Home /News /national-international /

ડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી!

ડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી!

ભારત-પાકિસ્તાન સરહદ પર ડ્રગ્સની ખેપ પહોંચાડવા માટે બનાવવામાં આવેલી સુરંગનું નિરીક્ષણ કરતા રાકેશ અસ્થાના

મોદી સરકારે 2023 સુધીમાં ભારતને નશામુક્ત કરવાનો સંકલ્પ લીધો છે, જેને પૂરો કરવા તમામ શક્તિ લગાવી દીધી છે

  (બ્રજેશ કુમાર સિંહ, ગ્રુપ કન્સ્લટિંગ એડિટર, નેટવર્ક18)

  નરેન્દ્ર મોદી સરકારે 2023 સુધી ભારતને નશામુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે, જેને પૂરવા માટે સુરક્ષા એજન્સીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેના માટે રણનીતિ બનાવી છે અને સુરક્ષા એજન્સીઓ તેને લાગુ કરી રહી છે. આ જ કારણ છે કે પાકિસ્તાનથી થનારી નારકોટિક્સની તસ્કરીને રોકવા માટે સરહદ પર પેટ્રોલિંગ સઘન કરી દેવામાં આવ્યું છે ઉપરાંત ઘૂસણખોરીઓ પર ફાયરિંગ પણ કરવામાં કરવામાં અવી રહ્યું છે.

  સરહદ સુરક્ષા દળ એટલે કે બીએસએફે આજે વહેલી પરોઢે એ ઘૂસણખોરોના ઈરાદાઓને નિષ્ફળ કરી દીધા, જેઓ પાકિસ્તાનથી હેરોઇન અને હથિયાર લઈને ભારતમાં ઘૂસવાની તૈયારીમાં હતા. જમ્મુ સેક્ટરમાં બીએસએફની બુધવાર ચોકીની આસપાસથી પ્રયાસ કરવામાં આવ્યા હતા, જ્યારે હાથમાં થર્મલ ઇમેજિંગ ડિવાઇસને લઈ જવાનોને ઝીરોલાઇન પર 4-5 ઘૂસણખોરો જોવા મળ્યા. કોઈ બીજો વિચાર કર્યા વગર જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું, જેમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા તસ્કરોને ગોળી વાગી અને તેઓ પાકિસ્તાન તરફ ભાગી ગયા. ગભરાઈને તેઓ 58 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો છોડી ગયા, સાથે બે પિસ્તોલ પણ. હેરોઇનના આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત દોઢસો કરોડ રૂપિયાની આસપાસ છે.

  સ્વાભાવિક રીતે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓની મદદ વગર આ પ્રકારની તસ્કરી થઈ ન શકે. હેરોઇન જેવા મોંઘા નશીલા પદાર્થોનો આટલો મોથો જથ્થો સરહદ સુધી ન પહોંચી જશે. જમ્મુ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી હંમેશા ફાયરિંગ પણ કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ હોય છે ફાયરિંગની આડમાં હથિયાર અને નશીલા પદાર્થોના મોટા જથ્થાને ભારતમાં ધકેલી દેવો. પહેલા પંજાબમાં સરહદ પરથી ડ્રગ્સનું સ્મગલિંગ મોટાપાયે થતું હતું, પરંતુ હવે જમ્મુ-કાશ્મીરમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે. અનેક મામલાઓમાં તો પાકિસ્તાન તરફથી મોટા ડ્રોનનો સહારો લઈને હેરોઇન અને હથિયારોની મોટી ખેપ ભારતમાં ધકેલી દેવામાં આવે છે.

  બીએસએફના ડીજી રાકેશ અસ્થાના સરહદ ક્ષેત્રમાં સુરક્ષાનું નિરીક્ષણ કરતાં.


  પાકિસ્તાન પ્લાનિંગની સાથે આ પ્રકારના કાવતરા કરી રહ્યું છે. આ નવા પ્રકારનો જેહાદ છે, નવા પ્રકારનો આતંકવાદ છે. સુરક્ષા એજન્સીઓ અને વિશેષજ્ઞ તેને નાર્કો ટેરર કે ડ્રગ્સ જેહાદનું નામ આપી રહ્યા છે. આર્ટિકલ 370ની સમાપ્તિ બાદથી જ્યારે ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનના હવાલાથી મળતી આર્થિક મદદને રોકી દીધી ત્યારથી પાકિસ્તાન પોતાના ખતરનાક ઈરાદાઓને અંજામ આપવા માટે રોકડ રકમને બદલે નશીલા પદાર્થોનો સહારો લઈ રહ્યું છે.

