PM મોદી UAE પહોંચ્યા, પ્રિંસને ભેટ્યા, UAEએ આ રીતે ભારતીયોને કર્યા ખુશ

News18 Gujarati
Updated: February 10, 2018, 10:34 PM IST
PM મોદી UAE પહોંચ્યા, પ્રિંસને ભેટ્યા, UAEએ આ રીતે ભારતીયોને કર્યા ખુશ
પીએમ મોદી યુએઈ પહોંચે તે પહેલા શુક્રવારની રાતે અહીંની તમામ પ્રખ્યાત બિલ્ડીંગોને ભારતના રાષ્ટ્રીય ધ્વજના કલરથી રોશન કરવામાં આવી...

પીએમ મોદી યુએઈ પહોંચે તે પહેલા શુક્રવારની રાતે અહીંની તમામ પ્રખ્યાત બિલ્ડીંગોને ભારતના રાષ્ટ્રીય ધ્વજના કલરથી રોશન કરવામાં આવી...

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોડી સાંજે યૂનાઈટેડ અરબ અમિરાત પહોંચ્યા. અહીં તેમનું ઓફિશિયલ સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. ત્યારબાદ તેમને પ્રિંસ ઓફ અબુધાબી શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નહયાન સાથે મુલાકાત પણ કરી.

મોદી અને નાહ્યાન ગળે પણ મળ્યા. થોડી જ ક્ષણોમાં તેમની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. યુએઈમાં પીએમ મોદીની રાહ જોવામાં આવી રહી હતી. આનો અંદાજ એ વાત પરથી ખ્યાલ આવે છે કે, પીએમ મોદી યુએઈ પહોંચે તે પહેલા શુક્રવારની રાતે અહીંની તમામ પ્રખ્યાત બિલ્ડીંગોને ભારતના રાષ્ટ્રીય ધ્વજના કલરથી રોશન કરવામાં આવી છે. આટલું જ નહીં દુનિયાથી સૌથી ઊંચી બિલ્ડીંગ બૂર્ઝ ખલીફા પણ શામેલ છે.

નવદીપ સૂરી યૂએઈમાં ભારતના રાજદૂત છે. તેમણે પોતાના ટ્વીટર હેંડલ પર તિરંગાના રંગોથી ઝળહળતી બુર્ઝ ખલીફાની તસવીર પણ પોસ્ટ કરી છે. આ સાથે સૂરીએ એક લાઈનનું મહત્વનું કેપ્શન પણ મુક્યું છે, તેમાં લખવામાં આવ્યું છે, જ્યારે તસવીરો શબ્દો કરતા વદારે બોલે ચે.

સૂરીએ આગળ લખ્યું છે, આ યૂએઈનો ભારતને વેલકમ કરવાનો અનોખો અંદાજ છે. બુર્ઝ ખલીફા, દુબઈ ફ્રેમ અને ADNOC હેડક્વાર્ટરને તિરંગાના રંગે રોશન કરવામાં આવી છે.

સૂરીએ મંદિર વિશે વાત કરતા કહ્યું કે, અબૂ ધાબીમાં હિંદુ મંદિર 55000 સ્ક્વેયર મીટર જમીન પર બનાવવામાં આવશે. રવિવારે પીએમ તેનો શિલાન્યાસ કરશે. આ સમયે ઈન્ડીયન કમ્યુનિટીના હજારો લોકો હાજર રહેશે. આ પ્રોગ્રામની દુબઈમાં લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે.

મંદિર બનાવવા માટે ખાસ પથ્થર ભારતથી મંગાવવામાં આવ્યા છે. અને તેને ભારતીય કારીગરોએ સજાવ્યા છે. બે વર્ષમાં મંદિર બનીને તૈયાર થઈ જશે. મિડલ ઈસ્ટમાં આવું પહેલું મંદિર બનશે. આ મંદિર બોચાસનવાસી શ્રી અક્ષર પુરષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા BAPS તૈયાર કરાવી રહી છે. આ સંસ્થા 1907થી કામ કરી રહી છે. અને તેણે દુનિયાના અલગ-અલગ દેશમાં લગભગ 1100 મંદિર અને કલ્ચર સેંટર તૈયાર કરાવ્યા છે.ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ત્રણ દેશના પ્રવાસે છે, ફિલિસ્તાન, ઓમાન અને યુએઈ. તે દુબઈમાં મંદિરનો શિલાન્યાસ કરશે. આ સિવાય ઓમાનમાં 100 વર્ષ જુના શિવાલયમાં દર્શન કરશે. સાથે મસ્જિદમાં પણ જશે. મોદી આ પ્રવાસમાં કાડી દેશો સાથે મહત્વના કરાર કરશે.
First published: February 10, 2018, 10:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading