવશ્રી ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા.


  સુપર સાઇક્લોનના વ્યાપમાં હતો 600 કિલોમીટરનો વિસ્તાર

  તેની સાથે જ સુપર સાઇક્લોને લગભગ 200 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે કાંઠાઓ પર આક્રમણ કર્યું અને તેનો વ્યાપ લગભગ 600 કિલોમીટર વિસ્તાર શતો. તેની પહોંચ 15 કિલોમીટરની ઊંચાઈ સુધી હતી. બુધવાર બપોરે આ વાવાઝોડું બંગાળ અને ઓડિશાના કાંઠે ટકરાય તેની ઝડપ 160 કિ.મી. પ્રતિ કલાકની થઈ ગઈ તી. જોકે હજુ પણ જાનમાલને ભારે નુકસાન પહોંચાડવા માટે આ સ્પીડ ઘણી હતી. પવનની આ ઝડપનો અર્થ હતો વિનાશ અને સૌથી મોટો પડકાર શતો કે તેમાં ઓછામાં ઓછા લોકોની હાનિ થાય. સરકાર અને NDRF તેનો સામનો કરવા માટે અનેક પ્રભાવશાળી પગલાં ભરી રહ્યા હતા.

  આ પણ વાંચો, Super Cyclone Amphan: તોફાનમાં આવી રીતે ફેંકાયા અનેક ટ્રક

  કોલકાતાના ઉત્તર પૂર્વ સુંદરવન તરફથી વાવાઝોડાએ પ્રવેશ કર્યો અને રાજ્યના લગભગ 15 જિલ્લામાં વિનાશના દૃશ્યો સર્જાયા. બંગાળમાં અત્યાર સુધી 72 લોકોનાં મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. જેમાંથી 15 લોકોનાં મોત કોલકાતામાં થયા છે. જોકે તમામ જિલ્લાઓથી રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી.

  NDRFએ દિવસ-રાત કામ કર્યું

  તેના કારણે સ્કૂલો, કોમ્યુનિટિ કેન્દ્રો અને અન્ય સરકારી મકાનોને સામુદાયિક કેન્દ્રોમાં ફેરવી દેવામાં આવ્યા. સાગર દ્વીપ, સુંદરવન અને કાકદ્વીપન ઉપકેન્દ્રોમાં કેટલાક ગામોને સમગ્રપણે ખાલી કરાવવા પડ્યા. તેમાંથી ઘણા બધન વિસ્તાર દ્વીપ કે નદીની આસપાસ છે. તેથી હોડીની મદદથી લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવતા બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ દિવસ-રાત ચાલતું રહ્યું.

  આ પણ વાંચો, Amphanની અસર, ભારે વરસાદથી કોલકાતા એરપોર્ટ તળાવમાં ફેરવાયું, અનેક પ્લેન ફસાયા
  Published by:News18 Gujarati
  First published:May 22, 2020, 11:50 am

  ટૉપ ન્યૂઝ