  સુરક્ષા એજન્સીઓને તપાસમાં જાણવા મળ્યું કે આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે પાકિસ્તાન પહેલા જ્યાં કરોડો રૂપિયા હવાલાથી મોકલતું હતું, તેને બદલે હવે માત્ર કેટલાક કિલોગ્રામ હેરોઇનના જથ્થાથી આ કામ થઈ જાય છે. પહેલા કોઈ આતંકી સંગઠનને આતંકી ઘટનાને અંજામ આપવા માટે હથિયારની સાથોસાથ પાંચ કરોડ રૂપિયા પણ મોકલવામાં આવતા હતા, તેને બદલે હવે હથિયાર એન ચાર કિલોગ્રામ હેરોઇન મોકલવામાં આવે છે. હેરોઇનની મોટી કિંમત સરળતાથી આતંકીઓને મળી જાય છે.

  બીએસએફ અધિકારીઓ સાથે રાકેશ અસ્થાના.


  ઈસ્લામમાં દારૂ હરામ છે, પરંતુ અફીણ કે હેરોઇન જેવા નશીલા પદાર્થો નહીં. આ જ કારણ છે કે લાંબા સમય સુધી તાલિબાનના સીધા નિયંત્રણમાં રહેલા અફઘાનિસ્તાનમાં દુનિયાની 90 ટકા હેરોઇન બને છે. આ ઉપરાંત પાકિસ્તાન પણ અફઘાનિસ્તાનમાં ઉગતી અફીણને પોતાને ત્યાં પ્રોસેસિંગ કરી હેરોઇન બનાવી લે છે. આ હેરોઇનને જ આતંકી ગતિવિધિઓ માટે નવી રોકડ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

  પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરથી પહેલા પંજાબમાં ડ્રગ્સ જેહાદને અંજામ આપ્યો. પંજાબના જે ખેડૂત જોરદાર ખેતી માટે જાણીતા હતા, તે પંજાબમાં જ્યારે પાકિસ્તાન પ્રાયોજિત ખાલિસ્તાન આંદોલનને ભારતીય સુરક્ષા એજન્સીઓ અને પંજાબ પોલીસે 90ના દશકમાં પૂરી રીતે ખતમ કરી દીધો તો પાકિસ્તાને ડ્રગ્સ જેહાદનો સહારો લીધો. હડતલ બાંધાના ખેડૂતો અને યુવાઓની વચ્ચે ડ્રગ્સની સપ્લાય સરહદ પરથી કરવાનું શરૂ થયું અને જોતજોતામાં સમગ્ર પંજાબ નશામાં ડૂબી ગયું. આજે સ્થિતિ એવી છે કે પંજાબના ગામમાં ખેતી કરવા માટે શ્રમિક બિહાર અને ઉત્તર પ્રદેશના ગામોમાંથી આવે છે, પંજાબના ખેડૂત અને યુવા નશામાં ડૂબેલા છે. આ રીતે પાકિસ્તાને પંજાબની અનેક પેઢીઓને બરબાદ કરવામાં સફળતા મેળવી છે. જે પંજાબથી ભારતીય સેનામાં જવાનોનો મોટો હિસ્સો આવતો રહ્યો છે, ત્યાંના યુવક પાકિસ્તાન પ્રાયોજિત ડ્રગ્સ જેહાદના કારણે પોતાના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી ચૂક્યા છે.

