દિવંગત અરુણ જેટલીના ઘરે પહોંચી PM મોદી ભાવુક થયા, પરિવારને સાંત્વના આપી

અરુણ જેટલીના અંતિમ સંસ્કારમાં નરેન્દ્ર મોદી નહોતા આવી શક્યા કારણ કે તેઓ વિદેશ પ્રવાસે હતા

News18 Gujarati
Updated: August 27, 2019, 11:49 AM IST
દિવંગત અરુણ જેટલીના ઘરે પહોંચી PM મોદી ભાવુક થયા, પરિવારને સાંત્વના આપી
વડાપ્રધાને અરુણ જેટલીના પરિવારને મળી તેમને સાંત્વના આપી.
News18 Gujarati
Updated: August 27, 2019, 11:49 AM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મિત્ર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિવંગત અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીના કૈલાશ કોલોનીના નિવાસ સ્થાને પહોંચ્યા. અહીં તેઓએ અરુણ જેટલીના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમને સાંત્વના આપી. પીએમ મોદીએ અરુણ જેટલીની પત્ની સંગીતા, દીકરા રોશન અને દીકરી સોનાલી સાથે વાત કરી પોતાની સંવેદના વ્યક્ત કરી. અરુણ જેટલીના પરિવારને સાંત્વના આપતી વખતે વડાપ્રધાન ભાવુક થઈ ગયા હતા. આ સમયે ગૃહ મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા.

નોંધનીય છે કે, અરુણ જેટલીના મૃત્યુ બાદ અંતિમ સંસ્કારમાં પીએમ મોદી નહોતા આવી શક્યા કારણ કે તેઓ વિદેશ પ્રવાસે હતા. જેના કારણે હવે તેઓ પરત ફરતાં જ અરુણ જેટલીના ઘરે પહોંચ્યા હતા.

આ પણ વાંચો, અરુણ જેટલીના અંતિમ સંસ્કારમાં બાબુલ સુપ્રિયો સહિત 10 લોકોનાં ફોન ચોરાયા
Loading...

પીએમ મોદી ત્રણ દેશોના પ્રવાસ બાદ સોમવાર રાત્રે ભારત પરત ફર્યા છે. જેટલીના પરિવારે પીએમને અપીલ કરી હતી કે તેમણે પોતાનો વિદેશ પ્રવાસ રદ ન કરવો જોઈએ. આ જ કારણ રહ્યું કે વડાપ્રધાન તાત્કાલિક વિદેશથી પરત નહોતા આવ્યા.

'...મારા મિત્ર ચાલ્યા ગયા'

UAE બાદ જ્યારે વડાપ્રધાન મોદી બહેરીન પહોંચ્યા તો તેઓએ અરુણ જેટલીને યાદ કરતાં કહ્યું કે, સપનાઓ જોવા અને સપનાઓને પૂરા કરવાની સફર જે મિત્રની સાથે કાપી, તે મિત્ર અરુણ જેટલીએ આજે જ પોતાનો દેહ છોડી દીધો. ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતાં વડાપ્રધાન મંચ પર ભાવુક થયા અને પોતાના મિત્રને યાદ કર્યા.

ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલી લાંબી બીમારી બાદ શનિવારે દિલ્હીના એઇમસમાં 66 વર્ષની ઉંમરે નિધન થયું હતું. અરુણ જેટલીની અસ્થિઓને સોમવારે હરિદ્વારમાં ગંગામાં વિસર્જિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો, જ્યારે અરૂણ જેટલીએ પરમાણુ બિલ પર મનમોહન સરકારની કરી હતી મદદ
First published: August 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...