  પંજાબ બાદ જમ્મુ-કાશ્મીરમાં પણ પાકિસ્તાન આ જ કરવાના પ્રયાસમાં છે. પરંતુ અહીં તેની ઈચ્છા આતંકી ગતિવિધિઓને સતત વધારવાની છે, ડ્રગ્સ દ્વારા ટેરર ફાઇનાન્સિંગ કરીને. ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનના ખરાબ ઈરાદા પર થોડાક વર્ષોથી ઘણે અંશે પાણી ફેરવી દીધું છે. મોટી સંખ્યામાં આતંકીઓ ઠાર મરાયા છે ઉપરાંત હવાલાનું આખું રેકેટ તોડી દીધું છે, જેના કારણે આતંકીઓ અને તેમના હુર્રિયત જેવા સમર્થકોને આર્થિક મદદ મળવાની બંધ થઈ ગઈ છે અને આતંકી ઘટનાઓનો ક્રમ ઘણે હદે રોકાઈ ગયો છે. એવામાં ઉશ્કેરાયેલા પાકિસ્તાને હવે ડ્રગ્સ જેહાદનો રસ્તો અપનાવી લીધો છે.

  ડીજી કોન્ફરન્સમાં રાકેશ અસ્થાના


  મોદી સરકારને પાકિસ્તાનના ખરાબ ઈરાદાનો પૂરો અંદાજો છે. તેથી સુરક્ષા એજન્સીઓને એલર્ટ રહેવા ઉપરાંત તેના માટે એક વિસ્તૃત યોજના પણ બનાવવામાં આવી છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સરહદ સુરક્ષાના કામમાં લાગેલી એજન્સીઓ મળીને કામ કરી રહી છે ડ્રગ્સ જેહાદના મુકાબલા માટે. આ જ કારણ વે કે હાલના મહિનાઓમાં બીએસઅફે પાકિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા લોકો પર જ્યાં ફાયરિંગ કરવામાં જરાય વિલંબ ન કર્યો, બીજી તરફ મોટાપાયે હેરોઇનની ખેપ પણ જપ્ત કરી છે. ગત એક મહિનામાં અડધો ડઝન આવી ઘટનાઓ બની છે જેમાં બીએસએફના જવાનોએ સઘન પેટ્રોલિંગ કરતાં ઘૂસણખોરો અને તેમના પાકિસ્તાની આકાઓના ઈરાદાઓને નિષ્ફળ કર્યા છે.

  પાકિસ્તાનના ખરાબ ઈરાદાઓને જોતાં બીએસએફના નવાનિયુક્ત ડીજીપી રાકેશ અસ્થાનાએ સરહદ ક્ષેત્રના પોતાના પ્રવાસની શરૂઆત જમ્મુ-કાશ્મીરથી કરી. 4થી 10 ડિસેમ્બર દરમિયાન પોતાના જમ્મુ-કાશ્મીર પ્રવાસમાં અસ્થાના દરેક અગત્યના મોરચા પર ગયા અને બીએસએફના અધિકારીઓ અને જવાનોની સાથે પોતાની બેઠક દરમિયાન ડ્રગ્સ જેહાદની વિરુદ્ધ મોદી સરકારની રણનીતિ વિશે મંત્રણા કરી. તેના હેઠળ સરહદ પર પેટ્રોલિંગન આધુનિક ઉપકરણ અને હથિયાર આપવાની તૈયારી છે, ઉપરાંત ડ્રોનની મદદથી ડ્રગ્સ અને હથિયાર મોકલવાના પાકિસ્તાનના કાવતરાને જોતાં એન્ટી ડ્રોન સિસ્ટમને લાગુ કરવાની યોજના બનાવી છે. તેમાં જો કોઈ ડ્રોન પાકિસ્તાન તરફથી ડ્રગ્સ અને હથિયાર લઈને ભારતીય સરહદમાં આવે છે તો તેને અચૂક પણે ધ્વસ્ત કરી શકાય છે.

  દરેક સ્થળે પેટ્રોલિંગ વધારવામાં આવી રહ્યું છે. જમીનથી લઈને જળ સુધી. પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં બીએસએફના પેટ્રોલિંગને ધ્યાનમાં રાખતા પાકિસ્તાન અરબ સાગરથી સીધું ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ અને હથિયારની ખેપ ઉતારવાનું કાવતરું રચી રહ્યું છે અને ત્યાંથી આઇએસઆઈના નેટવર્કની મદદથી પંજાબ અને જમ્મુ-કાશ્મીર સુધી આ ખેપને પહોંચાડવાનો પ્રયાસ છે. તેને જોતાં કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસે પોતાનું અભિયાન તેજ કરી દીધું છે. હાલના મહિનાઓમાં અનેક વાર દરિયાની વચ્ચે કોસ્ટ ગાર્ડ અને ગુજરાત પોલીસે આતંકવાદ વિરોધી ટીમ એટલે કે એટીએસે હેરોઇનની મોટી ખેપ પકડી છે ઉપરાંત અનેક સ્મગલરોને પણ પકડ્યા છે.

  બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ડીજી કોન્ફરનસમાં ભાગ લેવા ગયેલા બીએસફના મહાનિદેશક રાકેશ અસ્થાના


  ભારતની સામે ખતરો માત્ર પશ્ચિમમાં જ નથી, પરંતુ પૂર્વમાં પણ છે. પશ્ચિમમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો પડકાર છે તો પૂર્વમાં મ્યાનમારથી સ્મગલ થતા ડ્રગ્સનો પડકાર, જેની પાછળ ચીનનો હાથ છે. મ્યાનમારના શાન કસ્બામાં વિદ્રોહી જૂથનો દબદબો છે અને તેની પાછળ ચીનનો હાથ છે. ચીન પણ આ જૂથોને સમર્થન આપીને પૂર્વોત્તરના રાજ્યોમાં ડ્રગ્સના ઉપયોગને ફેલાવી રહ્યું છે. સ્થિતિ એવી છે કે મિઝોરમ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં મોટાપાયે લોકો નશાની ઝપટમાં આવી રહ્યા છે. અરુણાચલ પ્રદેશને લઈને ચીન પહેલાથી જ પોતાની ગંદી ચાલ રમવા લાગી ગયું છે. હવે ત્યાંના લોકોને પણ નશામાં ધકેલી રહ્યા છે જેથી લોકો સમજવા અને વિચારવા લાયક પણ નહીં રહે.

  ભારત માટે પડકાર મોટો છે, મોદી સરકારને તેનો અંદાજો પણ છે. તેથી છેલ્લા કેટલાક વર્ષોથી સતત મિત્ર પડોશી દેશોની સાથે મળી ડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. હાલના વર્ષોમાં માલદીવ, શ્રીલંકા અને બાંગ્લાદેશના સહયોગથી ડ્રગ્સની અનેક મોટી ખેપ પકડવામાં આવી છે. ડ્રગ્સના આ આંતરરાષ્ટ્રીય કારોબારને તોડવામાં આવે તેના માટે પડોશી દેશોની સાથે સમન્વય આવશ્યક છે. આ જ પ્રયાસો હેઠળ નારકોટિક્સ પર નિયંત્રણને લઈ આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં એક મોટું સંમેલન પણ થયું, જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ સામેલ થયા. અમિ શાહે દેશ-વિદેશની આવેલા તમામ અધિકારીઓ અને પ્રતિનિધિઓની સામે મોદી સરકારની પ્રાથમિકતા અને દૃઢ નિશ્ચયને રજૂ કર્યો અને નવા પ્રકારના પડકારોનો સામનો કરવા માટે જે એક પ્રકારનો ભયંકર આતંકવાદ છે, જેમાં મોટા-મોજટા બોમ્બ જ નથી ફુટતા પરંતુ આખીને આખી પેઢી ખતમ કરી દેવામાં આવે છે. ભારત માટે ચિંતા એ છે કે આઝાદી બાદ હાલ યુવાઓની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ જો યુવા જ નશાની લતમાં આવી જશે તો દેશનું શું થશે.

  ભારતમાં ડ્રગ્સની સમસ્યા કેટલી ગંભીર છે તે મોટાભાગના લોકો જાણતા નથી. એક અનુમાન મુજબ ભારતમાં દરરોજ એક હજાર કિલોગ્રામ અથવા એક ટન હેરોઇનનું સેવન કરવામાં આવે છે. આખા વર્ષની વાત કરીએ તો લગભગ 365 ટન. ત્રણ સો પાંસઠ ટન હેરોઇનની કિંમત આશરે એક લાખ ચાલીસ ચાર હજાર હજાર કરોડ થાય છે. દેશમાં જ્યાં હેરોઇનનો વધુ વપરાશ થાય છે તેના પર કાબૂ મેળવવાનો પડકાર પણ એટલું જ મોટો છે. વર્ષ 2019 માં, માત્ર અઢી ટન હેરોઇન જ પકડાયું હતું એટલે કે કુલ ખપતના માત્ર સાત ટકા. આના પરથી સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે તેને રોકવું, તે પણ ટૂંકા સમયમાં, મોદી સરકાર અને તેની એજન્સીઓ માટે એક મોટો પડકાર છે.

  ભારતમાં નશા માટે માત્ર હેરોઇનનો ઉપયોગ જ નથી થતો. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બૉલિવૂડમાં ડ્રગ્સના ઉપયોગની કહાણીઓ અને એનસીબી દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં સ્પષ્ટ રીતે જાણવા મળે છે કે હાઇ સોસાયટીમાં હેરોઇન સાથે કોકેન અને મેથામ્ફેટામાઇનનો (MD DRugs)નો ઉપયોગ પણ થાય છે. જે એક રાસાયણિક ડ્રગ છે. પૂર્વોત્તર રાજ્યોની સાથે બાંગ્લાદેશમાં પણ મેથેમ્ફેટેમાઇનનો નશો કરવાની પ્રથા વ્યાપક છે, જ્યાં તેની ગોળીઓ યાબા તરીકે ઓળખાય છે. ત્વરિત ડ્રગનો નશો મેળવવા માટે આ ડ્રગ ખૂબ જાણીતું છે. આ વર્ષે અત્યાર સુધીમાં ભારતમાં આવી સાડા છ લાખ ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. બાંગ્લાદેશ પણ તેની વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે.

  બે દિવસ પહેલા જ ભારત અને બાંગ્લાદેશના અધિકારીઓની બેઠક જે ઢાકામાં મળી હતી, ત્યાં યાબા સહિત તમામ પ્રકારની ડ્રગ્સના પ્રસારને રોકવા માટે નવી રણનીતિ પર સહમિત સધાઈ છે. આ બેઠકમાં BSFના મહાનિદેશક રાકેશ અસ્થાના પણ ગયા હતા, જેમની પાસે નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોનો પણ ચાર્જ છે. મોદી સરકારે સરહદ પારથી થનારી ડ્રગ્સની તસ્કરી પર કાબૂ મેળવવા અને ત ના માટે સારા સમન્વય માટે જ BSF અને NCB બંનેની કમાન અસ્થાનાને સોંપી છે.

  મોદી સરકારે સુરક્ષા એજન્સીઓને લક્ષ્ય પણ આપ્યું છે. વર્ષ 2023 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવાનું છે. આ સરળ બનશે નહીં, ખાસ કરીને જ્યારે ભારતના બે પડોશી, પરંતુ દુશ્મન દેશો, પાકિસ્તાન અને ચીન, સતત ભારતમાં ડ્રગ્સ મોકલવામાં પડ્યા છે, ન માત્ર યુવા પેઠીને બરબાદ કરવા માટે પરંતુ ડ્રગ્સ દ્વારા ટેરર ફાઇનેન્સિંગ કરવા માટે. ભારતીય એજન્સીઓ આ અંગે સારી રીતે અંદાજો છે. તેથી, માત્ર જમીન અને દરિયાઇ સરહદ પર જ નહીં, પરંતુ દેશની અંદર પણ ડ્રગ્સ સામે ઝુંબેશને વધુ તીવ્ર બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે, એક જ દિવસે જમ્મુ સરહદ પર 58 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવી રહી છે, તો ભારત-નેપાળ બોર્ડર પર પણ હેરોઇનનો માલ પકડાઇ રહ્યો છે. જરૂર છે આવી કડક દેખરેખની અને કડક કાર્યવાહીની, જેથી ભારત ડ્રગ્સ જેહાદ અને નાર્કો આતંકના પડકારનો સામનો કરી શકે. દેશના દુશ્મનોને આ લડતમાં પણ પરાજિત કરવાનો મોદી સરકાર અને તેની એજન્સીઓનો હેતુ છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Border, BSF, Rakesh Asthana, અમિત શાહ, આતંકવાદ, ડ્રગ્સ, નરેન્દ્ર મોદી, પાકિસ્તાન, મોદી સરકાર

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन